SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૪ : અંતરના બે ખેલ છે કે, ‘હું તે પરમઉપકારી મહાસતની આજ્ઞા પાળવાને પાત્ર ઠરૂ', સાચેા સમર્પણભાવ કેળવું, હું જેઓશ્રીને પરમપૂજ્ય માનું છું, તેઓશ્રીની ભાવનામાં મારી સમગ્રતાને એકાકાર બનાવી ૪. પરમપૂજ્ય આચાર્ય દેવના સ્વર્ગવાસ સાથે આજે આપણા હૈયામાં આવા જ સમર્પણભાવ ઉછળવા જોઈએ. આપણી સમગ્રતા સર્વ કલ્યાણના મહાછંદમાં પ્રવાહિત થવી જોઈએ શ્રી જૈન-એક શાસનના ‘ જય ’ સિવાયના અંગત-જયની લાલસાથી આપણે ‘પર' ખનવું જોઈએ. તાજ આપણે તેઓશ્રીના ઉપકારનું ઋણ ફેડવાને પાત્ર બની શકીએ. ઉપચાર પૂરતા બે-ચાર શબ્દો ખેલીને યા લખીને એમ માની લેવું કે મેં મારી ફ્રજ અદા કરી, એ કૃતજ્ઞતા તા ન જ કહેવાય. જેઓશ્રીનાં જીવનની પ્રત્યેક પળ, પ્રભુજીના પરમતારક શાસનની ભૂરિ–ભૂરિ પ્રભાવના પાછળ સાર્થક થઇ એ આચાર્ય મહારાજાની પવિત્રતર સ્મૃતિ સાથેના આપણા સબંધ દઢ થયા ત્યારે ગણાય, જ્યારે સ્વાર્થ સાથેના આપણા સબંધ આસરતા જાય, પરમાર્થમાં આપણા ઉપયેગ વધે. પરમપૂજ્યશ્રીએ જે આત્મસમભાવપૂર્વક કાળને એને ધમ ખાવવા દીધા એ હકીકત સદાય આપણા હૈયામાં જળવાઇ રહેવી જોઇએ. અને જ્યારે પણ આપણા સ્વાર્થને અણગમતું પગલું કોઇ ભાઇ આપણી સામે ભરે ત્યારે, તે હકીકતના અજવાળે આપણે આપણા પરિણામની રક્ષા કરવી જોઇએ. જ્યારે પંચમહાવ્રતાના પાલક પરમ પૂજ્ય ભગવતાની નિશ્રામાં જઈને એસવાથી જીવનમાં જે ઊંડી શાતા સચરે છે તેના પ્રભાવે દ્રશ્યપ્રાણાની મલિનતા પણ કપાય છે. અને કષાયની મદતાના અનુભવ પણ થાય છે. ચંદનનાં વન અને ચદ્રની ચાંદનીમાં જઇને બેસવાથી દ્રવ્યપ્રાણાના થાક ઓછો થાય છે પરમપૂજ્ય આચાર્ય ભગવતની આત્મસમભાવની તરતી નિશ્રામાં બેસવાને ધન્ય અવસર જે પુણ્યશાળીઆને સાંપડયા છે, તેમાંના તરીકે મારી જાતને જણાવતાં મારૂં હૈયું હૅથી નાચી રહ્યું છે તેમજ શ્રી પંચપરમેષ્ઠિ ભગવાના પુનિત ચરણકમળમાં પૂરેપૂરું મૂકીને એ પ્રાથી રહ્યું છે કે, ‘ જીવનની પળેા અધી શ્રી જિનેશ્વર ભગવાનના સર્વોચ્ય છતાં સ્વાભાવિક ભાવને પાત્ર બનવા પાછળ જ સાર્થક થાય.’ પ. પૂ. આચાર્ય દેવની ભક્તિ એટલે પંચાચારપૂત આચારધર્મ ની ભક્તિ. આચારધર્મ એટલે સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રને સુસમન્વય. સજીવહિતકર ધર્માંની સુરભિ વડે આપણા આચાર મઘમઘી ઉઠે. તેમાં રહેલી સ્વાની દુધ સદાને માટે પલાયન થઇ જાય એવા લક્ષ્યપૂર્વકની આરાધના દ્વારા આપણે સહુ વિગત આચાય. મહારાજાના અસીમ ઉપકારાને સાચા નમસ્કાર કરી શકીએ. તપ-જપ, વ્રત-નિયમ ચૈત્ર્યાદિ ભાવનાઆથી અલંકૃત ઉજ્જવળ આચાર એજ આના જીવનનુ જીવન છે. તેને વિકરાવનારો જખ્ખર પ્રવાહ ‘નમા આયરિયાણં’ પઢમાં વહી રહ્યો છે. એવા અચિત્ત્વ શક્તિશાળી પદ્મને શેાભાવનારા પરમેાપકારી આચાય દેવને ત્રિવિધ કોટિકોટિશ: વધુના !
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy