________________
વડાબંધી, રક્ષણ કે ભક્ષણ
|
શ્રી જૈનશાસન (અઠવાડીક) આ શબ્દની એલર્જી સૌ કોઇને હોય છે. સૌ કોઇ માને છે કે વાડામાં રહેવું એટલે કેદમાં પુરાવું. વાડાબંધીવાળો કહે એ પ્રમાણે મન- વચન- કાયાની પ્રવૃત્તિ કરવી. આ પરતંત્રતામાં આપણો કોઇ વિકાસ નહીં મુક્ત ગગનમાં ફરવાનું નહિં, મુક્ત વિચારોનું પ્રસારણ નહિં અને મન પણ કુંઠીત.
|
આવા વિચારવાળા માનવીને આ દૃષ્ટાંત કાંઇક ઉપયોગી નીવડશે એમ જાણી લખવાની શરૂઆત કરૂં. એક શિયાળ હતો. ફરતો ફરતો એ બકરાના ટોળા પાસે જઇ ચઢયો. ચરતાં બકરાને જોઇ એક બકરાના કાનમાં કહ્યું અરે તું તો કમભાગી છે? તારો રક્ષણહાર તને કેદમાં પુરી રાખે છે. અમે કેવા ભાગ્યશાળી જયાં જવું હોય, આવવું હોય ત્યાં નિરાતે જઇ શકીએ, આવી
|
વાડાબંધી,
રક્ષણ કે લક્ષણ
શકીએ. અમને કોઈ રોકટોક નહિં. અમને કોઇ એક જગ્યાએ પુરી રાખે નહિં, ચોવીસે કલાક અમે સ્વતંત્ર, તમે
* વર્ષ: ૧૬* અંકઃ ૯ * તા ૬-૧-૨૦૦૩ બહેકાયેલા બકરાએ એ પ્રમાણે સાંજે કર્યું. રક્ષણહાર સૌ બકરા લઇ ચાલતો થયો. ધીરે ધીરે રાત પડવા લાગી. હિંસક પ્રાણીઓ અંધારપટમાં નીકળવા લાગ્યા. હિંસક પ્રાણીના અવાજોથી બકરૂં કંપવા લાગ્યું. ફરતાં વાઘની નજરે આ ધ્રુજતું બકરૂં ચઢી ગયું પછી પૂછવું શું? એકલું, અટુલુ, કોણ બાકી રાખે? રાડ પાડીને તરાપ મારી ક્ષણ બે ક્ષણમાં બકરાને ફાડી ખાધું.
તો નિર્ભાગી છો શું જોઇને વાડામાં પુરાવો છો? શું મઝા આવે છે? વાડામાં પુરાવાથી તમને શું લાભ થાય છે? વાડામાં પુરાવાથી તમારી કમબખ્તી થઇ રહી છે. કાંઇક વિચારો? યોગ્ય પગલું ભરો, વાડાબંધીથી છૂટો?
દાઢારંગો બકરો આ સાંભળી ભડક્યો. ખરેખર! સાચી વાત કરી. અમે તો પાંજરામાં પુરાયેલા છીએ. અમારો વાડાબંધીમાંથી છૂટકારો કયારે થશે?
જો ભાઇ! છૂટકારો કરવો હોય તો ચપટીમાં થઇ જશે? રબારી આવે એટલે તું સંતાઇ જજે, એથી તને એ કાંઇ લઇ જશે નહિં, પુરશે નહિં.
વાહ, બહુ સુંદર ઉપાય બતાવ્યો, રક્ષણહારથી છૂટીશ તો જ હું વાડાબંધીમાંથી મુક્ત થઇશ. એ આવશે ત્યારે હું છુપાઇ જઇશ, સંતાયેલો હું એની નજરે નહિં આવું આથી હું વાડામાં નહિં પુરાવ.
વાડાને કેદ કહેશો કે પોતાના બયાવનું સ્થાન કહેશો? જેઓ બચાવના સ્થાનને કેદ ગણાવે છે તેઓને કેવા કહેશો? જેઓ આવાની વાત માનન રા છે તેઓને કંઇ અક્કલવાળા ગણવા?
|
વાઘની પાછળ શીયાળે બકરાનું લોહી ચાખ્યું. લોભની લાલચે બીજા દિવસે ઠાવકું મુખ કરીને શીયાળ
બીજા બકરા પાસે આવ્યો. ધીરે ધીરે
ભૂમિકા બાંધી. શાણા બકરાએ તેની વાત
-૩(૧૬૮૦
શાંતિથી સાંભળી. વાત આગળ યાલે તેની
વિપ્રજ્ઞા
પહેલાં બકરો સામે થયો. ખબરદાર, આવી કોઇ વાત કરી છે તો? આવી ભ્રામકવાતો કરી કરીને, તમે અમારા જેવા કંઇકના જીવ લીધા છે, મારે મારો જીવ નથી ગુમાવવો, વાડો છે તો જ અમારા જાન બચે છે, બાકી તમે અને તમારા જાતભાઈઓ અમને ફાડી ખાવ તેમ છો, ભલે અમારા માલિકને દૂધ લેવું હોય તો લઇ લે પણ અમારા રક્ષણ માટે જ એને વાડો બાંધ્યો છે, એને કાંઇ વાડા સાથે સંબંધ નથી, એને તો દૂધ સાથે જ સંબંધ છે એ વાત અમે બરાબર જાણીએ છીએ. જો રાતના રખડતાં રાખે તો તમારા જેવાને મઝા આવે. તમારા જેવા લુચ્ચાઓ મઝા ન માણે એટલા માટે અમોને વાડામાં પૂરે છે. દિવસે તો છૂટા મુકી દે છે જો વાડામાં જ રાખવા હોય તો દિવસે પણ રાખે ને? માટે તમે જ કહો?