SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકીર્ણક ધર્મોપદેશ શ્રી જૈનશાસન (અઠવાડીક) મજેથી સોમણની તળાઇઓમાં પોઢી મસ્ત નિંદર માણી રહ્યો છે. વાસનાનો નાગો નાચ જોઇ હરખી રહ્યો છે. આજે મોહક પદાર્થો, માદક ચિજો અને મનસ્વી વિચારધારાનું પરિણામ એ આવ્યું કે સારા ગણાતા પણ વિષયોમાં એવા મસ્ત બની ઝૂલી રહ્યા છે કે, જ્ઞાનીની વાત પણ બહેરા કાને પ્રવેશે છે કે, પાપ પહેલા આંખથી પ્રવેશે છે અને પછી મનનો માલીક થઇ જાય છે. જેમ રાગાદિ દોષો આત્મામાં મુલાકાતી રૂપે પ્રવેશે છે, આંખમાં આદર જોઇ મહેમાન રૂપે રહે છે અને પછી આત્મા-મનનો કબજો જમાવી માલિક રૂપે રહી જાય છે. પછી ત. રાગી પાત્રના દર્શન-પ્રાપ્તિ-સંગ્રહ અને ઉપભોગમાં પાગલ બની જાય છે. સદ્ગુરુની શીખ પણ સાંભળતા નથી કે ‘“જગતમાં જન્મી તે શું કર્યું, ઓળખ્યા નહિ અવિનાશ, આહાર, નિદ્રા, ભય, મૈથુનથી કેમ ગયો નહિ ત્રાસી છૂ’’ હે આત્માન્ ! તારે આવી પરવશતાથી બચવું હોય તો તું વાતાવરણનો વાંક ન કાઢ પણ ડોકટરની જેમ તારા જ મને સમજાવ કે - હે મારા પ્યારા મનજી ! તમો ક્ષણ બે ક્ષણમાં ચિત્ર-વિચિત્ર ભાવોમાં રમો છો અને પરપદાર્થોમાં મૂંઝાઇ મને પણ મોહિત કરો છો. જેમ દુનિયામાં પાગલ માણસની ઘડી ઘડીમાં હસવારડવા, હસાવવા-રડાવવા આદિ ચેષ્ટાને જોઇ લોક મજા માને છે તેમ તમો પણ તેના જેવા બની લોકમાં હસનીય ન બનો તેમ ઇચ્છું છું. યૌવન વયની અંદર વિષયની લાલસાઓથી ગર્દભ સમાન ચેષ્ટાઓ કરો છો તો તેનાપરિણામનો વિચાર કરો ! પાંચે ઇન્દ્રિયોના અનુકૂળ વિષયો પાછળ જે રીતના તમે ભટકો છો, પણ જરા કાન દઇને મારી વાત સાંભળો કે, પ્રારંભમાં મનોહર અને અંતે વિરસ, પરિણામે કટુ એવા તેમાં જરાપણ ગૃદ્ધિ ન કરો, કારણ તમને દુઃખ જરાપણ ગમતું નથી તો અનંત દુ ખને આપનારા તે વિષયોનું સેવન વૃદ્ધિઆસકિતથી કરાય કરુ ? ો તેમાં તમો જરાપણ રંજન ૩૩૧ * વર્ષ: ૧૬* અંકઃ ૨૫ * તા. ૧૧-૫-૨૦૦૪ નહિ કરો તો તમો ઘણા સંતાપથી બચી જશો. જો તમો માનતા હો કે આ વિષયો જ સુખીદાયી તૃપ્તિકર છે પણ તમારો જ અનુભવ વિચારો કે તેને મેળવવા પાછળ તમો કેટલું લોહીનું પાણી કરો છો. જેમ તમે તેની મનોહરતા જૂઓ છો તેમ પરિણામે તેની ભયાનકતાનો પણ વિચાર કરો તો તમો ઘણી બધી વિડંળણાઓથી બચી જશો. સઘ પ્રાણહર વિષ સમાન આ વિષયોની વાંછાથી સ જેની ઇચ્છા પણ જીવમાં ખરાબી પેદા કરે છે. આ કામ રૂપી બાણોથી જર્જરિત થયેલા તમારા મનરૂપી કુંભમાં, કર્મના મલનો નાશ કરનાર, ભવની પીડાને હરનાર એવું શ્રી સર્વજ્ઞ ભગવંતોના વચન રૂપી વારિ શું રહી શકે ખરું ? વિષયોપભોગમાં જ આનંદ પામનાર તમારા હૈયામાં વિવેકરૂપી રત્નનો, પ્રકાશનો પ્રાદુર્ભાવ થાય ખરો ? અવિવેક રૂપી મદિરાના પાનમાં મસ્ત બનેલા તમારું શું થશે ? સ્પર્શનેન્દ્રિયમાં આસકત બનેલા તેમાં જ સુખ માનનારા તમે તેના ભયાનક વિપાકોને તો જૂઓ ! ખરેખર વિષયોથી વ્યામોહ પામેલા તમે કૃષ્ણ સર્પના દર પાસે, ઘણા છિદ્રવાળા ઉત્તમ ચંદન કાષ્ઠના ઘરમાં, માલતી પુષ્પોથી સુકોમલ શય્યામાં મજેથી સૂઇ જાવ તો પરિણામ શું આવે તેનો વિચાર તો કરો. તમને જીવિત પ્રિય છે. અને મરણ શબ્દ પણ પીડા કરનારો લાગે છે તો તમારી પ્રવૃતિ કઇ જાતિની છે જેની પ્રાપ્તિ ઘણા કલેશે થનારી અને જેનો ભોગવટો મોહનો જનક છે અને સંસારવૃદ્ધિ જેનું ફળ છે. તેમાં તમો નિશ્ચિંત કઇ રીતના છો ? ગમે તેવું રૂપાળું અને અનુકૂળ વિષયોપભોગમાં સમર્થ શરીર હોય તો પણ તેમાંથી ચેતન ચાલ્યો જાય તો તે રૂપાળા શરીરને શો કેસમાં મૂકી આનંદ પામો કે બાળી નાંખો ? રેશમના કીડાની જેમ તમો તમારી જાતને બાંધી રહ્યા છો તેનું ભાન આવે છે ખરું ? ઇન્દ્રિયગ્રાહ્ય એક પણ વિષય કે પદાર્થ સ્થિર નથી છતાં પણ તેમાં જ સ્થિરતાની બુદ્ધિ કરી અત્યંત રાગી બનેલા તમે જાતે જ તમારી મૂઢતાને પ્રગટ કરો છો. (ક્રમશઃ)
SR No.537269
Book TitleJain Shasan 2003 2004 Book 16 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2003
Total Pages382
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy