________________
* વર્ષ: ૧૬ અંકઃ ૯ * તા. ૬-૧-૨૦૦૩ नैवाहुति न च स्नानं न श्राद्धं देवतार्चनं
दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः યોગશાસ્ત્ર યજ્ઞમાં આહુતિ, દ્રવ્ય સ્નાન (શરીર શુદ્ધિ માટે) મૃત્યુ પામેલા માતા પિતાની પાછળ કરાતું શ્રાદ્ધ, દેવતાનું પૂજન અને દાન આ ગૃહસ્થ જીવનમાં વિહિત કરેલાં કાર્યો પણ રાત્રીમાં કરી શકાતા નથી અને ભોજન પણ વિશેષથી રાત્રીમાં કરાતું નથી. (નિષેધ કરેલો છે.) રાત્રે (સૂર્યાસ્ત પછી) જિનાલયે જવું તે અપવાદ ગણાય? વર્તમાનમાં સૂર્યાસ્ત પછી જિનાલયે દર્શનાદિ કરવા ન જવું જોઇએ મંદિર બંધ કરવું જોઇએ તેની ઉપર ભાર મુકવાને બદલે ૯-૧૦ વાગ્યા સુધી ખુલ્લુ રાખી શકાય દર્શન કરવા જઇ શકાય તે પણ અપવાદ છે તેમ જાહેરમાં લખવું કેટલું ઉચિત ગણાય તેનો સ્વયં વિચાર કરવો અપવાદ અસહિષ્ણુતાના કારણે ઉત્સર્ગ માર્ગે પહોંચવાના એકમાત્ર ધ્યેયથી કવચિત યા કારણે નિત્ય આચરવામાં આવે તો તે અપવાદ પણ માર્ગરૂપ ગણાય પરંતુ તે અપવાદ ઉત્સર્ગ માર્ગને તોડવા માટે કે ઝાંખો પાડવા માટે કારણ વિના આચારવામાં આવે તો તે અપવાદ પણ ઉન્માર્ગરૂપ ગણાય.
યોગશાસ્ત્ર
|
ત્યાર બાદ સંધ્યા સમયે (સૂર્યાસ્ત પૂર્વે બે ઘડીમાં) દેવનું પૂજન કરીને કરેલા આવશ્યક (પ્રતિક્રમણ) કાર્યવાળો ઉત્તમ (જેનાથી રાગાદિ દોષો નબળા પડે તેવા) સ્વાધ્યાયને કરે.
સૂર્યાસ્ત પછી જિનાલયે દર્શન કરવા જનારો કઇ સામગ્રી લઇને જાય? કારણ કે રાત્રિમાં પૂજાનો સ્પષ્ટ નિષેધ છે અને શ્રાવકે ત્રિકાલ (સવાર, બપોર સાંજ ત્રણ ટાઇમ) જિનમંદિર જવાનું છે.
પ્રશ્નોત્તર વાર્ક્ટિકા
શ્રી જૈનશાસન (અઠવાડીક)
જિનાલયે દર્શનાદિ કરવા જતો શ્રાવક ખાલી હાથે જાય તો દોષ લાગે છે. ખાલી હાથે ગયેલો ખાલી હાથે જ પાછો આવે છે. દિવસ દરમિયાન (સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીમાં) ત્રણવાર જિનાલયે (શ્રાવકે) જવાનું છે. ૧. સવારે સૂર્યોદય પછી પ્રથમ પ્રહરમાં વાસક્ષેપ અક્ષત વિ. પૂજા (સ્નાન કર્યા વિના શુદ્ધ સામાયિકના વસ્ત્ર પહેરીને) કરવા જવાનું છે. મધ્યાન્હ સમયે ૧૨થી ૧ના સમયે (મંદિર વહેલું બંધ થતુ, હોય અથવા આજીવિકાદિના કારણે નોકરી વિ. હોય તો સમય વહેલો લઇ શકાય પણ છેલ્લો સમય લેવો) પુષ્પાદિ ઉત્તમ સામગ્રી લઇને પૂજા કરવા જવાનું છે. છેલ્લા પ્રહરમાં સૂર્યાસ્ત પૂર્વે ધૂપ દીપક પૂજા કરવા જવું ત્રણે ટાઇમ સાથે પોતાની સામગ્રી લઇને જ જવાનું છે.
|
ततश्च संध्या समये कृत्वा देवार्चनं पुनः कृतावश्यककर्मा च कुर्यात्स्वाध्यायमुत्तमं ॥
सायं पुनर्श्विनार्चा प्रतिक्रमणकारिता ।
गुरोर्विश्रामणा चैव स्वाध्यायकरणं तथा ॥ ધર્મસંગ્રહ ૬૬ सायं संध्यासमये ऽन्तर्मूहूर्तादवाक् पुनस्तृतीयवारमित्यर्थ ।
શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ શ્રાવક ધર્મવિધિપ્રકરણ, યોગશાસ્ત્ર વિ. શ્રાવક જીવનની કરણીના પ્રસિદ્ધ ગ્રંથોમાં કયાંય રાત્રે (સૂર્યાસ્ત પછી) જિનાલયે દર્શનાદિ કરવા જવાની જયારે વાત જ નથી ત્યારે આચારોપદેશ ગ્રંથની વાતને આગળ કરી વિધિ માર્ગમાં પ્રતિપાદન કરવું તે જરાય ઉચિત નથી તે જ ગ્રંથમાં બીજી ઘણી વાતો અસ્વીકૃત બને તેવી છે. (વિસંવાદ ઉભો થાય તેવી છે) માટે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી વિધિના આદરવાળા આરાધકોએ દર્શન પૂજા વિ. માટે જવું ઉચિત નથી. કહ્યું છે કે લૌકિક દ્રષ્ટિએ પણ
૧૫૯
ઉપરના તમામ વિધિ શ્રાવક શ્રાવિકાઓ માટે છે. સાધુ સાધ્વીજી ભગવંતોને ઉત્સર્ગમાર્ગ સૂર્યોદયે સાય કરીને પ્રથમ પોરિસિ સૂત્ર અને બીજી પોરિસિમાં અર્થનો સ્વાધ્યાય કરીને ત્રીજા પ્રહરની શરૂઆતમાં જિનાલયમાં દર્શન કરવા જવાનું છે. શરીરાદિના કારણે નવકારશી કરનારા પૂ. સાધુ સાધ્વીજી ભગવંતોએ પણ સૂર્યોદય પહેલાં તો દર્શન કરવા ન જ જવાય તેવી રીતે સાંજે પણ ન જવાય. કામળીના કાળવેળાએ દર્શન કરવા જવાની ઉત્સર્ગ માર્ગે અનુજ્ઞા નથી તેમ કહી શકાય. આંખ સામે માત્ર આજ્ઞા આવે તો જ આ બધા આચારોનું પાલન શકય બની શકે.
-
૨
(ક્રમશઃ) E