SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર, નિર્વાણ કલ્યાણુક ભગવાન મહાવીરનો ૨૫૦૦ નિર્વાણ કલ્યાણક સને ૧૯૭૪માં આવી રહેલ છે એ એક વિરલ અને શકવતી પ્રસંગ છે. ભગવાન મહાવીરની મહત્તા વિશે જૈન સમાજ સમક્ષ ભાગ્યે જ કશું કહેવાનું હોય. એ મહત્તા સ્વયંસ્પષ્ટ છે. તે પણ તેમના વિરલ જીવનકાર્યોની સમજ યુગેયો સમાજના સમજદાર વગે પિતપોતાની રીતે મેળવવાની હોય છે. ભગવાન મહાવીરને જીવનસંદેશ એમના જમાનામાં જેટલે વ્યક્તિ અને સમષ્ટિની જરૂરિયાતની પૂર્તિ કરનારે હતું એટલે બલકે તેનાથીયે વિશેષ આજના યુગમાં છે. જગતભરમાં જ્યારે વિવિધ સ્વરૂપે હિંસા અને અસહિષ્ણુતાનો ફેલાવે થતે દેખાય અને અનુભવાય છે એ સમયે ભગવાન મહાવીરના જીવનકાર્યનું મરણ, મનન અને તેને સમસ્ત માનવ સમાજમાં પ્રચાર કરવાને પુરુષાર્થ એ સર્વ રીત ઉચિત છે. નિર્વાણ કલ્યાણકની ઉજવણી અંગે જૈન સમાજમાં જુદા જુદા વિચારો પ્રવર્તી રહ્યા છે એ વાત સાચી પણ છેવટે તે પ્રશ્ન એ છે કે ભગવાન મહાવીરને જીવનસંદેશ હિંસાથી વિવિધ રીતે પીડાતા આજના જગત સમક્ષ અનેકાનેક દષ્ટિએ રજૂ કરવાનું ભગવાનના અનુયાયીઓનું કર્તવ્ય ખરું? જે એને ઉત્તર હકારમાં હોય તે એ માટે ક્યા પ્રકારની આયેાજના વિવિધ કક્ષાએ કરવી એ વિચારવાનું અને એ વિચારણાને બને તેટલી કાર્યક્ષમ રીતે અમલમાં મૂકવા-મૂકાવવાનું શિષ્ટજનેનું કર્તવ્ય બને છે. આશા છે કે મારા વિચારોને સંક્ષેપમાં પણ કંઈક સ્પષ્ટપણે રજૂ કરી શક્યો હઈશ. –ભેગીલાલ જ. સાંડેસરા આકર્ષક પેકીંગ માટે આગ્રહ રાખો.. ઉપયોગ કરો.. E Pછે વેમ ડ્રાઇવ હેઝ કલીપ ૭ પ લી થી ન છે. * બેગ્સ રેલ્સ ૯ શીટસ ૧ ટયુબી ગ્સ * વકર્સ ના સીલીંગ મશીનસ જ પોલીથીન-લાઈન હેસીયન બેગ્સ * પી. વી. સી. શીટ્રેસ વિ. વિ. – મેન્યુફેકચરર્સ – * ભારતમાં સર્વશ્રેષ્ઠ.. વો . બ્ર ધ સે. ૧૧૫, ચકલા સ્ટ્રીટ, મુંબઈ–૩. ગામઃ POLYBAGS & ફેનઃ ૩૩૯૧ . ઉત્પાદકોઃ સરલા ઈજી. વકર્સ - ઘોડબંદર રોડ, કાંદીવલી. " [મુંબઈ-૬૭] ૩૨૬૧૯૧ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] જૈનઃ [ ૨૦૭
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy