SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ આ વ્યાખ્યા જટિલ છે. એનું પઠન પાર્ટન સૈકાઓ થયા વિસારે પડયુ હતુ. એની આદર્શો પ્રતિ ન્યાયવિશારદ ન્યાયાચાય શ્રી યશેાવિજ યજી ગણિએ કેટલાક શ્રમણેાની સહાયતાથી તૈયાર કરી હતી તે પણ હવે તે મળી આવી છે એટલે એનુ સમક્ષાત્મક સંપાદન લુપ્ત ભાષ્યના વિશ્વસનીય ઉદ્ધરણપૂર્વક અને વિશિષ્ટ ઉપેાધાતાદિ મનનીય સામગ્રી સહિત જેવા ભાગ્યશાળી થવાય તેમ છે. ચતુર્થાં-અંતિમ ભાગના પ્રકાશનનું ઉદુધાટન આપણા આ દેશના ભારત વના માનનીય ઉપરાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણનને શુભ હસ્તે કરાકાયવવાના નિર્ણય થતાં, ૫. શ્રી વિક્રમવિજયજીએ રૂપિ એ ભાગ માટે ગુજરાતીમાં લખેલ વિસ્તૃત “પ્રાક્થન”ના અ ંગ્રેજી અનુવાદ માટે મને મુનિ શ્રી ભાસ્કરવિજયજીએ આમંત્રણ આપ્યું હતું. આ પ્રાકથન જેમ જેમ છપાતુ ગયુ તેમ તેમ એ મને મોકલાવાતું ગયુ. સમયાદિના સંકોચ હોવા છતાં એમના તરફના સદૂભાવથી પ્રેરાઈને અને પૂ. શ્રી મલ્લવાદીની કૃતિ પ્રત્યેના મારા આદરભાવને લઇને મેં તાખડતાખ અનુવાદનું કાર્ય કરવા માંડ્યું, અને બબ્બે દિવસને અંતરે હુ એ મેલતા ગયા. ઘણા ટૂંક સમયમાં મારા અનુવાદ છપાવવા પડે તેમ હોવાથી એના મુદ્રણપત્રો એક પણ વાર મને જોવા માકલાવાયાં નહિ અને મારૂં લખાણ પૂરેપૂરૂં' સમજી શકે અને અક્ષરાને લગતાં ચિહ્ન પૂરાં પાડી શકે એવા મુદ્રણાલયને સુચેગ નહિ સાંપડ઼વાથી એ અનુવાદ યથૈષ્ટ સ્વરૂપે પ્રસિદ્ધ થઈ શકયા નથી. આ વર્ષે મે માસમાં મારૂં મુંબઈ જવાનું થયું ત્યારે હું સૂરિજીના દર્શાનાર્થે એ વાર દાદર ગયા હતા, પહેલી વાર મળવાનું થતાં મેં મારા અનુવાદના મુદ્રણ વિષે વાત કરી હતી સાથે સાથે પૂ. વિક્રમવિજયજી મ. ના પ્રાફ્ કથનની મહત્તા અને વિચારપ્રેરકતા તેમજ એને સાંગે પાંગ બનાવવા માટે રજૂ કરાવી જોઈતી બાબતે પ્રત્યે મેં સૂરિજીનું સાદર લક્ષ્ય ખેચ્યુ હતું. તેમ થતાં એમણે દ્વાદશારનયચક્રને ગે મારે અમુદ્રિત વિસ્તૃત લેખ, ઉપયુક્ત પ્રાક્ ઉપર્યુક્ત આદર્શ પ્રતિના અભાવમાં કરવાનું હતું ત્યારે એક વિદ્વાને એક લાખ યાના ખર્ચ એ તૈયાર થઈ શકે એમ કહ્યું હતું. કોઈ ધનાઢય જૈન વ્યક્તિએ કે કોઈ સમૃદ્ધ જૈન સસ્થાએ એ બાબત હાથ ધરી નહિ એટલે દક્ષિણવિહારી મુનિરાજ શ્રી અમરવિજયજીના શિષ્યરત્ન મુનિ શ્રી ચતુરવિજયજીએ આ કાય ઉપાડયુ અને “ગ યકવાડ પોવાય ગ્રંથમાળા”માં એને સ્થાન અપાયું. ખાર આરા પૈકીના ચાર આરા પુરતું લખાણુ આ “મધમાલા”માં ઈ. સ ૧૯૫૨ માં પ્રકાશિત થયું છે. મુનિરાજ શ્રી ચતુરવિજયજી પ્રથમ ભાગ પૂર્ણ કરી ન શક્યા હાવાથી ખાકીનુ સંપાદન કાર્ય તેમજ એની પ્રસ્તાવનાનું કાર્ય પ. લાલચન્દ્ર ભ. ગાંધીએ કરેલ છે. એમાં એમણે મલ્લવાદીના ખાદ્ઘ જીવન ઉપર પ્રકાશ પાડનારી વિવિધ સામગ્રી રજૂ કરી છે. આ પ્રકાશન દ્વાદશારનયચફના ખાર આરાના ખાધ કરાવનારા ચક્રથી વિભૂષિત છે. ક્લ્યાણ જાન્યુઆરી ૧૯૬૨ : ૯૩૭ આ કાય ચાર વિભાગમાં વિભક્ત કરાયુ છે. એ ભાગા અનુક્રમે ઈ. સ. -૧૯૪૮, ૧૯૫૧, ૧૯૫૭ અને ૧૯૬૦ માં પ્રકાશિત કરાયા છે. એમાં પહેલા એ, પછીના ચાર, બીજા બે અને છેલ્લા ચાર આરા પૂરતા લખાણને સ્થાન : અપાયુ છે. દ્વાદશારનયચક્રના ઉદ્ધરણુપૂર્ણાંક ન્યાયાગમાનુસારિણી ટીકાના સાંગેાપાંગ દનના એના અભિલાષીઓને લાભ મળે તે માટે સ્તુત્ય પ્રયાસ પૂ આ. મ. શ્રી વિજયલબ્ધિસૂરિ મહા રાજાએ કર્યો છે. વિશેષમાં પૂ. આચાર્ય મહારાજે આ ટીકાનાં દુર્ગમ સ્થળેા ઉપર પ્રકાશ પાડનારી વિષયપદવિવેચન નામની વ્યાખ્યા સંસ્કૃતમાં રચી છે.
SR No.539217
Book TitleKalyan 1962 01 Ank 11
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1962
Total Pages210
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy