________________
શ્રી વિજય ર્લાબ્ધસૂરી જૈન ધાર્મિક... શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષઃ ૧૬ અંક : ૫ * તા. ૯- ૨-૨૦૦૩
શ્રી વિજય લબ્ધિસૂરી જૈન ધાર્મિક પાઠશાળાનો અમૃત મહોત્સવ ઐતિહાસિક બન્યો
ભારતભરમાં ખ્યાતિપ્રાપ્ત, બેંગલોર શહેરની સંસ્કારદાત્રી શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો સેવા શિક્ષણ અને સંસ્કારના ૭૫ વર્ષની સુદીર્ઘ લાંબી મંજીલ પૂર્ણ કરી ધાર્મિક શિક્ષણ જગતમાં પ્રેરક ઇતિહાસનું સર્જન કર્યું છે.
|
કવિકુલ કિરીટ વ્યાખ્યાન વાચસ્પતિ આ. દેવ શ્રી લબ્ધિ સૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ.મુ. શ્રી ગંભીરવિજયજી મ.સા.ના સદુપદેશથી સ્થાપિત આ પાઠશાળાનો અમૃત મહોત્સવ બેંગલોરમાં ચાતુર્માસ બિરાજીત જીવન ક્રાંતિના સૂત્રધાર, શાસનદિવકાર શાંતિદૂત આચાર્યદેવ શ્રીમદ્વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા.ની પરમ પુન્યપ્રભાવક નિશ્રા તથા નિર્દેશનમાં તારીખ ૧૭-૯-૨૦૦૩થી ૨૧-૯-૨૦૦૩ સુધી પાંચ દિવસના ભવ્ય કાર્યક્રમ સાથે મનાવવામાં આવ્યો. ગત વર્ષથી આ કાર્યક્રમનું આયોજન કરવાનું વિચારવામાં આવ્યું. સંઘના ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપક સમિતિ તથા અધ્યાપકોએ આ નિમિત્તે ૭૧ લાખનું સ્થાઇ ફંડ બનાવવાનું લક્ષ્ય બનાવ્યું જેથી ભવિષ્યમાં પણ આ સંસ્થા સુંદર કાર્ય કરી શકે. ૧ મહિનામાં લોકો દ્વારા સુંદર સહયોગ મળ્યો કે પાઠશાળા માટે ભારતવર્ષમાં પ્રથમવાર ૧ કોડ ૪૧ લાખ જેવી વિશાળ રાશી ભેગી થઇ આવી. હવે તો ઉત્સાહનું પૂર ઉમટયું. લોકોએ સામે ચડીને સુંદર રાશી અર્પણ કરી. સંઘવી સુભાષચંદજી ગજરાજજી સિસોદીઆએ ૧૧ લાખની રાશી અર્પણ કરી. પાંચ દિવસનો ભવ્ય કાર્યક્રમ
પ્રથમ દિવસે સંક્રાંતિ સમારોહ સાથે મહોત્સવનો શુભારંભ થયો. પરમાત્મ ભક્તિ સ્વરૂપ સ્નાત્ર મહોત્સવે લોકોને નચાવ્યા- કુદાવ્યા- અભૂતપૂર્વ દ્રશ્ય ઉપસ્થિત થયું. મુખ્ય દાનદાતા સંઘવી સુભાષચંદજી ગજરાજજી સિસોદીયા દ્વારા દીપ પ્રજવલન સાથે કાર્યક્રમની શુભ શરૂઆત થઇ. શ્રી આદિનાથ જૈન શ્વે. સંઘ ચિકપેટના અધ્યક્ષ લક્ષ્મીચંદજી કોઠારી આદિ અનેક ગણમાન્ય વ્યકિતઓએ પાઠશાળાની ગતિવિધિ વર્તમાનમાં તેની આવશ્યકતા તથા ઉપયોગિતા વિગેરે પર પોતાના વિચારો પ્રસ્તુત કર્યા. બધાનું કહેવું એક જ હતું કે આ પાઠશાળાએ ફકત બેંગલોરમાં જ નહીં પણ પૂરા દક્ષિણ ભારતમાં સુસંસ્કારોની સુવાસ ફેલાવી છે અને
૧૧૮
પુરા ભારતમાં પોતાનું વિશિષ્ટ સ્થાન સ્થાપિત કર્યું છે. આજે જમણવાર શા પ્રેમચંદ ભંડારી ત ફથી લગભગ ૮ હજાર લોકો માટે કરવામાં આવ્યો.
