________________
ઉપ શ મ ભાવ
2
મુનિ નિત્યાનંદવિજય સર્વ દુઃખો અંત લાવનાર નિર્વાણપદની ઇચ્છા કરનારે સાવધાન થઈને ઉપશમભાવરૂપ શસ્ત્ર વડે રાગ અને દે રૂપ શત્રુઓને વિજય કરો. ' ઉપશમભાવરૂપ પાણીમાં ડૂબકી મારનાર પુરુષનો રાગ અને દ્વેષરૂપ મેલ જલદી દૂર થઈ જાય છે. અને મહાઆનંદની પ્રાપ્તિ થાય છે.
ષને દૂર કરવા માટે તેના નુકશાસના વિચારો કરવામાં આવે તે ઉપશમભાવ આવતાં વાર નહિ લાગે, અથવા જેન પર ટૅપ કરવામાં આવે છે તેનામાં રહેલા કઈ એકાદ ગુણનો વિચાર કરવામાં આવે તો પણ દેષ જોર કરી શકતો નથી.
જ્યારે એમ લાગે કે “અમુકે મારું નુકશાન કર્યું.” ત્યારે તેના કરેલા ઉપકારો ભૂલી જઈ નુકશાન કર્યાના વિચારો આવે છે અને પરિણામે દેષ થાય છે. પણ જે તે સમયે તેને ભૂતકાળમાં કરેલા ઉપકારોનું સ્મરણ કરવામાં આવે તે ષને વેગ ઓછો થઈ જતાં વાર નહિં લાગે.
આ ઉપર ની યેનું દૃષ્ટાંત વિચારવા જેવું છે.
એકવાર વિક્ર રાજા જંગલમાં ભૂલા પડયા હતા. ભમતાં ભમતાં એક ઝુંપડી જોવામાં આવી. વિક્રમરાજા ભૂખ અને તરસથી વ્યાકુલ થયેલા હોવા છતાં ઝુંપડી જતાં કંઈક આશા જન્મી અને ઝુંપડી પાસે પહોંચ્યા. ઝુંપડીના માણસે દાથી તેમને પાણી આપી સ્વસ્થ કર્યા. પછી રોટલા બનાવીને ખાવા આપ્યા. ઉચિત સ-માન કરી નગરના માર્ગે ચઢાવી દીધા.
આ ઉપકારને બદલે વાળવા વિક્રમરાજાએ તે માણસને કહ્યું કે તમે કોઈ પ્રસંગે ઉજજૈની નગરીમાં આવે ત્યારે મારી પાસે જરૂર આવજો. હું એ નગરીને રાજા વિક્રમ પોતે છું.” પછી રાજા બતાવેલા રસ્તે પિતાના નગરમાં આવી ગયા.
હવે કેટલાક દિવસે પેલો માણસ શહેરમાં આવીને વિક્રમરાજાને મળે. વિક્રમરાજાએ તેને ઓળખ્યો અને તેનું સન્માન કર્યું. પોતાની સભાને સભાસદ બનાવી કાયમ માટે રાખી લીધે. બે પાંચ દિવસે સભામાં તેના લુણ ગાય છે કે “આણે અટવીમાં મારો જીવ બચાવી રક્ષણ કર્યું હતું.'
આ માણસને વિચાર આવ્યો કે “ખરેખર મારો ઉપકાર માની રાજા પ્રશંસા કરે છે કે માત્ર શબ્દને આડંબર કરે છે? તે શી પરીક્ષા કરવી જોઈએ.’
એક દિવસે લાશ મળતા રાજાના એક નાના રાજકુંવરને ગુપચુપ ઉપાડીને પોતાના મકાનમાં છૂપાવી દીધે.
રાજકુમાર ગુમ થતાં શહેરમાં બૂમાબૂમ થઈ પડી કે કેઈએ રાજકુમારને ગુમ કરી દીધો છે. ઘણી તપાસ કરવા છતાં કંઈ પત્તો મળ્યો નહિ.
- કેટલાક દિવસ બાદ પેલા માણસે કુંવરનું એક આભૂષણ નોકરને આપ્યું અને કહ્યું કે “બજારમાં જઈને આ વેચી લાવ.” નોકરે બજારમાં જઈ એક બે દુકાને બતાવ્યું. આભૂષણ રાજાના કુંવરનું હોવાની શકા જતાં દુકાનદારે પોલીસને ખબર આપી. નાકર પકડાઈ ગયે તેને રાજા પાસે હાજર કરવામાં આવ્યા. નોકરે પોતાના શેઠનું નામ આપ્યું. એટલે તુરત પોલીસે તેને ઘેર જઈ પકડી લાવ્યા.
રાજાએ પૂછયું : “આ શુ! તમારી પાસે આ આભૂષણ ક્યાંથી આવ્યું ? જે હકીકત હોય તે જણાવો.” તે માણસ આંખમાં શ્રાવણ-ભાદરવો વરસાવતો બોલ્યો કે “મહારાજ! તમારા કુંવરનાં શરીર ઉપર રહેલાં
કડા લાગ્યા,
પર્યુષણક]
: જૈન :
[ પ૭