________________
******
૨૩૨૨ * વર્ષ: ૧૬૨ અંકઃ ૨૯ * તા. ૧૫-૬-૨૦૦૪ જેલખાનામાં પુરાય છે. પાણી રહીત કાદવમાં ખૂંચી જાય છે, આ સ્નેહ જ અનર્થનો હેતુ છે, દુર્ગતિનું કારણ છે, હાસ્યનું સ્થાન છે, વિડંબણા-વિપત્તિઓનો હેતુ છે, વિવેકનો વૈરી છે, ભયાનક સંસાર સાગરમાં ભમે છે. જેમ શ્રી આર્દ્રકુમાર મહર્ષિએ પણ કહ્યું છે, હાથી લોખંડની સાંકળો તોડે તે સહેલું છે પણ નેહરાગના કારણે વજ્ર સમાન બંધનની બેડી ૫ બનેલ કાચાસૂતરના તાંતણા તોડવા કઠીન છે. નેહરાગને તોડવા આ જ વિચાર કરવો કે અનાદિ અનંત કાળથી આ સંસારમાં ભમતા મારા જીવે બધાની સાથે માતાપિતા, ભાઇ-બહેન, પુત્ર-પુત્રી, પતિ-પત્ની આદિ બધાજ સંબંધો બાંધ્યા છે, બધાજ જીવો સ્વજન પણ બન્યા છે અને પરજન પણ બન્યા છે તો હું જેમ કોઇનો નથી તેમ મારું પણ કોઇ નથી. પણ આ કાયરાગ એવો ભયાનક ચંડાલ છે કે, જે સ્વાધીન છે તેને ભૂલી જાય છે અને જે પરાધીન છે, લોકમાં ગર્હણી નિંદનીય છે તેની જ પ્રાર્થના-ઇચ્છા કરાવે છે, ખ ખર મદન દેવને પરવશ બનેલાને ધિક્કાર હો! ખરેખર વિષય રૂપી મહાવિષથી મોહિત બની ગૃહવાસને જ પ્રધાન સારો માનનારા કયા કલંકથી કલંકિત ન થાય તે જ આશ્ચર્ય છે. તેથી જ નિર્વિવેકી થયેલા તેવા જીવોન મનમાં શ્રી જિનધર્મ જરાપણ રૂચિકર ન બને તેમાં ય • વાઇ નથી, નથી જાણ્યો સારા-સારનો વિવેક તેવા જીવોના હાથમાંથી અમૃત પણ ઢળી જાય તે પહજ છે. ધીરપુરૂષોને સહજ તેવું તપત્યાગનું આ રણ વિષય સુખમાં લુબ્ધ કાયરપુરૂષોને દુષ્કર લાગે છે . વિષયો એ જ ભવનું બંધન છે, નરકનો માર્ગ છે, કિંપાકના ફલ જેવા છે, અતિઉત્કટ કોટિનું સઘ પ્રાણ ૨ વિષ છે, ભયાનક સત્ય છે. આશીવિષસર્પ જેવા ઇં, તેના જ કારણે તેમાં જ આશક્ત બનેલા જીવો જતમાં એવી કઇ વિપત્તિ વિડંપણા નથી જે પામ્યા ન હું ય અને તેને કહેવા માટે આપણી જીભ પણ ટુંકી પડે-સાર્થ ન થાય, આ પ્રમાણે જાણીને વિષયના સંગનો ત્યા કરવા માટે પ્રયત્ન કરવો હિતાવહ છે. (ક્રમશઃ) ૩૫૯ કર
ષ્ક્રિય વિરાગી અને.....
શ્રી જૈનશાસન (અઠવાડીક) પુરૂષો તેના ઉપર રાગ કઇ રીતના કરે ? આ સંસારનો વો વિપરીત ક્રમ છે કે તેની જાળમાં માત્ર જલજંતુઓ નથી ફસાતા પણ બુદ્ધિશાલીઓ પણ તેનાં બંધનમાં વધાય છે. માટે કહે છે કે, વિષય રાગનો ત્યાગ કરો, આાયોથી બચો, અને ધર્મ ને વિષે જ ઉદ્યમ કરો. કેમકે, સંઘળાય પ્રાણીઓનું જીવિત હાથીના કાનની જેમ ચલ છે અને સંધ્યાના રાગ સમાન યૌવન પણ ક્ષણભંગુર છે. આ જીવન મર્યાદિત છે, ધણા ભયને આપનારી લક્ષ્મી પણ અસ્થિર છે, કામભોગો પાકના ફલ જેવા અને દુરની વિપાકને આપનારા છે, આયુષ્ય ક્યારે નાશ પામે તેની ખબર નથી માટે શાશ્વત એવા ધર્મને માટે પ્રયત્ન કરવો હિતાવહ છે. જન્મ-જરા-મરણાદિ ભયોથી વ્યાપી, વ્યાધિવેદનાથી ગ્રસ્ત આ લોકમાં એક શ્રી જિનધર્મ વિના કોઇ જ આધાર નથી. જેમ બિલાડી દુધની તપેલી જુએ છે પણ માલિક પાછળ લાકડી લઇને ઉભો છે તે નીતી નથી તેમ મૂઢ જીવો આ વિષયસુખોને જુએ છે પણ પરિણામે નરકાદિ દુઃખોને જોતા નથી. વિષય તૃષ્ણાથી પરવશ અને પીડીત જીવો, લોક લાજ મર્યાદાને મુકી એવું કોઇ પાપ જગતમાં નથી જેને કરતા ન હોય. લજ્જા-માન-મર્યાદા, આ લોક પરલોકના કાર્યના વિચારમાં બુદ્ધિ ત્યાં સુધી જ પ્રવર્તે છે કે જ્યાં સુધી કામના બાણોથી હૃદય ભેદાયું નથી. તે વિષયોમાં જ મુંઝાયેલા અને રાગાંધ બનેલા જીવો કાર્યકાર્યને પણ જાણતા નથી. મદોન્મત હાથીઓને કરનારા, સિંહોને પણ પાળતુ કુતરા જેવા બનાવનારા દક્ષ અને શૂરવીર પુરૂષો ઘણા છે પણ કામદેવના દર્પનો નાશ કરનારા કામવિજેતા પુરૂષો તો બહુ જ વિરલ છે. કામને પરવશ બનેલા મર્યાદા-કીર્ત્તિ પુરૂષાર્થ અને ચાહત્મ્યનો પણ નાશ કરે છે. મૃગતૃષ્ણામાં મૂઝાયેલો ગ પ્રાણોને ગુમાવે છે. તેમ વિષયને પરવશ બનેલો જીવ ભવાટવીમાં ભમે છે. કામરાગનું કારણ સ્નેહરાગ અને તે સ્નેહરાગમાં ફસાયેલો જીવ પાંજરા વિના પણ બંધનમાં બંધાય છે, બેડી વિના પણ ભવ રૂપી
突突突
૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨ ૨