________________
અગડું બગ
તમે લખી છે તેને પ્રમાણિત ઠરાવે એવી કઇ યુક્તિ કે કયો શાસ્ત્રપાઠ તમારી પાસે છે તે રજૂ કરો નહીં તો મેં ‘ટાઢા પહોરનું ગપ્પુ માર્યું છે' એવું જાહેર કરો. માઇન્ડ વેલ, રોહિત શાહ! સાધર્મિકને જોબ માટે શાસ્ત્ર અને યુક્તિ અનુસાર યોગ્ય પ્રયત્નો થાય તે આવકાર્ય છે, પણ ‘એક પણ જૈન નોકરી વિનાનો હોય ત્યાં સુધી ભગવાન માટે કોઇએ મંદિર બનાવવું નહીં” એ વાત તો બિલકુલ સાંખી લેવાય તેમ નથી. કારણ કે ભગવાન તો સાધર્મિક ગુરુ, મા-બાપ એ બધા કરતાં અનંતગણા ઉપકારી છે, ભકિતપાત્ર છે, આદરણીય છે.
શ્રી જૈનશાસન (અઠવાડીક)
‘સાધર્મિક ભકિત એ પર્યુષણનું કર્તવ્ય છે- આ હકીકત પણ તમે તમારા લેખમાં જણાવી છે- સ્વપ્નમાં ભગવાનના મોઢે. આ પણ તમે કયાંથી જાણ્યું? વાંચીને કે સાંભળીને જ ને? એના મૂળમાં ભગવાન જ છેને? એટલે જે ભગવાને સાધર્મિક ભક્તિનો ઉપદેશ આપ્યો, એ જ ભગવાનની મંદિર બનાવવા દ્વારા ભક્તિ કરવાનો તમે નાશ કર્યો, આથી તમે ભગવાન પ્રત્યે કૃતજ્ઞભાવ વ્યકત કર્યો કે કૃતઘ્નભાવ? તે માંડીને સમજાવવાની તમારામાં તાકાત છે?
વળ. નોટ ઓન્લી સાધર્મિક ભકિત એ પર્યુષણનું કર્તવ્ય છે પણ પર્યુષણાના પાંચ કર્તવ્ય કહ્યા છે તેમાં એક કર્તવ્ય ‘ચૈત્યપરિપાટી' પણ છે. આ ‘ચૈત્યપરિપાટી’ સ્વરૂપ કર્તવ્યના વિવેચનમાં શ્રીમદ્ ઉદયસોમસૂરી વિરચિતં ‘પર્યુષણા પર્વષ્ટાનિકા વ્યાખ્યાનમ્' નામની પ્રતમાં જણાવ્યું છે કે (ભાવાર્થ) પર્યુષણા પર્વમાં સમસ્ત જિનાલયે ચૈત્યવંદન, ચૈત્યપૂજા વડે શાસ્રાન્નતિ કરવી જોઇએ- આ વાત પણ તમે ધ્યાનમાં રાખશો.
૦ વર્ષ: ૧૬ અંકઃ ૯ • તા. ૬-૧-૨૦૦૩
અગડં : આગળ લેખક લખે છે- ‘ચાલ, અમે હવે જઇએ છીએ... આ બીજા ત્રેવીસ તીર્થંકર ને ઉતાવળ છે’- આ વાત લેખકને પોતાને આવેલા સ્વપ્નમાં ભગવાનના મુખે બોલાયેલી છે.
બગડં : મને લાગે છે કે લેખકે પોતાનો ત્રી એ માળ કોઇને ભાડે આપ્યો લાગે છે. જેથી લખે છે કે ‘આ બીજા ત્રેવીસ તીર્થંકરોને ઉતાવળ છે' વોટ મીન્સ‘ઉતાવળ?’ ઉતાવળ = અધીરાઇ, અધીરાઇ ધીરજનો અભાવ. આમ ઉતાવળ = ધીરજનો અભાવ એ અર્થ કોશને આધારે સિદ્ધ થાય છે. જેનામાં ધીરજનો અભાવ હોય તે ભગવાન ન હોય. અને ભગવાન હોય તેનામાં ધીરજનો અભાવ ન હોય, કારણ કે ભગવાન તે જ કહેવાય છે કે જે સર્વગુણથી યુક્ત હોય અને સર્વદોષથી રહિત હોય. ‘ઉતાવળ' સંબંધી આ હકીકત લખીને લેખકે
(૧) જૈનોના ત્રેવીસ તીર્થંકરો સંબંધી અછી વાત લખી એમ કેમ ન કહેવાય? (૨) જૈનોના ત્રેવ સ તીર્થંકરોની ઠેકડી ઉડાડી કહેવાય કે નહીં? (1) જૈનોના ત્રેવીસ તીર્થંકરોને વિકૃત સ્વરૂપે ચીતર્યં કહેવાય કે નહીં?
હવે તમને પ્રશ્ન પૂછું છું કે આ ‘ચૈત્યપરિપાટી' સ્વરૂપ કર્તવ્ય જરૂર હોય ત્યાં પણ જે નવું જિનાલય નહીં બન્યું હોય તો ત્યાં કેવી રીતે બજાવી શકાશે?
*
ચતુર્વિધ શ્રી સંઘમાં જેને ભગવાન પ્રત્યે કાંઇપણ સદ્ભાવ હોય તે લાગતા વળગતાં સૌ કોઇએ લેખકના ભગવાન સંબંધી લખાણનો- માત્ર ‘ઉતાવળ’ સંબંધી નહીં, પણ ઉક્ત લેખમાં બીજા પણ કેટલાક લખાણ છે તેનો પણ - જાહેરમાં એવો વિરોધ કરવો જ જોઇ ને કે જેથી લેખક ભવિષ્યમાં - ભગવાન સંબંધી આવું લખવાની ખો ભૂલી જાય.
વાચકોને હું જણાવું છું કે- લેખકે આ અંકમાં ભગવાનને કેવા આલેખ્યા છે તે જાણવું હોય તો આસપાસથી મેળવી આ અંક વાંચો. પછી વિચારો કે- ઇસ્લામ ધર્મના ‘ખુદા’ અંગે કોઇએ આ લખાણ તે કર્યું હોત તો એની શી હાલત થાત? આપણે ઇસ્લામ
(૧૬૧