________________
સંકલ્પાત્ સિદ્ધિ
શ્રી જૈનશાસન (અઠવાડીક)
મોજાઓ જે રીતે પાછા ફર્યા અને જે રીતનું હવામાન હતું તે પ્રમાણે મોટાભાગના કોફીનો તણાતા તણાતાં વેસ્ટઇંડીઝ તરફ વહી ગયા....
જયારે ચાર્લ્સે કાલગનના કોફીને સાવ જુદો જ માર્ગ પસંદ કર્યો. એ કોફીન આટલાંટીક મહાસાગરના ગલ્ફમાં સામે પ્રવાહે ખેંચાતું ખેંચાતું અખાતમાં ઉત્તર કેનેડાના હડસનના અખાતમાં આગળ વધ્યું. શરૂઆતના કોઈ બેટ ઉપર ન રોકાતું એ કોફીન દસ મહિનાની લાંબી દરિયાઇ મુસાફરીના અંતે ચાર્લ્સ કાલગનના માદરે વતન પ્રિન્સ ટાપુ ઉપર જઇ પહોંચ્યું.
સવારે જયારે કાંઠા ઉપર તણાઇ આવેલું કોફીન જોયું ત્યારે માછીમારોએ એને ખેંચીને જમીન ઉપર આણ્યું. ચાંદી ઉપર મોટા સોનેરી અક્ષરોમાં લખાણ વાંચ્યું. ‘અહીં મહાન અભિનેતા ચાર્લ્સ કાલગન સૂતો છે...'
અરે! આ તો આપણા ચાર્લ્સનું કોફીન ! જેણે આખી દુનિયામાં ડંકો વગાડ્યો! જેણે માતૃભૂમિને
એક માણસ હતો. ખૂબ બુદ્ધિમાન. દિનભર મહેનત કરી પરીશ્રમ કરી કમાણી કરી. આખા જીવનની કમાણીમાંથી જે પૈસા બચ્યા તે તીજોરીના અલગ અલગ ખાનામાં સોનુ, ચાંદી, મણી, માણેક, મોતી આદિ મૂક્યા. એક ખાનામાં કોરા કાગળિયાં મુકેલા હતાં તેમાંના એક કાગળ ઉપર સારીયે મિલ્કતનો સરવાળો હતો. નવરાશના સમયે કાગળ કાઢી વાંચતો અને મલકાતો.
એક દિવસ મકાનમાં આગ લાગી. ભડભડ મકાન બળવા લાગ્યું. ચારેય કોર અગ્નિની જવાલા ફેલાવા લાગી. કાળા ધુમાડાના ગોટાઓથી મકાન આખું ઘેરાઇ ગયું. એ માણસને વિચાર આવ્યો મકાન તો બચી શકે એમ લાગતું નથી. લાવ, તિોરીને બચાવું, એટલે ઉતાવળો હાંફળો-ફાંફળો, ગભરાતો ગભરાતો તીજોરી પાસે ગયો, ચાવી લગાવી તીજોરી ખોલી ન ખોલી ત્યાં અગનજવાલા પોતાના તરફ
* વર્ષ: ૧૬ * અંકઃ ૧૭ * તા. ૯-૩-૨૦૦૪
કદી વિસારી નથી... હજારો વખતે જેણે માતૃભૂમિમાં પોતાના દફનાવવાની પોતાના ઈચ્છા પ્રગટ કરેલી..! જે કામ એના ચાહકો ના કરી શકયા તે કામ કુદરતે કરી દીધું!
હજારો લોકોએ ભેગા મળી, ચાર્લ્સના કોફીનનો અંતિમવિધિ એના વતનની ભૂમિમાં કર્યો ત્યારે સૌના હૈયે એક જ વાત રમતી હતી... ચાર્લ્સનો સંકલ્પ સિદ્ધિને વર્યોં... ભાગ્યશાળી માણસ કહેવાય! કુદરત પણ જેના સંકલ્પને સિદ્ધ કરવા સહાય કરે... કેવો ચમત્કાર કહેવાય!
કોરા કાગળિયા
આવી દેખાઈ.
નજીક આવતી અગ્નિની લાયથી એ ગભરાયો. જે હાથમાં આવે તે લઇને નીકળી જાઉં, એમ મનમાં વિચારી ખાનું ખોલી જે હાથમાં આવ્યું તે લઈને નાઠો. તમાશો જોવા આવેલા લોકોએ શેઠની હિંમતને આવકારીને પૂછ્યું શેઠ- શેઠ શું લાવ્યા? શેઠ બોલ્યા, ‘મારા જીવનની કમાઇ.’
૨૬૧
હંમેશા શુભ સંકલ્પો કરતા રહીએ... એને ઘુંટતા રહીએ... આઠ વરસની વયમાં આવતા ભવે દીક્ષા લેવાની ભાવનાને આજથી જ ઘુંટવા માંડીએ... શ્રી વજસ્વામિને યાદ કરીએ.
(પ્રસંગ કલ્પલત્તામાંથી) -પૂ. આ. ચંદ્રશેખરવિજયજી મ.સા
શેઠના હાથમાં રહેલા કોરા કાગળિયા જોઇ લોકો હસવા લાગ્યા. શેઠ કયાં છે કમાઇ? અરે, ભલા આદમી, જો ને આ રહી મારી કમાઇ.
વાહ રે વાહ, તારી કમાઇ, શું આખી જીંદગીમાં આ જ કમાયો?
ભાઇઓ, આહાર કરી શરીર બનાવ્યું, ઘણાં • ધમપછાડા કર્યા, ઘણું ભેગું કર્યું પરંતુ જયારે શરીરરૂપી મકાનમાંથી ભાગવું પડશે ત્યારે તારા હાથમાં કોરા કાગળિયાં ન આવી જાય તેની સાવચેતી રાખજે.
-પ્રશાવિ