SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 公益动态效益达众公益公益众众众众众众众众众众众动态 પ્રશ્નોત્તર વાટિકા શ્રી જૈનશાસન (અઠવાડીક) ' વર્ષ: ૧૬ જે અંક: ૨૯ જે તા. ૧૫-૬-૨૦૦૪ 然然然然然然然然然然然然然然达达达达热热热热热态公益悉悉悉悉悉悉悉悉 ભગવતી સુત્રના પહેલા શતકના ત્રીજો ઉદ્દેશાની ટીકામાં કહ્યું છે કે શ્રાવક પ્રજ્ઞપ્તિની ટીકામાં કહેલ છે. क्षयोपशमिकादस्य को विशेषः ? इति उच्यते तत्रोपशान्तस्यापि मिथ्यात्वस्य प्रदेशानुभवोऽस्ति नत्वौपशमिके अन्ये तु व्याचक्षते श्रेणिमध्यवर्तिन्येवौपशमिके प्रदेशानुभवो नास्ति न तु द्वितीये तथापि तत्र सम्यक्त्वानुभवाभाव एव વિશેષઃ | (૯૪) કયા સંધયણ વાળો ઉપર કેટલા દેવલોક સુધી અને નીચે કેટલી નરક સુધી જઈ શકે? મનના સંકિલષ્ટ અધ્યવસાયના કારણે અધોગમન અને શુભ અધ્યવસાયના કારણે ઉર્ધ્વગમન થાય છે. અને શુભાશુભ અધ્યવસાયને સંઘયણ બળ સાથે સંબંધ હોય છે. તેથી છ સંઘયણ માંથી પ્રથમ વ્રજષભ નારાચસંઘયણવાળો મોક્ષ સુધી ૭ મી નરક સુધી (ઋષભ નારાચ) બીજા સંધયણવાળો ૧૨ દેવલોક સુધી ૬ નરક સુધી (નારાચ) ત્રીજા સંધયણવાળો ૧૦ દેવલોક સુધી ૫ નરક સુધી (અર્ધનારાચ) ચોથા સંઘર્યાણવાળો ૮ દેવલોકસુધી ૪ નરક સુધી , (કલિકા) પાંચમાં સંઘયણવાળો ૬ દેવલોક સુધી ૩ નરક સુધી (છેવટ્ટા) છઠ્ઠા સંઘયણવાળો દેવલોકસુધી ૨ નરક સુધી છ સંઘયણમાંથી અત્યારે માત્ર એવઠ્ઠ છઠ્ઠ સંઘયણ જ છે તેથી જીવ શુભ અધ્યવસાય દ્વારા વધુમાં વધુ ચોથા દેવલોક સુધી અને અશુભ અધ્યવસાય દ્વારા વધુમાં વધુ બીજી નક સુધી જ જઈ શકે છે. (૯૫) કઈ નરકમાંથી આવેલો જીવ કઈ વસ્તુ પામી શકે? - સાત નરક છે મનુષ્ય અને તિર્યંચ પંચેન્દ્રિય જીવો રૌદ્રધ્યાન હિંસાદી પાપો કરવાના દુષ્ટ અધ્યવસાયના યોગે નરકનું આયુષ્ય બાંધીને નારકપણે ઉત્પન્ન થાય છે. ત્યાં પરવશપણે જન્મથી માંડીને મૃત્યુ સુધીની પ્રત્યેક ક્ષણોમાં (તિર્થંકર પરમાત્મા-પાંચ કલ્યાણકો સિવાય) ભયંકર કોટીની વંદનાને સહન કરે છે ત્યાં ઓછામાં ઓછું દસ હજાર વર્ષનું અને વધારે ૩૩ સાગરોપમનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય અથવા તિર્યચપણે ઉત્પન્ન થાય છે. તેમાં ૧લી નરકથી આવેલ ચક્રવર્તી થઇ શકે. ૨જી નકરથી આવેલ વાસુદેવ થઈ શકે. ૩જી નરકથી આવેલ તીર્થકર થઇ શકે ૪થી નરકથી આવેલ કેવળજ્ઞાન પામી શકે. ૫મી નરકથી આવેલ સાધુ (છઠ્ઠા સાતમાં ગુણ સ્થાનકને પામી શકે ૬ઠ્ઠી નરકથી આવેલ દેશ વિરતિ પાર્મ શકે. ૭મી નરકથી આવેલ સમ્યકત્વ પામી શકે. (૯૬) સાતે નરકમાં ક્ષેત્રકૂત વેદના કેવી હોય? • પ્રથમ ત્રણ નરકમાં અત્યંત શીત વેદના હોય છે. આ ચોથી નરકમાં શીતોષ્ણ વેદના હોય છે. પાંચમી છઠ્ઠી અને સાતમી નરકમાં અત્યંત ઉષ્ણ છે. વેદના હોય છે. ત્રણ નરકમાં દુસ્સહ એવી શીત વેદનાને કે અનુભવતા નારકીના જીવને જો શિયાળાની ઋતુમાં હિમાલયમાં મુકવામાં આવે તો શાંતિથી સુઈ જાય અને આ છેલ્લી ત્રણ નરકમાં અત્યંત ઉગ્ર વેદનાને સહન કરતા કોઈ જીવને અહીં ઇટના સળગતા નિભાડામાં મુકવામાં આવે તો તે પણ શાંતિથી સૂઈ જાય આ સિવાય બીજી પણ પરમાધામી કૃત વ. વંદનાઓ સાં મળતા પણ હૈયુ ધ્રુજે તેવી હોય છે. (૭) અંજન કર્યા વિનાની અઢાર અભિષેકવાળી ધાતુની યા પાષાણની જિન પ્રતિમા (મૂર્તિ) ઘરમાં દર્શનાદિ કરવા માટે રાખી શકાય? અંજન કર્યા વિનાની જિન મૂર્તિ ઘરમાં રાખી શકાય નહિ. કારણ કે જિન પ્રતિમાજી દર્શનીય નથી પૂજનીય છે. અંજન કર્યા સિવાય (પ્રાણ પ્રતિષ્ઠાદિ વિધિ કર્યા વિના) પૂજવાથી કોઈ લાભ થતો નથી અઢાર અભિષેક કરવા માત્રથી પૂજા કરવાનો (વાસ પૂજાનો) અધિકાર મળી જતો નથી અથતિ પૂજય બનતી નથી કે અઢાર અભિષેક તો અંજનવિધિ કર્યા પછી અજાણતાથી - પણ થયેલ આશાતનાદિ ના દોષને દૂર કરવા માટે છે.
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy