SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ શાસન સમર્પિત શ્રી સરિપુંગવને કટિશ: વંદન પૂ. પાક આચાર્યદેવ શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ પૂ. પાદ આચાર્ય દેવ શ્રીમદ્દવિજય લબ્ધિસૂરિશ્વરજી મહારાજશ્રી પ્રત્યેના અનન્ય શ્રદ્ધાભાવે લેખક કવિરત્ન પૂ. આચાર્ય મહારાજશ્રી પિતાની શાંત સ્વસ્થ શૈલીમાં સ્વ. સરિદેવશ્રીને શ્રદ્ધાંજલિ સમપે છે. અનાદિ અનંત એવા સંસારચક્રમાં પરિભ્રમણ કરતા એવા આત્માઓને માનવભવ આદિ એક્ષપ્રાપ્તિનાં સાધને મળવા અતિશય દુલભ છે–દેવને પણ દલભ છે. દેવદુલભ સામગ્રી મહાપુણ્યદયે પામીને તેની સફળતા માટે શ્રી વીતરાગ શાસનની ઉપાસના, પ્રભાવના, રક્ષા ત્રિકરણગે કરવી જોઈએ. શ્રી વીતરાગ શાસન એ જગતભરમાં અજોડ શાસન છે. તેની યથાશક્તિ ઉપાસનાદિ કર્યા વિના જીવનની સફલતા થતી નથી જ. કારણ કે સમ્ય જ્ઞાનાદિની પ્રાપ્તિ એજ શાસનથી છે. એવા અજોડ શાસનની ઉપા સનાદિ કરીને પૂર્વે અનેક પૂજ્ય આચાર્ય ભગવંતે જીવનને સફળ કરી ગયા છે અને વર્તમાનમાં પણ અનેક પૂજ્ય આચાર્ય ભગવંત આદિ જીવનની સફળતા કરી રહ્યા છે, તેમાંના આ એક આચાર્ય ભગવંત હતા. કોણ? પૂજ્ય આચાર્યદેવ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજા જેઓ હમણાં મુંબઈમાં સ્વર્ગવાસી થયા જેઓ કવિકુલકીરિટ હતા, જેઓ વ્યાખ્યાન વાચસ્પતિ હતા, જેઓ સ્વ પર શાસ્ત્રના જાણકાર હતા, જેઓ “કલ્યાણ' માસિકમાં ભવ્યાત્માઓની શંકાઓને દૂર કરનારા હતા, જેઓ સરળ, શાન્ત, દાન્ત આદિ અનેક ગુણગણેથી વિભૂષિત હતા. જેઓએ અનેક શાસનશુભ કાર્યો કરીને શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરી છે, જેઓએ વિકટ સમયમાં પણ શાસનના પડખે રહીને નિડરપણે આજીવન શાસનની રક્ષા કરવામાં પિતાનાં પુણ્યજીવનને અર્પણ કરીને ધન્ય બનાવ્યું છે. મહાપુરુષે અનેક ગુણરત્નની ખાણ હોય છે. એમાંથી એકાદ રત્ન આપણે લેઈ લઈએ તે આપણું જીવન પણ સફળ બની જાય. આ મહાપુરુષ જેમ શ્રી વીતરાગ શાસનને ત્રિકરણ ચગે સમર્પણ કરીને જીવન ધન્ય બનાવી ગયા તેમ આપણે પણ આપણું જીવન સફળ બનાવી શકીએ. એ માટે બલની પ્રાપ્તિ થાઓ”—એવી પ્રાર્થના આ મહાપુરુષને અને શાસનદેવને કરવાપૂર્વક આ મહાપુરુષને કેટિ ટિ વાર વંદન છે. હે જય શ્રી વીતરાગ શાસનને. શિવમસ્તુ સર્વ જગતઃ | २भ
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy