________________
શ્રી જૈનશાસન (અઠવાડીક)
|
|
આ બધાનું મૂળ સાવ જુદું જ છે. અમને તો ત્યાં સુધી આભારભૂત જવાબદાર વ્યકિતઓએ જણાવેલ છે કે, ‘ખૂબ જ દુઃખની વાત છે કે પૂ. આ. પ્રેમ સૂ.મ.ના સમુદાયને વરદાન છે કે તેના બે-બે ભાગ થતાં રહે છે.’ જે સમુદાય ભેદ સને ૨૦૨૦ના પટ્ટકને રદ કરાયો અને હવે સત્તાના સૂત્રો હાથમાં આવ્યા એટલે, આજના રાજકારણની જેમ અમેરિકાવાળા ઇરાકને દંડે, તેં મને ગાળ દીધી જ કેમ, તું મારી વિરોધમાં વર્તો જ કેમ- તે નીતિ આજે જે જોવા મળે છે તેનાથી લાભ વધુ કે નુકસાન તે તો સમય જ જણાવશે. ત્યારે જે મહાપુરૂષ આગળ પોતાની વાત ફાવી નહિં એટલે આજે
સવ્વ જીવા કમ્મવસ
છે.
નહિં તો જે મહાપુરૂષને ૨૦૪૨માં પ્રતિષ્ઠા સમયે દમણમાં નવાંગી ગુરુપૂજન પ્રસંગને ‘૨૫માં તીર્થંકર’ કહેનાર, સંમેલન વખતે તે મહાપુરૂષને માટે એલફેલ ભાષામાં ‘સમકાલીન' આદિ ન્યુઝ પેપરોમાં લખનાર પાસે આજે પોતાની પ્રસિદ્ધિની વાતો કેવી રજૂ કરાવે છે તે જોવી જાણવી હોય તો ‘પ્રશમરસનો પબ્લિક ઇસ્યુ’ પુસ્તિકા વાંચી જવી. હમણાંના વર્તમાન પત્રોમાં ‘પ્રેમનો પબ્લિક ઇશ્યુ' તેવા નામના નાટકની જાહેરાત આવે છે એટલે વાચકો સારી રીતના સમજી શકશે કે અમે શું જણાવવા માગીએ છીએ.
|
|
|
શ્રાવકોના અતિચારમાં ‘ખોટી સાક્ષી પૂરી અને કૂડો લેખ લખ્યો' આ ભાવની જે વાત આવે છે તેનો અર્થ શું સમજાવતા હશે તે પણ વિચારણીય છે. શાએ કહ્યું કે‘સાધુને તપ કરવા તિથિ જોવાની નહિં માટે અતિથિ. અને આજે ઘણાએ તેનો અર્થ કર્યો કે અમે અતિથિ માટે અમારે સદા વાપરવાની છૂટ' શાસ્ત્રોના અર્થનો અનર્થ કરનારો વર્ગ વધે અને ‘ભાવ પ્રતિક્રમણનું ખોલો તાળું' તેમાં શું સમજાવે તે વિચારવું જોઇએ.
|
પણ આજે શબ્દશૂરા માણસો અતિશયોક્તિના ચોગઠા પૂરઝડપે ચલાવે છે. જાહેર જૂઠાણાઓના સેલ્સમેનો આજે સફળ માણસ ગણાય છે, તેમની આવી બોદી સફળતાઓના જૂઠાણા પ્રચારનારાઓનો પાર નથી. ખુશામતખોરો ચારે બાજુ (દરેક ક્ષેત્રોમાં પણ) ફેલાયા છે. તેનો ચેપ તકવાદી વામણાઓને ઝીલતા વાર નથી. દંભ- જૂઠ- માચા- પ્રપંચ તે આજની અણમોલ દેન છે. સત્ય માટે ઝઝૂમનામાં કોક વિરલા દેખાય છે.
|
હવે જૂઠ બોલવાની કળા દિન-પ્રતિદિન વધી રહી છે. જૂઠના રૂપો, જાગે ત્યારથી સૂવે ત્યાં સુધી દેખાય છે. જેમ કે- સામાને ખોટું ન લાગે તેવી ઠાવકાઇથી સત્યાભાસ બોલવું, મૌન રાખવું, દ્વિઅર્થી બોલવું, સામાને બદલે પોતાને ઉપયોગી થાય તેમ મઠારીને બોલવું, પોતાનો જ સ્વાર્થ વિચારી બોલવું, અસત્ય જાણવા છતાં પોતાનો જ કક્કો ખરો કરવા કૂદી પડવું, હૈયામાં પોલ છતાં બહારથી નિર્ભતા દેખાડવી, દૂધદહીંમાં પગ રાખવો, પોતાની જૂઠની પોલ પકડાઇ જાય તો બચાવમાં આવા-તેવા ફાંફા મારવા, જવાબદારીથી છટકવા શબ્દોનો આડંબર કરી સત્યનો અંચળો ધારણ કરવો, છટકબારી શોધવી, લાગણીનું પ્રદર્શન કરવું, જાણવા છતાં અજાણ્યા બનવું નિષ્ક્રિયતા, પલાયનવાદ, સ્વાર્થ પ્રિયતા જૂઠને બોલ વે છે. હૈયામાં કાંઇ અને બહાર કાંઇ કયાં લઇ જશે.’
|
આજે સત્યની સ્મશાનયાત્રા અને અસત્યને લીલા લહેર છે. આવા અવસરે અધિહિત ખોટી
‘પ્રલોભનોની પળોમાં પ્રામાણિકતાનો પાલવ | દેવદ્રવ્યને હાનિ કરનાર પ્રવૃત્તિને સાથ તો ન જ આપવો પકડી સ્વસ્થ રહેવું. તેથી જ જીવન ચારિત્ર્યનું ઊંડાણ | જોઇએ. ભલે પૂણ્ય ઓછું હોય, પ્રભાવ ન હોય પણ આ
૨૮૪
|
* વર્ષ: ૧૬૨ અંકઃ ૧૯ * તા. ૩૦-૩-૨૦૦૪
સમજી શકાય. આ જાણવા છતાં જૂઠાણાના ઉપાસક બનવાનું આકર્ષણ કેમ છોડાતું નથી તે ગંભીર પ્રશ્ન છે. આપણે- જ્ઞાનીની દષ્ટિએ - જેને સાચું અને અનુકરણીય માનીએ તેને જ વળગી રહેવાનો નિર્ણય નાનકડો પણ આત્મવિજય છે. જીવનને સ્થિર કરવા, સન્માર્ગ ગામી બનાવવા આ અતિમહત્વની વાત છે. વસુ કે વૈભવ ખાતર વચનથી તસુ પણ ન ખસે તેવા વિરલાને કદાચ કોઇ ન ઓળખે તે બને. છતાં તેઓ પોતા...! જીવનને તો ઉજાળે છે.
|
આજે જૂઠાણાઓનું જે સામ્રાજય વ્યાપ્યું છે તે અંગે એક વિચારકનો જે લેખ હતો તેમાંની જરૂરી વાતો તેમના જ સાભાર સાથે અત્રે જણાવું છું. જેથી વર્તમાનની જે વિષમ પરિસ્થિતિ છે તેના મૂળમાં પ્રકાશ
પડે.