________________
વિષય વિરાગી અને...
અનંતો કાળ એકેન્દ્રિય પણામાં કાઠયો હોઇ સ્પર્શેન્દ્રિયની લાલસા એકદમ ન ઘટે તે બને. પણ તેને આધીન તો મારે નથી જ બનવું અને શકય તેટલા તેનાથી બચવું છે. આ કિત ન છુટે પણ તેના લગાવથી બચવા ઇષ્ટ વિષયોના રાગનો સંપર્ક ઓછો કરવો અને અનિષ્ટ વિષયોની સાથે સંપર્ક વધારવો જેથી તેના પ્રત્યે દ્વેષતી માત્રા ધીમે ધીમે નાશ પામે.
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણ માત્રનો અનુરાગ અને તે માટેની જ્ઞાનીએ બતાવેલી ક્રિયાઓમાં અપ્રમાદ આવે તેને મોક્ષનો ઉપાય કહ્યો છે. તે માટે રોજ વિચારવું કે, આ સંસાર એ મારા આત્માનું સ્વરૂપ નથી પણ કર્મે રર્જેલું વિરૂપ છે. મારું શુધ્ધ સ્વરૂપ મોક્ષ જ છે. જે કાંઇ મારામાં વિક્રિયા-ખામી દેખાય છે તે કર્મના કારણે છે. જે કર્મ ચૌદ-પૂર્વીને પણ નિગોદમાં મોકલે તે કર્મથી કેટલા બધા સાવધ સાવચેત રહેવું પડે. કર્મે આપણને રમકડાં બનાવ્યા છે અને એવા નાચ કરાવી આપણાને નરકાદિ દુર્ગતિમાં મોકલી નાચે છે. આ રીતના કર્મને ઓળખી કર્મ સાથે કજીયો કરે તેનું કલ્યાણ થાય. કર્મ સામે ક્ષણે ક્ષણે જેનો કજીયો ચાલુ હોય, કર્મ સાથે જેને જરા પણ મેળ નહિ તેનું નામ ધર્માત્મા છે!
આ સંસાર એ આત્માનું સ્થાન નથી. પુણ્ય યોગે મળેલી અનુકૂળ સામગ્રી સંયોગો આજે છે અને કાલે નથી, મને પૂછ્યા વિના ચાલ્યા જાય કાં મારે તે છોડીને જવું પડે. દુનિયાના બધા જ પદાર્થો, મારું ખુદનું જીવન પણ અનિત્ય છે. જે નાશવંતી ચીજો પાછળ મારું જીવન વેડફી રહ્યો છું, ોહીનું પાણી કરું છું. તે બધાનું કારણ મોહ છે, વિષયારાકિત છે. સંસારનું પુણ્યથી મલતું સુખ ગમી જાય તેવું છે. લોભામણું અને લલચામણું છે. તેમાં જ મજા માની જીવું છું., ઇન્દ્રિયો તો સુખના આશામાં જીવે છે. થોડું સુખ મળે તો પાગલબની જે રીતના વર્તે છે. તેનું વર્ણન ન થાય. મદિરાનો નશો ચઢે તેના કરતાં આ વિષય-કષાય જન્મ સુખોનો નશો વધુ ભયંકર છે. તેના નશામાં પાપ, પાપ લાગતું જ નથી. તે સુખે જીવને એવો રાંકડો - બિચારો-લાચાર બનાવી દીધો છે જે
સૌના સ્વાનુભવમાં છે. તેનું કારણ એ પણ . છે કે, આજે
* વર્ષ: ૧૬ અંકઃ ૨૩ * તા. ૪-૫-૨૦૦૪
મોટા ભાગની પાસે પુણ્ય છે પણ ઉત્તમ સંસ્કાર નથી. આ ઇન્દ્રિયોમાં પાગલ બનેલા વિચારતા નથી કે, આ ઇન્દ્રિયો તો હરામખોર જાતની દુર્જનને ય વટલાવે તેવી છે, તે મોહની દૂતી છે. આત્માનો નાશ કરનારી છે. જીવની ઇન્દ્રિયો હોવા છતાં મોહનું કામ કરે છે. જેના પર મોહનો અધિકાર જીવનો હોય તેને તો ઇન્દ્રિયો ડાકણની જેમ વળગી એવા એવા કામ કરાવે કે શેતાનને ય શરમાવું પડે. અને તેના માટે આજના TV, વીડીયો આદિ સાધનો દૃષ્ટાંતભૂત છે. જે ઇન્દ્રિયોને ઓળખે, તેના વિકારો અને વિકૃતિને આધીન ન થાય તે જ આત્મા તેનાથી બચી શકે.
ઇન્દ્રિયોના વિજેતા બનવા ભોગતૃષ્ણાના સ્વરૂપને સમજવું જરૂરી છે. આ તૃષ્ણા જ એવી છે જે દિવસે વધતી જાય. ગમે તેટલી તેની પૂર્તિ કરો તો પણ તે વધતી જ જાય. તેની ઓળખ આપતા ‘ઉપમિતિ’માં કહ્યું છે કે- આ ભોગતૃષ્ણા અંધકારની કાળજ જેવી કાળી રાત્રિ સમાન છે, રાગાદિ દોષોનું કારણ છે, પાપકાર્યોમાં પ્રવર્તાવનારી છે. જેમ કાષ્ઠો વડે અગ્નિ અને નદીઓ વડે સમુદ્ર ન પૂરાય તેમ જેમ જેમ ભોગવો તેમ તેમ વૃધ્ધિને પામનારી છે, સમુદ્રને બે હાથથી માપવાની જેમ ભોગોથી આને પૂરવાને ઇચ્છે છે, ભોગતૃષ્ણામાં જ આનંદ-મજા-પ્રિયતા માને તે કાયમ સંસારમાં ભટકે. થોડી અનુકૂળતા મળે અને મોહથી તેમાં મદોન્મત્ત બની દુઃખી થાય છે. મોક્ષનો દ્વેષી અને સંસારનો જ પ્રેમી બનાવનારી પાપિણ્ઠ એવી આ ભોગતૃષ્ણા છે. તેમાં જ રાગી અને પાગલ બનેલો સ્ત્રીના અશ્િચ અંગોમાં કુંદ, કમળ, સુવર્ણકળશ અને ચન્દ્રની ઉપમા આપી મોહ ઘેલો મોહને જ વધારે છે. સઘળાંય નિન્દ કર્મોનું કારણ માયાવી રાક્ષસી જેવી આ ભોગતૃષ્ણા છે. લજ્જા, વિવેક, વિનય, ગુર્વાદિની ભક્તિ આદિ સઘળાય ગુણોને ભૂલાવનારી ભૂત જેવી આ ભોગતૃષ્ણા છે. અન્ય દર્શનીઓ પણ માને છે કે તામસ ભાવથી યુકત અને રાજસ પરમાણુથી બનેલા શરીરવાળી આ ભોગતૃષ્ણા પાપરૂપ છે અને પાપમાં જ પ્રવર્તાવનારી છે. માટે તેના પાપથી બચવા પ્રયત્ન કરવો જોઇએ. (ક્રમશઃ)