SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ મડાની ભૂલ નહિ, ઉચ્ચારની અશુદ્ધિ નહિ, જાણે પતિ પઢી રહ્યો એક પણ ભૂલ વિના, જ્યારે જસવતે ભક્તામરને પાઠ પૂર્ણ કાર્યો, ત્યારે મા પિતાના આ બાળની બુદ્ધિ પર ઓવારી ગઈ. એનું માથું ચુમતા એ બોલી : બેટા ! તું મારાથીય છાનું-છુપું રાખે છે ?” “કેમ મા આવું બોલે ?” જસવંતે આશ્ચર્ય બતાવ્યું. “મારા બળામાં બેસાડીને હું તને રોજ ભણાવું છું. હજી તે બે પ્રતિક્રમણથી તું આગળ વો નથી ને આ ભક્તામર તને કયાંથી આવડી ગયું ? આશ્ચર્ય સાથે માનો આનંદ જોઈને જસવંત નાચી ઉઠે. એ બોલ્યો : મા ! કેમ વળી તું ભૂલી ગઈ ! તારી સાથે ઉપાશ્રયે હું રોજ-રોજ આવતે ને ભક્તામર સાંભળતે, એટલે મને એ યાદ રહી ગયું. ચાલ, હવે તે જમવા આવીશ ને ? જસવંતે માનો પાલવ ખેંચ્યો. સૌભાગદે ઊભી થઈ ગઈ. પ્રતિજ્ઞા હવે પૂરી થઈ ગઈ હતી, ભવિષ્યની મહાન ઈમારત, એક ઈંટમાં સૂતેલી હોય છે. સાગર શી વિશાળ સરિત નું ઉગમ શરૂઆતમાં તે એક નાના શા ઝરણ જેવું જ હોય છે. ખરે જ ઈંટમાં ઈમારત–આ સત્ય કૌભાગદેને આજે સમજાયું હતું. આ જસવંત, આગળ જતાં ઉપાધ્યાયજીશ્રી યશોવિજયજી ગણિવરમાં પલટાયો ! [ તાજેતરમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક “શ્રી અમર ઉપાધ્યાયજી'માંથી દરેક ઉદ્યોગોને ઉપયોગી એનેડાઈઝ એલ્યુમીનીયમની અવનવી-કલાત્મક-રંગબેરંગી એડવર્ટાઇઝીંગ નેવેલ્ટીઝ અને મેટલ બેબલ્સ માટે લખો : એક્સેલ પ્રોસેસ પ્રા. લી. ૨૨-ડી. પારસીબજાર સ્ટ્રીટ, મુંબઈ. ટેલીફેનઃ ૨૫૯૧૮૧ ૫૫૪] : જેન: [ પયુંષણાંક
SR No.537870
Book TitleJain 1973 Book 70 Paryushan Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages138
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, Paryushan, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy