SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ધર્મોપદેશ દુઃખ શાથી આવે? આપણો પાપ કર્યું માટે. તે શું કામ આવે? પાપથી રહિત કરવા માટે આવે. તેનાથી કોણ ગભરાય? ડાહ્યો કે બેવકુફ? જેટલાં દુઃખ આવે તે આવી જાય તો આનંદ થાય ને? સારા કાળમાં દુઃખ આવે તો બધા કર્મ ખપી જાય ને? સમજ ન હોય તો દુઃખ આવે તો ભટકાવે જ. દુઃખ શાથી આવે ? જગતમાં દુશ્મન પણ દુઃખ આપી શકે નહિ. દુઃખ આવે તો કર્મથી જ. ‘દુઃખ આપનાર કર્મ જ છે' - આવું માનનારને જગતમાં કોઇ જીવ ખરાબ લાગે નહિ, કોઇના પર દુર્ભાવ થાય નહિં. ‘આને-તેને દુઃખ આપ્યું’ તેમ કહેવું તે ભગવાન મળ્યા પણ ગમ્યા નથી તેનો પ્રભાવ છે. ભગવાન ગમે તે દુઃખમાં મજા કરે છે, સુખથી ગભરાયા કરે છે. દુનિયાના સુખમાં મજા આવતી હોય તો તે ભગવાનનો ભગત નથી. ભગવાનને નામના માનો છો? ભગવાનની પૂજા શા માટે કરો છો તે જ ખબર પડતી નથી. ભગવાનની પૂજા કરે અને દુનિયાના સુખનો ભીખારી હોય, દુઃખથી ગભરાયા કરે તે કદી બને? ભગવાનનાં વચનને માને તેને દુનિયાની સારી ચીજ ગમવી જ ન જોઇએ. ગમે તો તે ભગવાનનો ભગત નહિ. શ્રી જૈનશાસન (અઠવાડીક) આ આજ સુધી સંસારમાં કેમ ભટકયા? દુનિયાનું સુખ ગમ્યું અને દુઃખ ન ગમ્યું માટે. હવે કહેવું છે કે, આ સુખ ગમતું નથી અને દુઃખની ચિંતા નથી. સંસારથી ગભરાવવા જેવું નથી. સંસાર અડી શકે નહિ. શ્રી ભરતજીને ચક્રીપણું ભોગવવા છતાં ય સંસાર અડ્યો નહિ. એટલે આરિસાભુવનમાં કેવલજ્ઞાન લીધું. જે આરિસાભુવનને જેઇ બીજો ગાંડો બને, સંસારનો રસિયો બને પણ તે સમજી ગયેલા કે આ ચક્રીપણું છોડી દેવા જેવું છે. તમને તમારા સુખ છોડવા જેવા લાગે છે? સુખ મેળવવા તમે લોકો પાપ કરો? સુખ છોડવાનું મન નથી તેને મેળવવા અનેક પાપ કરો છો તે જૈનપણાનું લીલામ છે. જૈનપણું નહિ પામેલાની વાત છોડો પણ જૈનપણું પામેલા દુઃખ આવે તો રોવા બેસે? સુખ મેળવવા પાપ કરે? આમાં જૈનપણું દીપે નહિ, આવે નહિ, આવ્યું તો ટકે નહિ. * વર્ષ: ૧૬ * અંકઃ ૩૫ * તા. ૨૫ -૭-૨૦૦૪ આપણે પ્રસંગ પૂરતી જ વાત કરવી છે કે, શ્રી ભરતજી અને શ્રી બાહુબલિજીના યુદ્ધમાં, શ્રી બાહુબલિજીથી શ્રી ભરતજી હારી ગયા. શ્રી ભરતજીએ ગુસ્સામાં આવી તેમના ઉપર ચક્ર મૂક્યું પણ એક ગોત્રમાં ચક્ર ચાલે નહિ. તેથી તે ચક્ર પાછું આ યું અને શ્રી બાહુબલિજીને પણ ગુસ્સો આવ્યો તેથી મુઠ્ઠિ ઉગામી શ્રી ભરતજી મારવા દોડયા. માર્ગમાં વિવેક જાગ્યો અને તે મુઠ્ઠિ ખાલી ન જાય માટે જાતે જ લોચ કરી સાધુ થઇ ગયા. દેવોએ વેષ આપ્યો. શ્રી બાહુબલિજીને સાધુ થયેલા જોઇ, શ્રી ભરતજી સીધા દોડતા નાવી તેમના પગમાં પડી કહે છે કે - “આ રાજ્ય એ સંસારમાં ભટકાવનારું છે તેમ ન માને તે અધમ છે. આ જાણવા છતાં હું છોડતો નથી માટે અધમાધમ છું. બાપનો સાચો દીકરો તું છે, હું નહિ.’’ તેમ તને આ સુખ છોડવાનો વિચાર છે કે સાચવવાનો છે. પ્રામાણિક હોવ તો એમ કહો કે - ‘હજી તે સુખ વધારવાનો વિચાર છે.' દુનિયાના સુખને વધારવાનું મન જૈનને થાય? તે ધર્મી પણ કહેવાય ખરો? ખરેખર ધર્માત્માને તો આત્માનું સુખ વધતું જાય, મોક્ષના સુ બની ઝાંખી થઇ જાય. શ્રાવકનેય આવી અનુભૂતિ થાય. શ્રાવક એટલે સાધુપણા માટે તરફડતો જીવ! જગત પૈસા માટે તરફડે તેમ શ્રાવક - જૈનમાત્ર - માટે સાધુપણા તરફડે! તેને સુખ ભોગવવું પડે તે ઝેર ખાવા જેવું લાગે. આત્માના સુખને લુંટનાર આ સંસારનું સુખ છે. જીવો જો સંસારના સુખના ભુખ્યા ન હોત તો દુઃખ જ ન હોત! ખરેખરા સુખી તો સાચા સાધુઓ જ છે. તમે બોલો છો કે - ‘“સાધુ સૌથી સુખીયા, દુઃખિયા નહિ લવલેશ, અષ્ટકર્મને જીતવા, પહેર્યો સાધુ વેષ!'' આવું બોલનારા તમે મુર્ખ છો માટે સારૃપણાનું મન થતું નથી? તમને સુખી અમે લાગીએ કે તમે? સુખી તમને સાધુ લાગે છે કે તમારી જાત લાગે છે? આજનો ધર્મ કરનારો મોટો ભાગ સાધુપણાના સુ ખનો વિરાગી છે, સંસારના સુખનો રાગી છે. તે રાગ ગમે છે માટે મહા મિથ્યાત્વ જીવે છે.. (ક્રમશઃ) ૪૦૫
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy