________________
હ*
વર્ષ ૯
ઓસ્ટ-સપ્ટેમ્બર
શ્રાવણ-ભાદર
*
* *
*
*
વાહ', '
જ
?
*
-
1
if કરી
-
-
-
1 ,
જ.
- 4
ન સંસ્કૃતિનું સંદેશવાહક
પ ધા રે , ર્વાધિ રા જ ! પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર્વના પવિત્ર દિવસે આવી રહ્યા છે. માનવ જીવનને પવિત્ર તથા ધન્ય બનાવનારા આ મહામાંગલિક અવસરે આપણે ખુબ જ જાગૃત બનીને આરાધનાની સન્મુખ બનવું જોઈએ. માનવજીવન એ સામાન્ય રીતે ધર્મને આરાધવા માટે મોસમરૂપ ગણાય છે, મોસમમાં જેમ વ્યાપાર કરનાર વ્યાપારીને ધંધામાં કસ આર રહે છે. તે રીતે માનવદેહને પામેલાઓ આ દેહદારા ધમની આરાધના સર્વાગ સુંદર રીતે સાધી શકે છે.
સશ્રેષ્ઠ ઉન્નત આ ચારે તથા વિચારો માટેની ઉમદા તક માનવજીવનમાં છે. માનવતા એ જ માનવનો ધર્મ છે, આ પ્રકારને ધમ માનવને જીવન જીવતાં શીખવે છે, મરતી વખતે સમાધિ આપે છે, તથા ભવાંતરમાં શુભગતિને કેલ છે, ધમને સંબંધ આ કારણે જ સમસ્ત સંસારમાં જે કોઈની સાથે પરમાર્થભાવે હોય તો તે કેવળ આત્મા સાથે જ, છે. શરીર, દ્રવ્ય કે કુટુંબ આદિની સાથે ધમનો વાસ્તવિક સંબંધ નથી જ. હા, શરીરાદિની અનુકૂળતા ધર્મની સાધનામાં સહાયક જરૂર બને, પણ ધર્મનો ઉપકાર તે કેવળ આત્મા પ થાય છે, એ ભૂલવું જોઈતું નથી.
આમાના વભાવ એ જ ધર્મ છે, પણ આજે આત્મા પોતાના સ્વભાવને ભૂલીને બહરિ ભટકતો થયે છે, ચાટે આત્માના તે સ્વભાવને પ્રગટ કરવા માટે શ્રી અરિહે ત ભગવતેએ ધમનાં જે જે આલંબનો ફરમાવ્યાં છે, તેની આરાધના એ પણ ધમની આરાધના ગણાય છે. આ બધાં આલંબને આત્માના શક્તિ સ્વરૂપની પ્રાપ્તિ માટેના નિમિત્તો લેવાથી તે પણ શુદ્ધ ધર્મસ્વરૂપ છે.
આલંબને જેનશાસનમાં ખ્યાતીત છે, જેને જે દ્વારા આત્મધર્મ આત્મસ્વરૂપની પ્રાપ્તિ થા છે, તે તેનાં અલંબન ગણાય છે, છતાં રાજમાર્ગ તરીકે દાન, શીલ, તપ તથા ભાવના, અહિંસા, સંયમ તથા તપ, જ્ઞાન, ક્રિયા આ બધા ધર્મની આરાધના માટે તેમજ શુદ્ધ, આલંબને છે, જેમ જેમ આ બધાં આત્મઉપકારક આલંબનની આરાધના ભાવે એકચિત્તે થતી રહે છે, તેમ તેમ આત્મસ્વરૂપની પ્રાપ્તિ ભણી આત્મા પગલાં ભરે છે.