________________
લધિસરિની લબ્ધિઓ રૂપે વિવિધ તપશ્ચર્યા તથા
ધાર્મિક ઉત્સથી ગુંજી ઉઠેલ બેંગલોર શહેર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી વિજયભદ્રકરસૂરિજી મહારાજ આદિ ઠા. ૧૪ ચાતુર્માસ પધાર્યા ત્યારથી સંઘમાં ધર્મજાગૃતિ સુંદર આવી છે. પૂજ્યશ્રીને જ્ઞાન સાથે ગમ્મત કરાવનારા શ્રી ભગવતીસૂત્ર તથા શ્રી મલયસુંદર ચરિત્ર પરના વ્યાખ્યાનોએ આબાલવૃદ્ધને આકર્ષી લીધા હતા.
તપશ્ચર્યાને હારમાળા –વદ પથી સિદ્ધિતપને પ્રારંભ થતાં ૨૬ ભાઈ–બહેને જોડાયેલ. દરેક પારને જુદા જુદા ભાવીકે લાભ લઈને રૂપીયા-શ્રીફળની પ્રભાવના આપતા હતા. ચત્તારિઅઠ્ઠદસદાય તપમાં પણ ૧૮ ભાવીકે જોડાયા છે. સવિધિ નવકાર મંત્રને તપ મંડાતાં નાના બાળક-બાલીકાઓએ હોંશભેર પ્રવેશ કરતાં ૨૨ સંખ્યા થઈ હતી. સાત દિન એકાસણું અને આઠમ–ચૌદશના આયંબીલ જુદા જુદા ભાગ્યશાળી તરફથે કરાવાયા હતા. દરેક અનુકાન સામુદાયિક થતાં તપસ્વીઓમાં ઉત્સાહ સારો દેખાતો હતો. નવકારમંત્રના તપથીઓને કટાસણાની પ્રભાવના અપાઈ હતી. શ્રા. સુ. ૧થી પચરંગી તપારંભ થતાં ૭પ ભાવીકોએ લાભ લીધો છે. સુ. રથી સામુદાયિક ચંદનબાળાના અઠ્ઠમો થતાં ૫૦ બાલીકા-યુવતિઓએ આરાધના કરી હતી. સુ. પ. વ્યાખ્યાન પછી સફેદ સાડી અને કુલની માળા પહેરીને ચંદનબાળા બનેલ તપસ્વિનીઓએ પૂ. ગુરુદેવને લાભ આપવા માટે વિનંતિ કરતાં, બેન્ડ તથા સંઘ સાથે આયંબીલખાતામાં પૂ. ગુરૂદેવ પધારેલ. ત્યાં પહેલા અડદા બકુલા હેરાવવા માટે આયંબીલની બોલી થતાં ૨૮૧ આયંબીલ થયેલ. બાદ બીજી, ત્રીજી આદિ બાલ થતાં બેહજાર આયંબીલ થયા હતા. દરેક તપસ્વિનીએ ગુરૂપૂજન-નાનપૂજન કરી બાકલા વરાવેલ. અને હું માં આવીને કેટલીક બહેનેએ અક્ષત, બદામ, રૂપાનાણાની વૃષ્ટિ કરી હતી. પહેલીવાર સામુદાયિક અદ્રમો થતાં આ દશ્યને જેવા નાની–મોટી બહેનોથી હાલ ચીક્કાર ભરાઈ ગયો હતો. સુ. ૬ ના પચરંગી તથા ચંદનબાળાના અટ્ટમવાળા તપસ્વીઓને પારણાં કરાવાયાં હતાં. શ્રા. સુ. ૧૧થી શત્રુંજય મોદક તપન મ ળ આરંભ થતાં ૨૨૫ ભાવીકેએ પ્રવેશ કરીને મહાતીર્થની આરાધના કરેલ. એકાસણું, નીવી, આયંબીલ, રિણાં આદિ જુદા જુદા પુણ્યશાળીઓ તરફથી થયેલ. વદ રથી અક્ષયનિધિ તપારંભ થએલ. વદ ૬ના રવિવારે ખીરના એકાસણુ સાથે સવા લાખ નવકારમંત્રનો જાપ થતાં સારી સંખ્યામાં થઈ હતી. અઠ્ઠાઈ ઉત્સવ–શ તિસ્નાત્ર આદિ મહોત્સવ
પૂ. આ. વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજની બારમી પુણ્યતિથિ નિમિત્તે શ્રીસંધ તરફથી વદ ૧૨થી અઠ્ઠાઈ ઉત્સવને પ્રારંભ થયેલ. મોહનલાલ મુળચંદ તરફથી કુંભસ્થાપન થયું હતું. સાત દિવસ જુદા જુદા ભાવીકે તરફથી પૂન, આંગી તથા શ્રીફળ, બુંદીના પેકેટ આદિની પ્રભાવના થઈ હતી. શ્રા. સુ. ૧ના જલયાત્રાનો વરઘોડે ચડ્યો હતો. સુ. ૩ના નવગ્રહ પૂજન અને સુ. ૪ના અક્ષત દ્વારા જંબુદ્વિપમાં વિહરમાન વીશ ભગવંતની માંડલા દ્વારા રચના કરવામાં આવેલ. અને વિશ વિહરમાન પૂજા શા માનમલ રાજાજી તરફથી ભણાવાયેલ. તેમના તરફથી શ્રીફળની પ્રભાવના થયેલ.
શ્રા. સુ. પના સવારે ૮ વાગે પૂજ્યશ્રીની અધ્યક્ષતામાં સ્વ. દાદા ગુરૂદેવેશની ગુણાનુવાદ સભા થતાં પ્રથમ મંગલાચરણ પાદ લબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળા અને લબ્ધિસૂરિ હિન્દી સ્કુલના બાલક-બાલીકાઓએ ગુરૂગીત . યા હતા. પછીથી ધાર્મિક શિક્ષક તિલક શાહે વક્તવ્ય કરેલ. મુનિશ્રી અરૂણપ્રવિજથજીએ ગુરસ્તુતિ સંભળાવેલ , પછી મુનિશ્રી અભયવિજયજીએ ગુરુગુણનું ખ્યાન કરાવેલ, અને પૂજ્યશ્રીએ એક
પર્યપણાંક]
: જન:
[૫૬૯