________________
જૈન સાપ્તાહિક સ્વ. તંત્રી ગુલાબચંદ દેવચંદ શેઠ પ્રકાશક તેત્રી માલી મહેન્દ્ર ગુલાબચંદ શેઠ જૈન ઓફીસ. ઘણાપીઠ પાછળ, પો. બો. નં. ૧૭૫ ભાવનગર-૧ દાટક નક્લના ૬. ૧ વાર્ષિક લવાજમ ગુ. ૫૦
આવન સભ્ય ।. ૫૦ જાહેરાતનાં ર જાહેરાત પેજના ૫. ૭૦૦ કોલમ સે. મી. ૨૮ વિશેષ સમાચાર રૂા. ૫૦
156
અહિં સા અનેકાન્ત અપરિગ્રહના પ્રચાર કાર્યોમાં દરેક ધર્મો પંથો, સંપ્રદાયો, ગહ્લે સમુદાયો, જ્ઞાતિ, કુળો અને પ્રદેશોના ભેદભાવ વગરના દરેક પ્રકારના વિચારોને પોષતું સં. ૧૯૦૩ થી પ્રગટ થતું જૈન સાપ્તાહિક
" શ્રી શત્રુંજય ગિરિરાજનાં અઢાર અભિષેક
શુધ્ધિ અને અશુધ્ધિ તો દુનિયાનાં સર્જન સાથેનો જ નિયમ છે. અશુધ્ધિને દૂર કરવા શૌચર્મ, તપર્ધા, યજ્ઞ, જાપ, સાફસૂફી, ધોવાણ કે અભિષેક આદિ દ્વારા શુધ્ધિ કરવા માં આવે છે.
ပြာ
આપણે ત્યાં અઢાર અભિષેની પરંપરા તો રહેલ છે, તેમજ સ્નાત્ર પૂજામાં પણ અભિષેક તો હોય છે. આ વર્ષે સેંકડો વર્ષો બાદ આપણા તિર્થાધિરાજ ગિરિરાજનો અભિષેક કવાની ગોઠવણ થઇ છે. તેમ દિગંબરોનાં બાવનગજા તીથૅ પણ આગામી જાન્યુઆરી માસમાં અભિષેક થનાર છે. અને હિન્દુઓની પવિત્ર ભૂમિ અયોધ્યામાં પણ રામમંદિરનો પવિત્ર ગંગાજળથી અભિષેક થનાર છે. જે શુધ્ધિકરણની ભાવના છે.
Regd. No. G. B. V. 20 JAIN WEEKLY JAIN OFFICE BEHIND DANAPITH. PB.NO.175 BHAVNAGAR Ph.O. P.P.29919 A. PP. 26839
મુદ્રણ વ્યવસ્થા : શ્રી જૈન આર્ટ પ્રિન્ટર્સ ભાવનગર - ૩૬૪૦૦૧
વર્ષ ૮૭ અંક-૪૪ વીર સં: ૨૫૧૭ વિક્રમ સં: ૨૦૪૭ કારતકવદ ૮ શુક્રવાર તા.૯ નવેમ્બર-૧૯૯૦
-.
શંત્રુજય ગિરિરાજના આખાયે પર્વતને દૂધ તથા પવિત્ર જળથી (ધોવરાવી) અભિષેકથી તીર્થની આશાતના દૂર કરી તખ્તશીલાથી લવાયેલ મહાચમત્કારી અને અલૌક્કિ શ્રી ઋષભદેવના પ્રાચિનબિંબની પ્રતિષ્ઠા પૂજય ગુરૂદેવોની નિશ્રામાં કરી, તેમજ ગિરિરાજના રક્ષણ માટે માતા ચકેશ્વરીદેવીને સહાયક દેવ તરીકે શ્રી ક્વડયક્ષની સ્થાપના કરેલ.... આ વાતને આજે ૧૯૦૦ વર્ષનાં વાણા વાઇ ગયા છે.
|
|
સંવત ૧૦ માં શાશ્વતતીર્થ શ્રી શંત્રુજ્ય ગિરિરાજ ઉપર ધોર આશાતનાઓ થઇ રહે હતી. તેમાં પણ તીર્થના રક્ષક દ્વારા જ અશ્રધ્ધા અને ભક્તિભાવનાના અભા` પ્રભુજીના ચૈતન્યસ્થાનો જ અપૂજ્ય અને અવ્યવસ્થિત રહેવા લાગેલ, એટલું જ નહિ પણ ઉન્મત બનેલા યક્ષ પરિવારના ત્રાસથી ગિરિરાજની આસપાસનો ઘણો ભાગ હિસાના કારણે નિર્જન–વેરાન થઇ ગયા હોય પૂજય શ્રી વ્રજસ્વામિ ધર્મપ્રેમી સુશ્રાવક શ્રી જાવડશાહને જણાવ્યું કે “ આ તીર્થની અશુધ્ધિ દૂર કરો, તેનાં જિર્ણોધ્ધારનુ કાર્ય કરવાની જરૂર છે, તેમજ તીર્થમાં આસૂરિ દૂર કરવા ફરમાવેલ. આથી શ્રી જાવડશાહે માતાશ્રી ચકેશ્વરીદેવીની આરાધના ભક્તિભાવપૂર્વક કરી. પૂ. ગુરૂ ભગવંતોના મંગળ આશીર્વાદ સાથે સં ૧૦ માં એક્વીસ દિવસની સાધના બાદ આ આસૂરિ શક્તિનો સંપૂર્ણ પરાજ્ય કરાવી તીર્થનો જિર્ણોધ્ધાર કરાવવામાં આવેલ અને ત્યાર બાદ શ્રી
ત્યારબાદ શ્રી શંત્રુંજ્ય ગિરિરાજ ઉપર ઘણા ચડાવ ઉતાર, તડકો–છાંયડો આવી ગયા, તીર્થોનો જિર્ણોધ્ધાર પણ સમયે સમયે થતો રહ્યો. અને આજે તો આ તીર્થ મંદિરોના નગરરૂપે આકાર પાીચૂક્યું છે. અને હાલ કોઇ રાજકીય અશાંતિ પણ દેખાતી નથી. છતાં જૈન ધર્મે શાસન અને ધર્માભાવિક્જનોની ઉન્નતિનો અભાવ જણાયછે, ત્યારે ધર્મશ્રધ્ધાળુ ને ભવભીરૂ પૂજ્ય ગુરૂભગવંતો ને સુશ્રાવકોને ભાવના થઇ કે સં ર૦૪૭ ના પોષ સુદ ૬ તા. ૨૩–૧૨–૯૦ રવિવારના આ તીર્થની પવિત્રતાને અશુધ્ધિ કે અમંગળ ભાવોની સ્પર્શના થઇ હોય તેને દૂર કરવા જૈનો જૈનેતરો તેમની ઉચ્ચભાવનાથી તીર્થની પવિત્રતા માટે ઉન્નતિ અર્થે તપ ત્યાગની જ્યોત જલાવે તે માટે મંગળ પ્રાર્થના કરે, તેમજ ઓગણીસસો વર્ષ પૂર્વે થયેલ ગિરિરાજના અભિષેક દૂધ અને પવિત્ર જળોથી ધોવરાવી દૂર કરીને પણ શુધ્ધિ કરીએ....... આવી પવિત્ર અને મંગળ મય ભાવનાને આપણે પણ આવકારીએ. તેના આયોજનર્તા શ્રી સુરત જૈન વીસા પોરવાલ જ્ઞાતિ- સુરત- મુંબઇના ભાઇઓના ઉત્સાહી કાર્યકરોને તન-મન-ધનથી સહકાર આપીએ.
આ