________________
માત્ર કસરત વડે, દરેક વ્યાધિ મટાડવાનું શાસ્ત્ર
માત્ર કસરત વડે, દરેક વ્યાધિ
મટાડવાનું શાસ્ત્ર.
મી. દીનશાહ શાહપુરજી હેમીઆરે એક રોજીંદા પત્રમાં આ વિષય પર કેટલુંક અજવાળું પાડ્યું હતું, હેને આધારે થોડુંક વિવેચન કરવાને અત્ર ઇરાદ રખાય છે.
કસરતથી માણસને, વગર ખર્ચે, તનદુરસ્તી તેમજ બળ બને મળે છે. છતાં આશ્ચર્યની વાત છે કે, મહેટા મોટા કસરતબાજ અને તાલીમ કરનારાઓ પૈકી કેટલાક ન્હાની ઉમરે મરણ પામે છે. આ અસ્વાભાવિક પરિણામ આવવાનું કારણ એ છે કે, કોઈ પણ જાતના હથીઆર, ઓજાર, યંત્ર કે કોઈ ચીજ મારફત કસરત કરવાથી તનદુરસ્તીને નુકશાન લાગવાને સંભવ રહે છે.
“કસરત” શાસ્ત્રને લગતી મુખ્ય મુખ્ય વ્યવહારૂ બાબતે અને બતાવવા કેશીશ કરવામાં આવશે. તે બાબતો એવી છે કે, જેનો અમલ કરવા–જેને અજમાવવા દરેક માણસને ભલામણ કરવી એ હારું કર્તવ્ય સમજું છું. તનદુરસ્તીની જેને “ગૃહસ્થ ” જેટલી જ જરૂર છે એવા
ત્યાગીએ પણ આ નિર્દોષ કસરત કરીને પિતાની તનદુરસ્તી અને માનસિક જુસ્સો જાળવી શકે.
( ૧ ) કોઈ પણ ચીજની મદદ વગર જ કસરત કરવી વધારે હિતકારક છે.
(૨) દૃઢ “સંકલ્પબળ” (Will power) સાથે કસરત કરવી. કસરતની મુખ્ય ચાવી “સંકલ્પ બળ’ છે. જડ પદાર્થની માફક હાથ-પગ કે. માથું ફેરવવાથી કાંઈ ઈચ્છિત તનદુરસ્તી મળી જશે નહિ, પણ જે જાતનું દરદ ટાળવાનું હોય કે જે જાતનું બળ કે શક્તિ પ્રાપ્ત કરવાની ઉમેદ હેય તે દરદ અને તે શક્તિ પર, તે કસરત કરતી વખતે, મનને ચહેટાડવું અથવા એકાગ્ર કરવું જોઈએ. “તે દરદ આ કસરતથી દૂર થવા માંડે છે–તે ઈચ્છિત શક્તિ આ કસરતથી મહારા શરીરમાં આવવા લાગે છે”