________________
ક્ષુધાત અને રસના અથી કાક આદિ જે પક્ષીઓ પોતાના આહારને શોધી રહ્યા છે. તેમને નિરંતર બેઠેલા જોઈને, તથા બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ, અતિથિ, ચંડાળ, ખિલાડી, અથવા કુતરાને માર્ગમાં
મેઠેલા
જોઈને તેમની આજીવિકાના વિચ્છેદ ન થાય તથા તેમને અપ્રીતિ ન થાય એના ખરાબર ખ્યાલ રાખીને ભગવાન્ ધીમે ધીમે ચાલતા હતા અને કોઈપણ જીવને પીડા ન થાય તે રીતે આહાર ગ્રહણ કરતા હતા.
ભગવાન્ શસ્ત્રપ્રહારાદિ જન્મ આગંતુક શગોથી પૃષ્ટ હાય કે દેહજન્ય રાગોથી અસ્પૃષ્ટ હોય તો પણ ચિકિત્સાને ઇચ્છા નહાતા.
|
|
દહીં આદિથી સરસ આહાર મળે કે વાલ, ચણા આદિ શુષ્ક આહાર મળે, ઠંડા આહાર મળે કે જીના ધાન્યમાંથી બનાવેલ આહાર મળે, કેાઈ વખત આહાર મળે અને કોઈ વખત આહાર ન પણ મળે—બધા સંયાગામાં ભગવાન્ રાગ–દ્વેષથી રહિત રહેતા હતા.
|
(અનુસધાન પાના ૧૬૮નુ' ચાલુ) [ભગવાન્ સુધર્માંસ્વામી જ'ખૂસ્વામીને ઉદ્દેશીને કહે છે કે] આ પ્રમાણે તમને પ્રભુની સાધના વિષે કહુ' છું. ઉદ્દેશેા-૪
ભગવાન શાથી અસ્પૃષ્ટ હોવા છતાં પણ ઉણાદરી
કરતા હતા.
ભગવાન વિરચન, વમન, તૈલ આદિથી ગાત્રમર્દન, સ્નાન, બાધ (શરીર ખાવવુ–પગચ′પી આદિ) અને તપ્રક્ષાલન કરતા કે કરાવતા નહોતા.
પ્રભુ શબ્દ માદિ ઇંદ્રિયાના વિષયાથી વિરત થયેલા હતા. બહુ ખેલતા પણ નહાતા. આ રીતે, અહિંસક ભગવાન સંયમમાગ માં વિચરતા હતા.
શિશિર (ઠંડા) ઋતુમાં પણ ભગવાન્ છાયામાં એસીને ધ્યાન કરતા હતા.
પ્રભુ ગ્રીષ્મઋતુમાં તાપ તરફ મુખ રાખીને ઉકુટુક આ.તે એસીને માતાપના લેતા હતા.
લુખ્ખાએ દન, મથુ (બારકુટા આદિ) અને અડદ—આ પદાર્ધાથી પ્રભુ જીવનનિર્વાહ કરતા હતા. આઠ ઋતુ ૬ મહિનામાં આ ત્રણ પદ્મા (લુખ્ખા એદન, મથુ, અડદ)નું સેવન કરીને જીવન
યાપન કરતા હત .
કેટલીકવાર બાઁ મહિને, મહિના, કંઈક અધિક એ મહિના, અથવા છ મહિના સુધી પણ પાણી પીધા વિના ભગવાન્ વિચરતા હતા.
ભગવાન્ છા, અટ્ટમ, ચાર ઉપવાસ, પાંચ ઉપવાસ આમ વિવિધ તપશ્ચર્યા સમાધિપૂર્વક કરતા હતા.
હેય અને ઉપાદેયને જાણનારા ભગવાન પાતે પાપ કર્મી કરતા નહેાતા, ખીજા પાસે કોઈ કરાવતા નહેાતા, કાઈ કરે તેની અનુમેાદના પણ કરતા નહેાતા.
ભગવાન્ ગામ અથવા નગરમાં પ્રવેશ કરીને ગૃહસ્થે પોતાને માટે કરેલા આહારની શોધ કરતા હતા. તથા શુદ્ધ આહારને મેળવીને યોગા ઉપર સંયમ રાખીને તે આહારનું સેવન કરતા હતા.
: જૈન
બધા સંયોગામાં, ભગવાન કોઈપણ આસને, જરાપણ મુખ ઉપર વિકાર લાવ્યા સિવાય, ધર્મ કે શુક્લધ્યાનમાં લીન રહેતા હતા.
કોઈપણ જાતના આગ્રહ વિના, સમાધિનું જ મુખ્ય લક્ષ્ય રાખાતે, ઉપર, નીચે તથા તિખ્ખુંલાકમાં રહેલા વિવિધ પદાર્થાના સ્વરૂપનું પ્રભુ ધ્યાન કરતા હતા.
ક્રાધ, માન, માયા લાભથી રહિત, આસક્તિથી રહિત તથા શબ્દ અને રૂપમાં મૂર્ખારહિત બનીને પ્રભુ
ધ્યાન કરતા હતા.
વિવિધ પ્રકારે સાધનામાર્ગમાં પરાક્રમ કરતા પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં હતા ત્યારે પણ તેમણે કાઈવાર પ્રમાદ કર્યાં નહોતા.
|
સ્વયમેવ સંસારના સ્વરૂપને જાણીને, આત્મશુદ્ધિથી મન–વચન-કાયાના યાગાને સુંદર રીતે એકાગ્ર કરીને અત્યંત ઉપશાંત બનેલા તથા માયારહિત ભગવાન યાવજ્જીવ સમિત રહ્યા હતા.
|
કોઇ પણ પ્રકારના હઠાગ્રહથી રહિત, અહિંસક તથા મુદ્ધિમાન ભગવાન મહાવીર પ્રભુએ આ માર્ગીનું આચરણ કર્યું છે.
[ ભગવાન્ સુધર્માંસ્વામી જંબૂસ્વામીને ઉદ્દેશીને કહે છે કે] આ પ્રમાણે તમને પ્રભુની સાધના વિષે કહું છું.
( સંપૂર્ણ )
સાપ્તાહિક પૂર્તિ
93