SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ : ભાગ્યવાન! સાંભળે! શું થયું આપને ? શ્રાવક, ડોકટરના માટે... આમ એક દિવસ નહીં. એક મહિનો નહીં, ત્રણ ત્રણ વરસ ચાલ્યું. રોજ એ સંત સાધના સાધે, ધ્યાન ધરે, સાહિત્ય, ઍક સજે ને કાયાને વિસર્જા, ભૂલે. અં...તે... દીપક બુઝાવાને, કર્મસત્તાના દૂતને આવવાનો છત્ર વિહોણા થવાનો. એક અણમાગેલો વિણબોલાવેલો અવસર આવ્યો, ઘનઘોર વાદળ લાવ્યો. અંધકારનું પડલ લાગે. આવતા વેંત એણે કાળ-નું કામ કર્યું. અતે.. એ અમારા ગુરુદેવ કાળધર્મ પામ્યા ! અમેને છોડી ગયા ! છેવટ સુધી એઓશ્રીએ પિતાની કાયાને, માયાને ન જોઈ, પિતાને આપ્તજનોને પણ ન જોયા .. શિષ્ય–પ્રશિષ્યાદિને ન સંભાર્યા. ફક્ત જોઈ, સાંભળી.... વીતરાગની આજ્ઞા ! અરિહંતનું શરણું? સાહિત્યની ઉપાસના ! કવિત્વની કલ્પના! શાસનની પ્રભાવના! નિષ્કપટ ચારિત્ર! અપ્રમાદી જીવન ! ભાગ્યવાન ! કુળવાન ! મારી જેમ સેવાઓ ખૂબ કરજે. કિની ? વીતરાગના શાસનની. ભણજો–ભણાવજે, વિધાના વ્યસને રહેજે, જ્ઞાનની–પીઠ રચજે, હજારોને જ્ઞાન દાન દેજો, લાઓને સન્માર્ગ આપજે, ખમ, ખમાવજે, રાગ દોષ દૂર કરી, સાચું તે મારું માનજે.' શાસનદેવ હારે ધાશે! *. તમને ! તમારા કામને તમારી શુભનિષ્ઠાને ! આના જેવું ઉત્તમ કામ નથી. વીતરાગ જેવું ઉત્તમ નામ નથી અભયદાન જેવું ઉત્તમ દાન નથી મુકિત જેવું ઉત્તમ સ્થાન નથી. ભવ ભવના ફેરાથી તરજો, તારો જઉં છું જતાં જતાં... મીઠી નજરથી, અમી દૃષ્ટિથી આયા મીઠા આશીર્વાદ! સૌને ક્ષમાપના છે! ગુણવતિની અનુમોદના છે ! એવા એ સંત! મહંત, એટલેજસ્મૃતિ ગ્રંથ નાયક... કવિકુલ કિરીટ.... સરિસર્વ ભૌમ... વ્યાખ્યાન વાચસ્પતિ... સ્વર્ગીય આચાર્યદેવેશ ૧૦૦૮ શ્રીમદ્ વિજય શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ ! વંદન હે! નમન હે! જરૂર જતાં પહેલાં હિત શિખામણ આપી...
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy