________________
નિયમ જ છે કે સઘળા દિવસ સરખા જતા નથી. નિયતિનું ચક્ર ઘડીમાં (ઉપર અને ઘડીમાં નીચે આવ-જા કરે છે તેથી સજજનોએ ખેઠ કરે
ચીત નથી. કૃપા કરી આપ મહને “ને” કહેશે નહિ. મહારી પ્રાર્થના સફલ કરો અને આ હારી પુત્રી આપની પુત્રવધુ અત્યારથી જ બની એમ માનશો. ”
વિનયપૂરિત કોમલ વાપથી પ્રસન્ન થયેલા શા–પતિએ "તથાસ્તુ કહીને આનંદ જણાવ્યો.
મદદેશનો રાજા અશ્વપતિ પોતાની કન્યા સાવિત્રીનો હાથ શાવપતિના કુમાર સત્યવાહનના હાથમાં વિધિપૂર્વક મૂકીને પોતાના પરિવાર સહિત પિતાના રાજ્યમાં ગયો.
સઘળાં વસ્ત્રાલંકાર ઉતારીને તૃપકન્યાએ હવે વૃક્ષની છાલનાં બનાવેલાં વલ્કલ પહેર્યા. એક નદી જેમ સમુદ્રમાં સમાઈ જાય તેમ આ સતી પિતાના પ્રાણેશના સંકુલમાં સમાઈ !
* ગુહિણી” તરીકેના સઘળાં ઉત્તમ કર્તવ્ય કર્મ તે કરવા લાગી. મુરલોકની સેવા પૂર્ણ આનંદથી કરવા લાગી. એનાથી સાસુ-સસરા પ્રસન્ન યા, આશ્રમમાં રહેનારા સર્વ કોઈ સતુટ થયા અને આખો આશ્રમ આનન્દ સ્થલ બની ગયું !
તે સુઘડ સ્ત્રી સ્વચ્છતાથી ભોજન બનાવતી, ફળ-ફુલ લાવતી રાને સઘળાં કર્તવ્ય કર્મ કરી પતિ-દેવતાને સારી રીતે રીઝાવતી. નગરના લેકે અહીં કદી કદી આવતા તે આની વાણી અને વર્ણન જોઈ ધર્મના રાગી બનતા, તેઓની ઉદાસી નાશ પામતી અને તેમના મનમાં અશાન્તિની જગાએ શાન્તિ શાન્તિ થઈ જતી.
આ પ્રમાણે કેટલાક માસ વ્યતીત થયા. પછી સખત તાપથી દુનીઆને આકુળવ્યાકુળ કરનારા જેઠ માસ આવ્યો. ત્રાસદાયક “લૂ ” જગતને સતાવવા લાગી. પૃથ્વી આગ જેવી તપવા લાગી નદી-કૂવા સુકાઈ ગયા. અરણ તે છેક દાવાનલ જેવાં જ થઈ ગયાં. પ્રાણું માત્ર કુલવ્યાકુલ થવા લાસ્યાં.
અને હવે સતીને પણ ભવિષ્યકથનનું સ્મરણ થઈ આવ્યું: “પ્રાણેશ ને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે, ” એ ખ્યાલ આવતાં જ એના