SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ જરાક વાંચી લેશો.. [લે, પરમપૂજ્ય આચાર્ય દેવશ્રી વિજયલબ્ધિ-વિક્રમસુરીશ્વર પટ્ટધર પ.પૂ.આ. શ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ] [ રોજ બરોજના જીવન પ્રવાહમાં બનતી ઘટનાઓ આપણને વિહળ બનાવે છે. પણ ભ્રમરસમી વૃત્તિના સ્વામી પૂજ્ય આચાર્ય દેવશ્રી રાજયશસૂરીશ્વરજી મ. સાહેબે જગતને કઈ દૃષ્ટિએ નિહાળ્યું છે તે તેઓશ્રીની આગવી કલમે આલેખાયેલ છે. પૂજ્ય આચાર્ય મહારાજ આલેખે છે. અને કહે છે “જરાક વાંચી લેશો!”માં સરળતાને ઉપસાવતી સહજ સાદી-સીધી વાતે વાંચો અને સહજ દષ્ટિએ જગતને નિહાળે. ] -- સાધર્મિકની ટીપમાં ય પહેલે સાધર્મિકને ટીપવામાં ય પહેલો! સાધમિકની ટીપ સુંદર થઈ છે! સરળ વહીવટદારે કહ્યું-“ચાલે ગુરુભગવંતને પૂછીએ કંઈ આર હોય તે ! વહીવટદા પૂજ્ય ગુરુભગવંત પાસે આવ્યા. સાહેબ ! ટીપ સુદર થઈ છે,” કંઈક આજ્ઞા હોય છે? ભાઇ, ટ પ તમે કરી છે તમને ફાવે તેમ સુંદર વહીવટ કરજો, ભક્તિ કરવા માટે છે. લેનાર અને આપનાર બંનેનું ગૌરવ વધે તેનું નામ ભક્તિ. પણ.સાહેબ ! આપની કંઈ આજ્ઞા હોય છે? ગુરુ ભગવંતે સ્મિત કર્યું. કેમ સાહબ ! હસે છે? તમને હજી આ કાળને રંગ લાગ્યો નથી માટે. મોટા ભાગના વહીવટદારો પહેલા સાધુને નમે છે, કામ પતી ગયા બાદ દમે છે, તમને રંગ નથી લાગે પણ મારે કશું કહેવાનું નથી. તમારા સંઘમાં કોઈ સુચાગ્ય વ્યક્તિ હોય તે જજે ! વહીવટદારે એક બીજાની સામે જોઈ રહ્યાં, એકે “ જાને કહ્યું- “ સાહેબને તેના માટે કહી જુઓ” બીજા વહીવટદારે કહ્યું “જુએ સવારે આપની સેવામાં પેલા ભાઈ આવે છે. તેને પગાર ,કે છે ?' ખૂબ મુશ્કેલી ભોગવે છે. અમારા સંઘમાં તે બીજી કઈ વ્યક્તિ એવી નથી. બધા સાધન સંપન્ન છે. મહારાજે વહીવટદારોને કહ્યું – તમે તેમની ભક્તિ કરો ખૂબ થાય છે. સાહેબ, એ માટે જ આ બધું કામ છે. અમે કુટુંબની મુસીબત જોઈને મુંઝાઈએ છીએ ઘણીવાર તેઓને સમજાવ્યું. પણ તે ભાઈ એકના બે થતા નથી આપ જરા સમજાવી જુઓ. , ગુરુભગવંતે કહ્યું-“ઈશુ વર્તમાન જોગ, અને ત્યારબાદ એ પરિવારની દર્દભરી દાસ્તાન કી ઘી-દૂધ એ ઘરમાં વર્ષોથી આવ્યા નથી . મોજ-શોખ તે શું ? જીવન જરૂરિયાત માટે ફાંફા છે. ટ્રસ્ટનું મકાન ન હોત તો મુંબઈના દરિયામાંજ પડ પડત ગુરુમહારાજે ઘણું સમજાવ્યું પણું તેણે યાદગાર શબ્દ કહ્યા, સાહેબ ! આપ તપ ત્યાગ કરે સંયમ પાળ... આખો દિવસ ક્રિયા કરે. આપને કોઈક જરૂરિયાત હોય તે શું કરો ? અમે તે સંસારી છીએ, ધીના બદલે તેલ, અને તે ન હોય તે લખુ ખાવામાં અમને એ વા? અને તેણે ભક્તિના કવર તરફ દષ્ટિ પણ ન કરી, શ્રાવક માથે હાથ મુકાવી ચાલ્યો ગયે, સાંજે ટ્રસ્ટીઓ આવ્યા, - - સાહેબ શું થયું ? ભાઈ, તમારા સંઘને વર્તમાનકાળને પુષિઓ શ્રાવક છે, તે ભાઈ. માને તે નથી, : ગુરુમહારાજે કહ્યું. પણ એ ભાઈ નોકરી કયાં કરે છે? સાહેબજી! પિલા સૌથી આગળ બેસનાર સ ધમિકની આ ટીપમાં સુંદર રકમ લખાવી છે તે શેઠને ત્યાં મહારાજ સાહેબે કહ્યું –“ એ શેઠ એમ પગાર વધારી ન દે !” અને બધા જ દ્રસ્ટીઓ એક સાથે બોલી ઉક. સાહેબ ! જે, જે, ભૂલેચૂકે પણ એમને કહ્યું કહેતા નહી. ' મહારાજ ઉપાશ્રયની દિવાલને પૂછવા લાગ્યા હે દિવાલે ! અમારે આવી દિવાલ કરતાં જાતના દેવાળીયા બની ગયેલા શ્રાવકે વચમાં જ રહેવાનું છે? લાખાને ખર્ચ સદ્વ્યયમાં કરીએ , પણ ઘર આંગણાના સાધર્મિકને દુભાવીએ, કેમ ચાલશે આ ઢાંગ ? દિવાલેએ કહ્યું “સાહેબ! અહીં તે આવું જ ચાલે છે. આપને ન રહેવું હોય તે કરે વિહાર.” I સાધુ મહારાજની આ કરૂણાભીની થઈ ગ અને અંતરના આર્તનાદે પ્રાર્થનામાં લાગ્યા પ્રભુ સહને કીર્તિથી દૂર રાખજે, કર્તવ્યના પંથે ડગ ભરાવજે. .. | ( મુંબઈ શહેરની સત્યઘટના પરથી આધારિત)
SR No.537884
Book TitleJain 1987 Book 84
Original Sutra AuthorN/A
AuthorMahendra Gulabchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1987
Total Pages188
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy