SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ : ૩૫૪ : નમ્ર નિવેદન; Eા સુરિ ૬ સુધી, અનેક અંજનશલાકા-પ્રભુપ્રતિષ્ઠા થયાના ઉલ્લેખ મળે છે. વિ. સં. ૧૮મા છે જ સૈકા સુધી અહિંના શ્રી સંઘની જાહેજલાલિ આતિય હતી, એમ ઈતિહાસ કહે છે. સોમનાથનું ઐતિહાસિક યાત્રાધામ. ચંદ્રપ્રભાસપાટણ શહેર આજે પણ અનેક ઐતિહાસિક પુરાત, શિલ્પ, સ્થાપત્ય ક વગેરેથી સમૃદ્ધ છે, એની દક્ષિણ-પશ્ચિમ બાજુ વિશાલ મહાસાગરના ભવ્ય તરગે રે આકાશને અડી–અડીને પાણીમાં પછાડા મારી રહ્યા છે, મહાસાગરને ઘુઘવાટ દિવસ અને ૨ રાત સંગીતના શાંતસ્વરને અહિં વહેતાં મૂકી રહેલ છે. સમુદ્રના કિનારા પર ભારતવર્ષમાં સુપ્રસિધ્ધ ઐતિહાસિક યાત્રાસ્થલ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર ઉભું છે. હમણાંજ લાખના ખર્ચે આ મંદિરને જિર્ણોદ્ધાર થઈ રહ્યો છે. દેશ-વિદેશથી અનેક | | પ્રવાસીઓ આ સ્થાનમાં દશનને માટે આજે હજારોની સંખ્યામાં આવી રહ્યા છે. ૧૯મા સૈકામાં જીર્ણોદ્ધાર. | ઈતિહાસ પ્રસિદ્ધ આ તીર્થભૂમિ પર પૂર્વકાલમાં આપણું સંખ્યાબંધ જિનમંદિરે ન ફ્રી હતાં. કાળબળે આપણું એ ભવ્યમંદિરે ધ્વસ્ત થતાં ગયાં, છેલ્લે છેલ્લે વિક્રમ સંવત જ - ૧૮૭૭ના મહાસુદી “ના (આઠમના) શુભ દિવસે આ તીર્થભૂમિને જિર્ણોદ્ધાર થયે ૨ F હતું, તે સમયથી અત્યાર સુધી અહિં આપણાં આઠ મંદિરો એક જ ભાગમાં હતાં. અને કિ જે એક મંદિર જૈનેની બીજી બાજુની વસતિવાળા ભાગમાં હતું, જે આજે પણ ત્યાંજ Eી છે. શહેરમાં આ બે લતાઓમાં જેનોની વસતિ છે. આ આઠ મંદિરમાંથી તીર્થાધિરાજ શ્રી ચંદ્રપ્રભસ્વામી, શ્રી મહાપ્રભાવિક દાદા પાર્શ્વનાથ (દકરીયા પાર્શ્વનાથ) શ્રી શાંતિકે નાથ તથા શ્રી સુવિધિનાથનાં દેરાસર અતિશય જીર્ણ થતાં તેને જિર્ણોદ્ધાર કરવા માટે ET શ્રી સંઘની વર્ષોથી પ્રબલ ભાવના હતી. શ્રી ગજેન્દ્રપૂર્ણ પ્રાસાદનું નિર્માણ શ્રી સંઘની ભાવના ને પૂજ્ય આચાર્યાદિ શાસનપ્રભાવક મહાત્માઓનું પ્રોત્સાહન # મળતાં, એ ભાવના ફળી. ઉપરોક્ત ચારે જિર્ણ મંદિરના સ્થાને એક ભવ્ય, વિશાલ જિનમંદિર બંધાવવા માટે શ્રી સંઘે ત્યારબાદ નિર્ણય કર્યો, એટલે પૂજ્યપાદ શાસન- E પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજયઉદયસૂરીશ્વરજી મહારાજશ્રીના આદેશાનુસાર ૩ તથા હિંદ સરકાર માન્ય સુપ્રસિદ્ધ શિલ્પશાસ્ત્રી શ્રીયુત પ્રભાશંકર ઓધવજીના દરે નેતૃત્વ હેઠળ “ગજેન્દ્રપૂર્ણ પ્રાસાદ' નું નિર્માણ કરવાને શ્રી સંઘે નિશ્ચય કર્યો, ને તે માટે વિક્રમ સંવત ૨૦૦૬ ના વૈશાખ સુદિ ૧૦ ના શિલાસ્થાપન કર્યું. ત્યારબાદ મિ Eી મંદિર બંધાવવાનું કાર્યો ધમધોકાર શ્રી સ થે ઊપાડયું. રોજ-બરોજ સેંકડો કારીગરો ને ફ કામે લાગી જતાં, આલિશાન ભંયરાવાળ, ત્રણ શિખર, તથા ચાર ઘુમ્મટવાળ, ત્રણ S 441451461465644141414141551561571514514614514614714814516965646575 HTEFFFFFFFFFFFFFFFFFFFFFFFFIFERTIFIFFFFFFFFFFFFFI
SR No.539104
Book TitleKalyan 1952 08 09 Ank 06 07
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherKalyan Prakashan Mandir
Publication Year1952
Total Pages98
LanguageGujarati
ClassificationMagazine, India_Kalyan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy