SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુતાની સુંદર માત પડિત શ્રી ધીરજલાલ ટારશી શાહ પૂ. પાદ સુરીશ્વરજીના પરિચયમાં આવીને તેઓશ્રીના જીવનની અનન્ય અસાધારણતાથી પ્રભાવિત થયેલા લેખક મહાશય, પૂ. પાદ પરોપકારી સૂરિદેવની સાધુતાને પોતાની અનેાખી લેખનશૈલિથી અહિં અજલિ અર્પે છે. शैले शैले न माणिक्यं मौक्तिकं न गजे गजे । સાધવા નહિ સર્વત્ર, શ્વÄ ન વને વને|| અથાત્ દરેક પતમાં માણેક હાતાં નથી, દરેક હાથીમાં (હાથીનાં મસ્તકમાં ) મેાતી હતાં નથી. દરેક સ્થળે સાધુએ હાતાં નથી અને દરેક વનમાં ચંદનનાં વૃક્ષો હોતાં નથી. તાત્પર્ય કે આ બધી વસ્તુએ કાઇક સ્થળે જ મળી આવે છે. આ શ્લાક જ્યારે પહેલવહેલા મેં વાંચ્યા, ત્યારે મારા મનમાં પ્રશ્ન ઊઠયા હતા કે ભારતવમાં તે અતિ પ્રાચીન કાલથી સાધુઓની સંખ્યા ઘણી મોટી રહી છે અને નાનાં મોટા ગામે તથા શહેરામાં તેમનાં દર્શીન છૂટથી થાય છે, તે આવાં વના લખવાનું પ્રયાજન શું ?’ એ વખતે ધાર્મિક વાંચન વિશેષ ન હતું, એટલે ઘણા વિચાર કરવા છતાં આ ખાખતમાં મનનું સમાધાન થયું નહિ. પરંતુ પછીથી ધાર્મિક વાંચન વધ્યું અને તે સાથે તેનાં પરનું ચિંતન-મનન વધ્યું, ત્યારે સમજાયું કે માત્ર વેષ ધારણ કરવાથી સાધુ થવાતું નથી, તે માટે તેા અતિ ઉચ્ચ કેડિટની સાધના કરવી પડે છે અને જીવનમાં અનેકવિધ ગુણેાની ખીલવણી કરવી પડે છે, આવા સાધુ પુરુષો આ જગતમાં બહુ થોડા હાય છે, તેથી તેઓ કાઇક જ સ્થળે જોવામાં આવે છે. મને જણાવતાં આનંદ થાય છે કે સદ્ગત આચાર્ય શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ આવા સાધુઓમાંના એક હતા, વિદ્વતા તેમને વરી હતી, વકતૃત્વ તેમને સિદ્ધ હતું, કાવ્યકલામાં તેમણે સારી પ્રગતિ કરી હતી અને વાદવિવાદની શક્તિમાં તેમણે અજોડ સામ ખતાવ્યું હતું. તેમના આ ગુણાથી હજારો લેાકેા તેમના તરફ આકર્ષાયા હતા, પણ તેમના પ્રત્યે મારું આકર્ષણ તે તેમની સાચી સાધુતાને લીધે જ થયું હતું અને તે છેવટ સુધી રહ્યું હતું. જિન શાસનમાં સાધુતાનું પ્રથમ લક્ષણ સવરિત મનાયું છે. તેનાથી તેઓ વિભૂષિત હતા. ખીજા શબ્દોમાં કહીએ તે અRsિસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચય અને અપરિગ્રહની મંગલમયતામાં તેમને અટલ વિશ્વાસ હતા અને તેનાં પાલનમાં તે ઘણી ચીવટ રાખતા હતા. કોઇવાર નાની સરખી ભૂલ થઇ જાય તા તરત તે માટે દિલગીર થતા અને તેની શુદ્ધિ કરી લેતા. અહીં એ સ્પષ્ટતા પશુ કરી દઉં કે તેઓ બાલબ્રહ્મચારી હતા અને બ્રહ્મચર્યનાં પાલન માટે ઘણા ઊંચા ખ્યાલ ધરાતવા હતા. સાધુતા સ્વાધ્યાયથી વિકસે છે અને સ્વાધ્યાયથી જ શાલે છે. આ સ્વાધ્યાય તેમનાં જીવનમાં અનેરું સ્થાન પામ્યા હતા. થોડો
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy