________________
- આળસ અને ઉદ્યમ : પ્રમાદ અને જાગૃતિ
ની શાસ્ત્રકારોએ આળસને દુશમન અને ઉદ્યમને મિત્રની ઉપમા આપી છે. તે માનવીના સમગ્ર જીવન, પાન અને એના ઉત્કર્ષનો ખ્યાલ રાખીને આપી છે. બીજા બહારના દુશમનો તે જ્યારે એમને : નવકાશ કે અવસર મળે ત્યારે છાપો મારીને અહિત કરે છે અને નુકશાન પહોંચાડે છે; પણ માનવીના શરીર અને મનના અણુ અણુ સાથે એકરૂપ થઈ ગયેલ આળસ તો એવો વિલક્ષણ અને ખતરનાક દુશ્મન છે કે જે, જીવલેણુ ક્ષયરોગના જંતુઓના ટોળાની જેમ, પળે પળે માનીના હીર અને તેજને ચૂસી લઈને એને નિરાશ, નિસ્તેજ અને નિષ્ક્રિય બનાવી દે છે. પરિણામે, અંધ માનવીને માટે જેમ દુનિયા ૨ માખી અદ્રશ્ય બની જાય છે એમ, એને માટે વિકાસ, ઉન્નતિ કે ઉત્કર્ષના દરવાજા બિડાઈ જાય છે; અને છેવટે એ માનવજીવનને સારમાત્ર ગુમાવી દઈને પશુઓના જેવું અથવા એમના કરતાં પણ વધારે હર કી કેટીનું જીવન જીવે છે !
હા માં આવેલ સોનેરી અવસરને જાણીબૂઝીને ગુમાવી દેવાની જેમ પોતાના જીવનની આવી અવદશા થવા ન પામે અને પોતાની શકિત-બુધિનો વધારેમાં વધારે વિકાસ અને જગકલ્યાણ માટે ઉપયોગ થઇ શકે એનો સૌથી પહેલો ઉપાય છે સતત ઉદ્યમશીલતા, અથવા અખ ડ જીવન જાગૃતિ. આ આળસ અને ઉદ્યમપરાયણતાને જ ભગવાન તીર્થકરે પ્રમાદ અને અપ્રમાદ તરીકે ઓળખાવેલ છે. અને પ્રમાદના કાળા પડછાયાથી પળેપળ બચવાનું અને જીવનના એક એક અંશ અને એક એક ક્ષણને અપ્રમાદ. અપ્રમત્ત દશા-અખંડ જાગૃતિના પ્રકાશથી આલેકિત કરવાનું ફરમાવ્યું છે. સતત અપ્રમત્તા રહીને ધ , અને મોક્ષ માટે પુરુષાર્થ કરનાર સાધક જીવનસિધ્ધિ અને જગકલ્યાણની દિશામાં જે સફળતા મેળવે છે તે અપૂર્વ હોય છે. એટલા માટે જ શ્રમણ ભગવાન મહાવીરે પ્રથમ ગણધર ગુરુગૌતમરવામાં મને એમી મારફત સમગ્ર માનવજાતને પળમાત્ર જેટલા પણ પ્રમાદ ન સેવવાનું ઉદબોધન કર્યું છે. રજમાત્ર તેટલી પણ બેદરકારી કરી કે આમાનું અહિત કરનારા દુશમનો કે ચોરો અ દેર પ્રવેશી ગયા જ સમજો !
૫ અપ્રમાદનું આવું ખતરનાકપણું અને અપ્રમાદનું એવું ઉપયોગીપણુ અને ઉપકારીપણું સમજવું. કદાચ અતિ મુશ્કેલ નહી હોય, પણ એનું આચરણ કરવું, એ તો ખૂબ મુશ્કેલ છે. પણ મુરલીનો સામનો કર્યા વગર અને તકલીફને વેઠયા વગર કોઈપણ મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી ન ય એ પણ એટલું જ સાચું છે. બગાસું ખાતા સાકરને ટુકડો મોઢામાં આવી પડે, એની જેમ અનાયા કે ઓછા પ્રયાસે કે ઈ. સફળતા મળી જાય તે એનું મુલ્ય પણ કેટલું અને સ્થાયી રહેવાપણું પણ કેટલું " ? એ તો બધું પાણીના પરપોટા જેવું અલ્પજીવી જ નીવડવાનું ! પિતાની સાધનાને અખંડ અપ્રમત્ત ના દિવ્ય રસાયી રસી દેવા માટે ભગવાન મહાવીરે તથા એમના જેવા આત્મસાધક વીરોએ કેવાં કેવાં કષ્ટો સામે ચાલીને, સ્વસ્થતા પૂવર્ક અને અદીનભાવે સહ્યા હતા !
આ પ્રમાદની આરાધના કરીને આત્માને અનાદિકાળથી વળગેલાં ઘેરાં અંધારાને ઉલેચીને પ્રકાશની દિશામાં હેરી જ વાનો સાચે અને સફળ રાજમ – ભગવાને પિતાની આત્મસાધના અને જાતે અનુભવના બળે આ પણને બહુ જ ટૂંક ઉપદેશમાં છતાં બહુ જ સ્પષ્ટ રૂપમાં સમજાવી દીધું છે. એ માર્ગ છે જીવનને અહિંસા સયમ અને તપની સાધના માટે સમર્પિત કરી દેવાનો મોહ, માયા, મમતા, સંપત્તિ, સાહ્યબી અને બે વિલાસની કામનાનો ત્યાગ કરીને તપ, ત્યાગ, વૈરાગ્ય, સંયમ અને કષ્ટ સહન ( તિતિક્ષા ) ના માગ ને સમજણ અને હર્ષપૂર્વક સ્વીકાર કરવો એ જ પ્રભુને પામવાને અર્થાત્ પિતાના આમોમાં અમર ૫રમાત્મભાવને જાગ્રત કરવાને રાજમાર્ગ છે. એ રાજમાર્ગે ચાલવાનું સંકલ્પબળ આપણને . મળે અને પ્રમાદ–આળસથી બચવાની તથા ઉદ્યમ–જાગૃતિને અપનાવવાની બુદ્ધિ આપણામાં જાગે એવી અંતરથી પરમકૃપાળ, અને જગઉપકારી પરમાત્માને પ્રાર્થના કરીએ. “ આપ સમાન બળ નહીં ” એ સન તન નીતિ વાક્યનો આશય એ જ સિદ્ધિનો સારો ઉપાય છે, એજ આ કથનનો ભાવ છે.