અમૃત મહોત્સવના પાંચ દિવસીય કાર્ય :મમાં સહુથી પ્રથમ ૧૪-૯-૨૦૦૩ના રવિવારે ચિકપેટના ર ોહન હોલમાં ‘કૌન બનેગા જ્ઞાનપતિ’ પ્રશ્નમંચનું સુંદર આયો જન કરવામાં આવ્યું. વિજેતાઓને સોના-ચાંદીના સિક્કાઓ અર્પણ કરવામાં આવ્યા. લોકોએ ખૂબ જ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો.
રવિવારે પત્રકાર પરિષદમાં પણ વ્યવ ાપક સમિતિ તથા પ્રાધ્યાપક સુરેન્દ્રભાઇએ પત્રકારોને પાઠશાળાના ઇતિહાસની માહિતી આપી. લગભગ હિન્દી-તંગ્રેજી- કન્નડ -ઉર્દૂ વિગેરે ભાષાના પેપરોએ પોતાના વિષ્ટિ લેખોમાં પાઠશાળાના સમાચારો પ્રકાશિત કરી જન મન માં પાઠશાળા પ્રત્યે બહુમાન જગાવ્યું.
૧૭-૯-૨૦૦૩ના રાત્રે ૮ વાગે ‘ભૂલે વસરે ગીત' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું શ્રી વિજ લબ્ધિ સૂરી સંગીત મંડળ (લબ્ધિગ્રુપે) સુરેન્દ્રભાઇ સ થે પરમાત્મ ભકિતના જુના ગીતોને પ્રવાહિત કરવા સાથે ભૂ પૂર્વ સદસ્યો અને ગીતોને યાદ કરી જુની યાદોને તાજી કરી
બીજો દિવસઃ ૧૮-૯-૨૦૦૩ ગુરુવાર ૫ ચિકપેટના સોહન હોલમાં બેંગલોરની સમસ્ત પાઠશાળા ટ્રસ્ટીઓઅધ્યાપકો તથા અભ્યાસકોનું મિલન રાખવામાં આવ્યું. ફકત કકિટના જ નહીં પરંતુ ભારત વર્ષના અનેક વિધનો પધાર્યા. જેઓએ ૫૦-૫૦ વર્ષ સુધી પાઠશાળામાં પોત ની સ્વર્ણિય સેવાઓ પ્રદાન કરી છે તેવા અધ્યાપકોનું અ ગમન થયું. વર્તમાનમાં પાઠશાળાના પ્રમુખ પ્રાધ્યાપક સુરે દ્રભાઇ સી. શાહ જેઓ ૩૬ વર્ષોથી પાઠશાળાનું સંચાલન કરી રહ્યા છે તેઓએ મંચનું સંચાલન કરતાં બતાવ્યું કે આ પાઠશાળાએ પ્રત્યેક વ્યકિતના જીવનને સુસંસ્કારોથી સજાવ્યું છે શોભાવ્યું છે. આજે બેંગલોરમાં લોકોના જીવનમાં સ ળતાઓની ઉપલબ્ધિ જોવામાં આવે છે તેનું શ્રેય પાઠશાળાને ° ય છે કારણ કે અહીંથી જ તેઓને જીવન જીવવાની કલા તથ ધર્મસંસ્કૃતિ જ્ઞાન પ્રાપ્ત થાય છે. અનેક વિદ્યાર્થીઓએ (લ ભગ ૬૦)