________________
MAMMMMMMMMMMMMMMMMMMMMMMMM******
શ્રી જૈનશાસન (અઠવાડીક)
书书书
પ્રકીર્ણક ધર્મોપદેશ
સંસારના સુખ માટે કદી ધર્મ ન કરે, કરવાનું મન પણ ન થાય. મોક્ષ માટે જ ધર્મ કરવાનું મન થાય. ‘મારે વહેલામાં વહેલા મોક્ષમાં જવું છે. તે માટે આ સંસારથી છૂટવું છે. સંસારનાં બંધનોથી છૂટવું છે' તેમ મન થાય છે? તમને ધર્મના બંધન ખટકે છે કે સંસારના બંધન ખટકે છે?
આ દુનિયાના સુખનો અર્થી કેટલાં પાપ કરે છે? તમે બધા જાતે જ વિચાર કરો કે, તમે કેટલાં પાપ કરો છો? તમે જૂઠ બોલો? ચોરી કરો તેવી કલ્પના કોઇ કરે? જેટલા સારા સુખી અને સંપત્તિવાળા જીવો છે તે મોટેભાગે જૂઠ બોલે, ચોરી કરે તો એવી કરે કે પકડાય તો સૌ બોલે કે તે દાવનો જ હતો. કોઇને તેની દયા ન આવે. આવું કરવા છતાં આજે તમે નથી પકડાતા તે ભૂતકાળનો પુણ્યોદય સહાય કરે છે. આજે ઘણાનું પુણ્ય તેના પાપમાં સહાય કરનારું છે. અહીં મજેથી પાપ કરાવે અને પછી દુર્ગતિમાં ભટકાવે. આવા પુણ્યના વખાણ કાય? આજે સુખી માણસો ઘણા પાપ કરે છે અને દુઃખી પાસે સામગ્રી નથી માટે કરતા નથી પણ કરવાનું મન તો છે જ માટે બેમાંથી એકનેય સારા કહેવાય તેમ નદી. આજે ઘણાં એવાં એવાં ખરાબ કામ કરે છે, મથી જૂઠ બોલે છે, ચોરી કરે છે-પુણ્ય પકડાવા દેતું નથી કદાચ પકડાય તો ય છૂટી જાય છે તો તેમાં મજા છે ને ધાર્યા પૈસા મળે છે. ખરાબ કરવા છતાં પકડી શતું નથી. કદાચ પકડાય તો લહેરથી બીન ગુનેગાર તરીકે છુટી જાય છે. આવું જો બને તો સારું માનો કે ભું ? આપણી પોતાની જાતને ન ઓળખીએ ત્યાં સુધી સાચો ધર્મ થઇ શકે નહિ. મોક્ષે જવું છે કે સંસારમાં મજા કરવી છે? સંસારની મજા નહિ છોડું તો વધારે દુઃખી થવું પડશે. સંસારની મજા-પુણ્યથી મળેલ મજા ભોગવવા જેવી નથી, છોડી દેવા જેવી છે-તેમ સરને જગ્યું છે? ભગવાને ન કરવાનું કહ્યું તે મજેથી કરે અને જે કરવાનું કહ્યું તે ન કરે તો શું થાય? ભગવાને કરવાનું કહેલામાંથી, કરવા જેવું ઘણું કરતા નથી, ન કરવા જેવું ઘણું મજેથી કરો છો તો તેને ધર્મી કહેવાય કે નહિ? ધર્મ સમજ્યો કે પામ્યો છે તેમ કહેવાય કે નહિ?
买家
* વર્ષ: ૧૬૨ અંકઃ ૨૯ * તા. ૧૫-૬-૨૦૦૪
તે
તમે ખોટાં કામ મજેથી કરો તો ય તમને કોઇ કહી શકે ખરું? આજે સારા સારા ગણાતા ખરાબ કામ મજેથી કરે છે છતાં તેમને કોઇ ખરાબ કહી શકતું નથી. પુણ્ય લઇને આવેલા છે, ઘણા ઘણા પાપ કરે જ જાય છે, તેમનું થશે શું તેમ પણ થાય છે? તેવા લોકો જે ધંધા કરે છે તેવા ધંધા કરવાનું મન થાય છે? કોઇ રિદ્રી સારી રીતના ધર્મ કરે તો તમે તેને બુદ્ધિ વગરનો, પાગલ કહો છો.
શ્રી ધનપાલ કવિ કહે છે કે-“હે ભગવાન! તને મેં જોયા ત્યારથી હું નિર્ભય થઇ ગયો. મને ભય માત્ર મોહનો છે. મોહને કાઢવાની મહેનત કરું ત. કામ થાય કહે છે.'' હું ભટકયો કેમ? અજ્ઞાન હતો માટે આમ કવિ ધનપાલ કહે છે. આપણે અજ્ઞાની કે જ્ઞાની? જે રીતે જીવો છો તે રીતે જીવતા જીવતા મરો તો ક્યાં જાવ? તમને મોટા કારખાનાવાળાને જોઇને તેના જેવો થવાનું મન થાય છે ને? સારા ભાવે ધર્મ કરનારને પૈસા-ટકા, રાજ-ઋદ્ધિ બધું જ મળે પણ તેને તે બધું ખરાબ જ લાગે, હું સાવચેત ન રહું તો મારા આત્માનું ભૂડું જ કરે તેમ લાગે. આગળના રાજાઓ પણ પ્રજાના દુઃખે દુઃખી અને સુખે સુખી હતા. રાજાથી, પ્રજાને દુઃખ થતું નહિં. તે રાજાઓ, પ્રજાને હેરાન કરનારને દંડ કરતા, સજ્જનોનું રક્ષણ કરતા, દુર્જનોને શિક્ષા કરવી પડે તો એવી કરતા કે બીજાઓ પણ તેવા ગુના કરે જ નહિ. જેમ રાજાઓ પણ સારા, ન્યાયી અને ધર્મભ વના વાળા હતા તેમ શ્રીમંતો પણ સારા હતા, ચોરી-જૂઠ કરનાર ન હતા. તેમની પાસે જે હોય તે બધું ચોપડામાં જ હોય. કયાંથી કેવી રીતે લાવ્યો તો તે બધું મજેથી બતાવતા. આવું કહી શકે તેવા આજે કેટલા મળે ? જ્યારે ધર્મ જીવતો હતો ત્યારે મોટે ભાગે જીવો ઘણાં સારા હતા. સુખીને જોઇને ગરીબો કહેતા કે ‘ભાગ્યશાળી છે.’ પણ આંખ બળતી ન હતી. જ્યારે સુખીની પણ ગરીબો તરફ અમીદષ્ટિ હતી. દુ ખીનું દુઃખ દૂર કર્યા વિના રહેતા નહિ. આવી પરસ્પરની આબરૂ હતી. આજના સુખીની પણ શી આબરૂ છે ? અને દુઃખીની પણ ! શી આબરૂ છે ? ક્રમશઃ)
與究究
૩૫૭