SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ એ પ્રમાણે વૈરાગ્ય મગ્નપણાથી ક્ષપકશ્રેણી ઉપર મરૂદેવીમાતા આરૂઢ થયા અને આઠ કને ક્ષય કરી અંતકૃત કેવલી થઈને માથે ગયા. દેવતાઓએ મહાત્સવ કર્યા. ઇંદ્ર આદિ સ દેવાએ સમવસરણમાંથી ત્યાં આવીને મરૂદેવા માતાના શરીરને ક્ષીરસાગરના પ્રવાહમાં વહેતુ મૂક્યું પછી શાકમગ્ન ભરત નરેશ્વરને અગ્રેસર કરીને સૌ સમવસરણમાં આવ્યા. ભરતરાજા પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા અને પ્રભુની દેશના સાંભળી તેમને શાક નષ્ટ થયેા. દેશનાને અંતે પ્રભુને વાંદી શ્રાવક શ્વમ અંગીકાર કરી અાયામાં આવ્યા અને પછી ચક્રના ઉત્સવ કર્યાં. આઠ દિવસ ગયા પછી ચક્ર પૂર્વ દિશામાં ચાલ્યું. ભરતરાજા પણ દેશ જીતવાને માટે ચક્રની પાછળ સૌન્ય સહિત ચાલ્યા. એકેક ચેાજનનું દરરોજ પ્રયાણ કરતાં કેટલાક દિવસે પૂર્વ સમુદ્રના કિનારે આવી સૈન્યના પડાવ નાખ્યા ત્યાં ભરતરાજાએ અઠ્ઠમને તપ કર્યા; અને માગધ નામના દેવનુ' મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. ત્રણ દિવસ પછી રથમાં બેસી સમુદ્રના જળમાં રથની ધરી પ ́ત પ્રવેશ કરી પેાતાના નામથી અંકિત બાણુને ધનુષ્યમાં સાંધીને ભરતરાજાએ તે ખાણુ ખાર યોજન જઈને મગધ દેશના માગધ દેવ તરફ દોડયુ. સભામાં સિહાસન સાથે અથડાઇને ભૂમિ ઉપર પડયું. બાણુનું પડવું જોઇ માગધ દેવ. ફાધાયમાન થઈ ગયેા. પછી તે અણુ હાથમાં લઈ તેના પરના અક્ષરા વાંચ્યા એટલે ભરત ચક્રવતિને આવેલા જાણી કેાપરહિત થ ભેટણું લઇ પિરવાર સહિત તેમની સન્મુખ ચાલ્યા. નજીક આવીને તે ચક્રવતિના ચરણમાં પડયા ને ખેળ્યે કે હે સ્વામિન ! મારા અપરાધ ક્ષમા કરો. હું તમારા સેવક છું આટલા વિસ સુધી હું સ્વામી રહિત હતા; હવે આપનાં નથી સનાથ થયા છું. એ પ્રમાણે કહી • કલ્યાણ : મા–એપ્રીલ ૧૯૫૯ : ૧૧૫ : નમસ્કાર કરી ભેટ ધરી, રજા લઈને સ્વસ્થાને ગયા પછી ભરતચક્રીએ છાવણીમાં પાછા આવી અઠ્ઠમ તપનું' પારણું કર્યું. ત્યારપછી પાછુ ચક્ર આકાશમાં ચાલ્યું. સૈન્ય પણ તેની પાછળ ચાલ્યું. અનુક્રમે તે દક્ષિણ સમુદ્ર કિનારે આવ્યા. પૂર્વવત્ તે દિશાના સ્વામી C વરદામદેવને’ પણ જીત્યા. ત્યારબાદ પશ્ચિમ દિશામાં ‘પ્રભાસ દેવને ' જીતીને, ચક્રે ઉત્તર દિશા તરફ પ્રયાણ કર્યુ”. અનુક્રમે વૈતાઢ્ય પત પાસે આવીને ચક્રવર્તી એ અઠ્ઠમ તપ કરી ‘મિસ્રા’ ગુફાના અધિષ્ઠાયક કૃત માલદેવ”નું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. અઠ્ઠમ તપને અંતે તે દેવ પ્રત્યક્ષ થયા અને તમિસ્રા ગુફાનું દ્વાર ઉઘાડયું, સૈન્ય સહિત ભરતરાજાએ તમિસ્રા ગુફામાં પ્રવેશ કર્યાં. મનના પ્રકાશ વડે સૈન્ય સહિત આગળ ચાલતાં નિમગ્ના અને ઉન્નિમના નામની એ નદી આવી. તે નદીએ ચરત્ન વડે ઉતર્યા. આગળ ચાલી ગુફાના ખીજા દ્વાર પાસે રહે છે તે એકઠા થયા અને ચક્રીની સૈન્યને બહાર કાઢ્યું. હવે ત્યાં ઘણા મ્લેચ્છ અને સાથે યુદ્ધ કરવા લાગ્યા. ચક્રીએ તે સઘળાઓને જીતી લીધા. તેઓ ચક્રીના સેવક થયા. ત્યાં આવેલા ઉત્તર તરફના ત્રણે ખંડને જીતીને ચક્રી પાછા વળ્યા. માર્ગે ચાલતાં ગંગાના તીરે સૈન્યને પડાવ નાંખ્યો ત્યાં નવનિધિએ પ્રગટ થયાં નવનિધિઓનું સ્વરૂપ આ પ્રમાણે:—૧ નૈસર્પ, ૨ પાંડુક, ૩ પિંગળ, ૪ સરન, ૫ મહાપદ્મ, ૬ કાળ, છ મહાકાળ, ૮ માણુવક, ને હું શંખ—એ પ્રમાણે તેનાં નામે છે. તે ગંગાના મુખમાં રહે નારા છે. એક પૈડાવાળા, આઠ યાજન ઉંચા, નવ ચેાજન વિસ્તારવાળા, ને ખાર યાજન લાંખા મંજીષાને આકારે છે. તેના વૈમણિના કમાડ (બારણા) છે, કનકમય છે, વિવિધ પ્રકારના રત્ના વડે પરિપૂર્ણ છે. અને તેના અધિષ્ઠાતા દેવા તેજ નામના પક્ષેાપમના આયુષ્યવાળા હોય છે.” ક્રીએ ગંગાના તીરે રહીને આઠ દિવસ રાજા આવી
SR No.539183
Book TitleKalyan 1959 03 04 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1959
Total Pages130
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy