________________
– મણકા – – છે i, જિનેશ્વર ભગવાનના ચરણકમલને નમસ્કાર, હમેશાં આય- અન્ય પુરુષની 1 સોગ, વિચારી મનુષ્યના ગુણસમુદાયનું કીર્તન, (બીજાના) દોષ કહેવામાં મૌન વ, દરેકને પ્રિય અનેરી વચન, અને આત્મતત્વને વિશે ભાવના, આટલી વસ્તુઓ જ્યાં સુધી શેક્ષ ન મળે અધી દરેક ભવમાં મને પ્રાપ્ત થાઓ.
–મંત્રી ૨ શ્રી વસ્તુપાળ
થેલે મળે છે. અને અત્યારે તે એનું મૂલ્યાંકન કરવું પણ મુશ્કેલ બની જાય એટલે એ સમૃદ્ધ છે.
શિલ્પ-સ્થાપત્યની કળાને જૈનસંઘનો વારસો તે આ ચિત્રકળાના વારસા રતાં પણ ઘણે વિશાળ અને સમૃદ્ધ છે; એ જેમ ઘણા પ્રાચીન સમયને સ્પર્શે છે, તેમ એની કેડીએ આપણી નજર સામેના વર્તમાનયુગને પણ સ્પશે છે. અર્થાત્ અત્યારે પણ શિલ્પ-સ્થાપત્ય. ઉત્તમ નમૂના રૂપ જિનમંદિરો કે જ્ઞાનમંદિરો જેવી ઈમારત બનતી જ રહે છે. અને જ્યારે આ શિપ-સ્થાપત્ય કળાના પ્રાચીન–અર્વાચીન વારસામાં, એના જ એક મહત્વના અંગરૂપ, પાષાણ તથા ધાતુની પ્રાચીન -અર્વાચીન નાની તેમ જ વિશાળકાય જિનપ્રતિમાઓ તથા અન્ય મૂર્તિઓના 'રિસાને ઉમેરે કરવામાં આવે છે, ત્યારે તે આપણા આ કળાના વારસાની વિપુલતાની, ગુણવત્તાની અ કિંમતની કઈ અવધિ જ નથી રહેતી.
ભારતવર્ષના એક નાના સરખા અંગરૂપ જૈન સંઘનો આ સાહિત્ય અને કળ ને વારસો તે આખા દેશની અમૂલ્ય અને વિપુલ સંસ્કાર સંપત્તિરૂપ ગણાય એવો છે; અને, સદ્ ભાગ્યે, આપણા દેશના તેમ જ વિદેશના આ વિષયના નિષ્ણાત અને નામાંકિત વિદ્વાનેએ એનું ૨ પ્રકારનું મૂલ્ય પિછાન્યું છે, એટલું જ નહીં, એમણે આ દિશામાં, પિતાને સુલભ બનેલી સાધન-સામગ્રીના પ્રમાણમાં, સેંધપાત્ર કામ કરીને આપણી સામે, આવું કામ કેવી રીતે થવું જોઈ છે એના, ઉત્તમ નમૂના પણ રજૂ કર્યા છે. આ બાબતમાં અફસોસ કરવાનું મન થાય એવી મોટી ખામી તે એ છે કે સાહિત્ય અને કળાના આપણા આવા અમૂલ્ય અને અસાધારણ વારસાના મહત્ત્વ ને આપણે હજી સર્વાગીણ અને યથાર્થ રૂપમાં સમજી શક્યા નથી. અને તેથી દર વર્ષે સાહિત્ય અને કળાને લગતા ગ્રંથેના પ્રકાશનમાં તથા એવા વિષયોને પ્રેત્સાહન આપવામાં લાખો રૂપિયાનું છે એ કરવા છતાં એ દિશામાં નકકર, નમૂનારૂપ અને સ્થાયિગુણવત્તા ધરાવતું કાર્ય આપણા હાથે બહુ જ ઓછું થાય છે, એ કડવી છતાં સાચી વાત છે. અને તેથી આટલું બધું ખર્ચ અને આટલી બી મહેનત ઊગી નીકળે અને આ દિશામાં ખર્ચેલ પૈસો ધનનું વાવેતર કરવા જે ફળદાયી બને એ માટે કંઈક પણ રચનાત્મક, વ્યવહારુ અને કાયમી યોજના તૈયાર કરવાની ખાસ જરૂર છે. અમારી નમ્ર સમજ મુજબ, આવી યોજનાને અર્થ છે જૈન સાહિત્ય પરિષદ જેવી એક કાયમી સંસાની સ્થાપના અને એ હમેશને માટે નિશ્ચિતપણે આ કાર્ય સારી રીતે કરી શકે એવી આર્થિક અને બીજી વ્યવસ્થા.
આમ જોઈએ તે જૈનસંઘમાં શિક્ષણની તેમ જ સાહિત્યની બન્ને પ્રકારની સં થાઓ અનેકાનેક છે. અને છતાં આ દિશામાં ઘણું ઘણું કરવાનું બાકી હોય એમ સ્પષ્ટ દેખાય છે. શિક્ષણના ક્ષેત્રે મોટે ભાગે વિદ્યાર્થીગૃહો કે સામાન્ય ધાર્મિક શિક્ષણ આપવાનો પ્રયાસ કરતી સંસ્થાઓ છે; પણ શિક્ષણના ક્ષેત્રમાં સ્વતંત્ર અને આગવી કામગીરી બજાવીને ઊછરતી પેઢીના રસ્કાર-ઘડતરમાં નવી અને આવકારદાયક ભાત પાડી શકે એવી સંસ્થા તે ઊભી થવી બાકી જ છે. અને શિક્ષણને
૪૩૪
ત, ૨૧-૬૭.