________________
સાધ્વીજીઓના વિકાસની વિચારણા
શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે ગત ફાગણ સુદિ ૧૦, તા. ૧૪-૩૭૩ના રોજ વડેદરા શહેરમાં પ્રવેશ કર્યો, તે પ્રસંગે તેઓનાં આજ્ઞાવર્તી લગભગ ૮૫ જેટલાં સાધ્વીજી મહારાજે વડોદરામાં ભેગા થયાં હતાં. આ ઉપરથી આચાર્ય મહારાજે વિચાર્યું કે આ પ્રસંગે આટલાં બધાં સાધ્વીજીઓ ભેગાં મળ્યા છે, ત્યારે તેઓના અભ્યાસ તથા વિકાસ સંબંધી વિચારણા કરવા માટે, અવિધિસર રીતે, નાનું સરખું સાધ્વી-સંમેલન ત્રણેક દિવસ માટે ભરવું ઉચિત છે. આ ઉપરથી ફાગણ સુદિ ૧૧ના રોજ પોતાની આ ભાવના સાધ્વીસમુ. દાય આગળ રજૂ કરતું એક મુદ્દાસરનું પ્રવચન કર્યું હતું. આચાર્યશ્રીની ભાવના
, * પિતાની આ ભાવના દર્શાવતાં તેઓએ કહ્યું કે
શ્રી સુશીલ શ્રમણી ભગવતીઓ! - આજે આપસૌને એટલા માટે બોલાવ્યાં છે કે મારે આપ સૌને ખાસ કંઈક કહેવું છે. આજે પ્રચારને જમાને છે અને તેથી અનેક જાતનાં સમેલન વગેરે ભરાતાં રહે છે. " ' અને આ પ્રસંગ જોતાં વિ. સં. ૧૯૬૮માં ગુરુદેવ આચાર્ય ભગવંત (તે વખતે મુનિ), કલિકાલકલ્પતરૂ, ભારતદિવાકર, યુગવીર, ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિના પ્રયાસોથી પરમપૂજ્ય દાદા ગુરુદેવ આત્મારામજી મહારાજના સાધુસમુદાયનું સન્મેલન આ વડોદરા શહેરમાં જ ભરાયું હતું એ પ્રસંગની યાદ તાજી થાય છે.
આપ જાણે છે કે આપણું સમુદાયમાં સાધુભગવતે ઘણા ઓછા છે, તેથી પંજાબ. રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ આદિ પ્રદેશમાં આપણું સાધુઓ વિચરી કે પોંચી શકે નહીં એ સ્વાભાવિક છે. સાધુઓની માગણી હરેક પ્રદેશમાંથી થાય છે, અને જુદાં જુદાં સ્થાનના સંઘો સાધુભગવંતેને પોતાનાં ગામ-નગરમાં પધારવાની વિનંતીઓ કરે. આપણું સાધુઓ અલવી બધી વિનંતીઓને પૂરી ન શકે એ તદ્દન સ્વાભાવિક છે.
પણુ ગુરુદેવના સમુદાયમાં સાધ્વા–સમુદાય વિપુલ છે અને એમાં વિદુષી સાધવી જીએ ઘણાં છે. આ બધાં જે પોતાને બરાબર વિકાસ સાધે અને સારી રીતે તૈયાર થાય તો સંધનું ઘણું કામ કરી શકે અને કેને ધર્મ પમાડી શકે તેમ જ નવી પેઢીને સારા સંસ્કાર પણ આપી શકે. પણ એમને જોઈએ તેવો વિકાસ કેમ થઈ શકયો નથી, તે ખાસ વિચારવાનું છે, અને એટલા માટે જ આપ સૌને બોલાવ્યાં છે.
તપગચ્છમાં પૂર્વાચાર્યોએ સાધ્વીજીના વ્યાખ્યાન માટે આજ્ઞા આપી નથી. પણું, આપણે જોઈએ અને અનુભવીએ છીએ કે, ખરતરગચ્છ, અંચળગચ્છ, પાયજંદગચ્છ આદિ સમુદાયની સાધ્વીજીઓ કેવી વિદુષીઓ છે અને તેમને કેટલે વિકાસ થયો છે તેમ જ પિતાનાં વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનોથી તેઓ પોતાજનેને કેટલા પ્રભાવિત કરે છે. આ ગોમાં સાધુઓ ઓછા છે, તેથી સાધ્વીજીઓ દ્વારા કેટલે પ્રચાર થાય છે. અને ગ૭ને વિકાસ થાય છે, તે આપણે જોઈ રહ્યા છીએ. . . . . .
. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] : જૈન
[ ૧૩