________________
કોયલામાં હીરો પાકે
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૬૨ અંકઃ ૧૭ હૈ તા. ૯-૩-૨૦૦૪
કોયલામાં હીરો પાકે 1
એક બાઇ.
બાઇને એક દીકરો. નામ પ્રેમજી.
બધા એને પ્રેમો કહે.
પેમાને પિતાજી નથી.
એકલા ા છે.
મા મજુરી કરે છે.
પેમો પંદર વરસનો થયો છે. બિચારી બાને થાય છે કે, એકનો એક દીકરો છે. થોડું ભણે તો સારૂં. કોઇ વેપારીને ત્યાં નામું લખી શકે. આમ વિચારી બાએ પેમાને ભણવા મૂકયો.
એનું નામ. પેમાભાઇ. રખડવાનું કામ એનું.
મહેતાજી ઘણું શીખવે પણ એક એકડોય શીખે નહિં. ચાર ચાર વરસ ભણતાં થયાં, પણ પેમાભાઇને પૂરા સો આંકડા લખતાં આવડયા નહિ કે પૂરી બારાખડી શીખ્યો નહિં. મહેતાજીને રીસ ચડી. કહે કે, આવા ઠોઠ
૨૫૫
-શ્રી જીવરામ જોશી
છોકરાને મારે ભણાવવો નથી. પેમાની બા મહેતાજીને પગે લાગી. આંસુ આવી ગયાં અને બોલી : એકનો એક દીકરો છે-બાપ વિનાનો છોકરો છે. એ નહિં ભણે તો દુઃખી થઈ જશે. એને મારો, એનું ચામડું ચીરી નાંખો. હું કંઈ નહિં બોલું. પણ એને ભણાવો. મહેતાજીને લાગણી થઈ. બાપ વિનાના છોકરાને ભણાવવો જોઇએ.
પણ એ પેમાભાઇ ભણતાં નથી.
સોટીઓ મારે છે, કાન પકડાવે છે, ઊભો રાખે છે, પણ પેમાભાઇ એવા ને એવા.
એક દિવસે પેમાભાઇ મોડા આવ્યા. મહેતાજી કહે : કયાં ગયા હતાં? પેમો રખડું ખરો પણ ખોટું બોલે નહિં. પેમાએ કહ્યું : પાદરમાં રમતો હતો. મહેતાજી કહેઃ શું રમતાં હતાં?
:
પેમો કહે ઃ આંબલી પીપળી.
મહેતાજીને રીસ ચડી. કહે કે આજ તને અમે ફ્
આંબલી પીપળી રમાડી દઇએ. પેમાના પગ બાંધ્યા.
ઊંધે માથે લટકાવી દીધો.
ઉપરથી સટાસટ સોટીઓ મારી.
પેમાભાઇ સીસકારા કરીને રહી ગયા.
સાંજે ઘેર ગયા. બીજા છોકરાઓએ તેની બાને વાત કહી હતી. પેમો ધીરે પગલે ઘેર ગયો. પાટી મૂકી દીધી. જાણે કે કંઇ બન્યું જ નથી, બા, રમવા જાઉં છું. એમ કહીને રમવા ચાલ્યો. બાએ તેને બાથમાં લઇ લીધો. ટપ, ટપ, ટપ આંસુ ખરી પડયાં. વહાલથી બા બોલીઃ દીકરા! આવો માર ખાય છે છતાં ભણતો કેમ નથી?
પેમો બોલ્યોઃ બા! મને ભણતાં આવડતું જ નથી. મને ભણતાં નહિં આવડે. બીજું ગમે તે કામ કરૂં.