________________
ભારતભરમાં અજોડ અને આદર્શ એક જૈન સ્ત્રી શિક્ષણ સંસ્થા
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલિતાણા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વમાં શ્રાવિકાશ્રમની દાનની ગોળી છલકાવે દો!
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની શીતળ છાયામાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્ટા છેલ્લા ૫૧ વર્ષથી હેના ઉત્કર્ષ માટે ચાલતી આદર્શ સંસ્થા છે. ભારતભરમાં જૈન બહેનો માટેની આ એક અજોડ સંસ્થા છે. આ સંસ્થામાં સધવા, વિધવા, ત્યક્તા અને કુમારિકા જૈન બહેનને જૈન શાસનની પ્રણાલિકા મુજબના આચારોના પાલન સાથે દાખલ કરવામાં આવે છે,
આ સંસ્થામાં બહેને અને બાળાઓને શુદ્ધ અને સાત્વિક ખાન-પાન અને રહેવાની સગવડ આપવા સાથે તેમને ધાર્મિક તેમજ વ્યવહારિક શિક્ષણની, ભરત-ગૂંથણ અને શીવણ કામના ડીપ્લેમાં કેર્સની. સંગિતની, એસ. એસ. સી. (મેટ્રિક) કોર્સની, હિન્દીના અભ્યાસની એવી દરેક પ્રકારની સગવડતા સંસ્થા તરફથી આપવામાં આવે છે.
નિઃસ્વાર્થ સેવાના ઉદ્દેશથી શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ આ કાર્ય વ્યવસ્થિતપણે કરે છે. આ કાર્યને, આ પ્રવૃત્તિને, આ સેવાયજ્ઞને પ્રજવલિત રાખવા માટે સંસ્થાને પ્રતિવર્ષ અઢી લાખ રૂપિયાનો ખર્ચ આવે છે. દિન-પ્રતિદિન વધતી મોંઘવારીથી આ ખર્ચના આંકડા વધતા જ જાય છે. ખર્ચની સામે દા 1 આંકડા વામણા હોય છે. નાના હોય છે. આથી જ પૂજ્ય પદસ્થ મુનિ ભગવંતો અને પૂજ્ય સાધ્વીજી મહારાજે તેમજ ચતુર્વિધ સંઘો અને સમાજના દાનવીરોને આ સંસ્થાને ઉદારદીયે સહાય આપી–અપાવે સંસ્કાર ઘડતરના આ અમૂલ્ય વારસાને જાળવી રાખવા નમ્ર અપીલ કરવામાં આવે છે.
આ સંસ્થાને ઇન્કમટેક્ષ, એકઝમ્પસન સર્ટિફિકેટ મળેલ છે. જેથી દાનમાં અપાતી રકમ ઉપઃ ઈન્કમટેક્ષ લાગતું નથી,
આપ સૌ પાલીતાણા પધારે ત્યારે જરૂર આ સંસ્થાની મુલાકાત લેશે અને સંસ્થાને તન, મન, ધનથી સહાય, સહકાર અને માર્ગદર્શન આપી આભારી કરશે
-: નિવેદક – ધરમશી જાદવ વોરા
માનદ્દમંત્રી
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ પાલિતાણા આપનો ફાળે આ સરનામે મોકલે(૧) સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલિતાણા. (સૌરાષ્ટ્ર) (૨) શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ
કલ્પના” ત્રણ બંગલા, સહકાર નિકેતન સોસાયટી સામે, નવરંગપુરા, અમદાવાદ- ૯. (૩) શેઠશ્રી જવતલાલ પ્રતાપશીભાઈ
૯૭, સ્ટોક એક્ષચેન્જ ન્યુ બિલ્ડીંગ, એપલ સ્ટ્રીટ, ફેટ, મુંબઈ-૧. (BR)