SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષમાં એક દિવ્ય ઔષધિ માન કર્યું કે કોઈની આ કામ બગાડ્યું. આપણે ' અહીં પૂરી થતી નથી. Weત Nછે. N મુનિશ્રી ભુવનચંદ્રજી ક્ષમાનું હથિયાર જેના હાથમાં હોય તેને દુજન શું કરી શકશે? ઘાસન તણખલું ય ન હોય એવી જમીન પર આગ સ્વયં શાંત થઈ જશે. -સંસ્કૃત સુભાષિત * કોઈકે આપણને કડવા શબ્દો કહ્યાં, ત્રાસ આપ્યો કે આપણું કામ બગાડયું. આપણે દુઃખ અનુભવ્યું, આપણે કે ને આકરાં વેણ કહ્યાં, અપમાન કર્યું કે કેઈની આડે આવ્યા, આપણે એને દુઃખ પહોંચાડ્યું, વાત અહીં પૂરી થતી નથી. દુઃખની રેખા અંતરમાં કેતરાઈ જાય છે. દુઃખ આપનાર વ્યક્તિ પ્રત્યે દ્વેષ અને રોષ છૂટા રમે છે. એ પીડા કદાચ જીવનભર ચાલતી રહેશે. દુઃખ આપનાર દુશમન કરે છે, બદલે લેવાના પેંતરા રચાતા રહે છે, દુઃખની સંતાપની વૃદ્ધિ થતી રહે છે, વાત અહી પણ કયાં પૂરી થાય છે? શ્રેષ-રોષના પાણી પીને વૈરને વેલે ફાલે ફલે છે. તેના પર સર્વનાશનાં ફળ બેસે , એના બીજમાંથી ફરી નવાં વૈર, સંધર્ષો જાગે છે; આ શૃંખલા જન્માંતર સુધી ચાલ્યા કરે છે. વૈરી આપણને એકવાર પીડા આપે છે. એની પ્રત્યે દ્વેષ રોષ જગાડતા રહીને આપણે સતત્ બળતા રહીએ છીએ એ મૂર્ખાઈ માટે દુશ્મનને દોષ દેવાય તેમ નથી. દેહ પર ઘા લાગે ત્યારે મલમ ચેપડીએ; તેમ દિલન ઘાવને રૂઝવવાને એક ઉપાય ઝટ કરીએ એમાં જ શાણપણ નથી શું ? | દિલ ઘા રૂઝવતી દિવ્ય ઔષધિ છે- ક્ષમા. તમારા હૃદયને કોઈ ચોટ લગાવે ત્યારે એ વ્યક્તિની ખબર લેવાને બદલે ઝટ તમારા દિલની સંભાળ લે, ક્ષમાને મલમ ઝટ લગા. દુષ્ટ વર્તનની સામે દુષ્ટતાને પ્રત્યાઘાત આપવા કરતાં માફ કરી દેવાને પ્રતિભાવ આપવામાં તમે કંઈ ગુમાકતાં નથી, પરંતુ ઘણું મેળવો છો. ક્ષમા દુષ્ટતાને ઓગાળી દેશે ને કદાચ દુશ્મનનાં જ તમને દિલેજાન દોસ્ત મળી આવશે. અને ના નાના-મોટા દેને જરા ય ન ખમી શકનારા અસહિષ્ણુ લોકો ખરેખર જુઓ તો દયાપાત્ર હોય છે. વૈયું સગડીની જેમ ધખતુ રહે એ જેવી તેવી પીડા છે? બીજાની દરેક કસુર પર પસ્તાળ પાડનારે માણસ પોતાને ઉગરવાના પૂલને પોતાના હાથે તેડી પાડે છે. ક્યારેક એની પોતાની કસૂર થશે, ત્યારે લોકો એને માફ નહિ કરે. અંતસ્તાપના અભિશાપથી મુક્ત રહેવું હોય તે નકકી કરી લે, | સહિષ્ણુ બનીશુ. | બીજાની ભૂલને ભૂલી જતા શિખીશું. ] દુષ્ટતાની સામે સૌજન્ય જ દાખવીશું. આત્મશુદ્ધિનું મહાન પર્વ પર્યુષણા. - પંન્યાસ શ્રી અભયસાગરજી મહારાજ : હામંગલકારી પર્યુષણ પર્વ સકળ પર્વોમાં શિરમણિ તુલ્ય છે. કેમકે શરીરના પિષણ માટે આમોદઅમેદની જેટલી જરૂર છે તેટલી જ જરૂર મનની અપૂર્વ શાંતિ માટે સદ્દવિચારોના ભવ્ય વાતાવરણની છે. (ા સના વિચારો સારા ખેટા વાતાવરણના દબાણથી ઘટ્ટ થઈ નકકર સ્વરૂપ પકડે છે. આજના યુગમાં માનવીએ રોકેટ અને પુટનિક જેવા સાધનો આવિષ્કાર કરીને પોતાની ભૌતિક લાલસાએ એને આશા-તૃષ્ણાના ક૯૫ના-તરંગથી પિતાની આસપાસ એવું વાતાવરણ સર્જી દીધું છે કે જાણે-અ વયે પણ વિકૃત વિચારો અને મલિન ભાવનાઓને પ્રવાહ જીવનને ઉન્માગે ખેંચી જાય ! તે છતાં તેની ગંભીરતા કબૂલાતી નથી! મા છે આજે તથાકથિત પ્રગતિવાદી યુગના માનવીની કરૂણ કહાણી ! નથી પર્યુષણ પર્વ એમ સૂચવે છે કે – વિચારની ભૂમિકાએ “હું અને મહારૂ”ની ભાવનાનું જોર ઘટયું કે સુખ અને શાંતિ માનવીના પગ ચાટતી આવે, વગર–કહે જગતની સમૃદ્ધિ દાસી થઈને રહેવા તત્પર બને.” પર્વાધિરાજની મંગળ આરાધનાથી એવી ઉદાત્ત પરિસ્થિતિ સર્જાય છે કે જેના બળે માનવી વ્યષ્ટિમાંથી સમષ્ટિમાં જવા રૂપને ઉર્વ મુખ વિકાસ સફળ રીતે સાધી શકે છે. ઝું માની ભાવના માનવીના વિચારોને દૂષિત કરે છે, પરિણામે સ્વાર્થની મર્યાદાઓ ઉભી થાય છે. છે તેમાં ડું ઈ જતી માનવીની શક્તિઓ વિકૃત બની હિંસા, જુઠ, ચોરી આદિ દૂષિત વ્યવહારની ગંદકી ઉપજાવે છે. તેથી પર્યુષણ પર્વ આન્તરિક શુદ્ધિના મહત્ત્વને સમજાવે છે.
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy