________________
ccccccccccccccccccccccccc
શ્રી જૈનશાસન (અઠવાડીક) લબ્ધિ વાર્તા વિહાર
સત્યકી વિદ્યાધર
સત્યકી વિદ્યા ૨
પ્રવચનકાર :- ‹.આ. ભગવંત શ્રી વિજય લબ્ધિસૂરીશ્વરજી મ.
જગતમાં • હાદેવની એવા પ્રકારની મૂર્તિની પૂજા કેવી રીતિએ શરૂ થઇ, તે સંબંધી આપણે ત્યાં, જૈન શાસ્ત્રોમાં, ખૂલાતો આવે છે.
સત્યકી ના । વિદ્યાધર બહુ જ સ્ત્રીલોલુપ હતો. એણે રૂપપરાવર્તિ ની આદિ ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી હતી. વિદ્યાના ળથી રૂપને બદલી નાખીને, એ ગમે તે રાણી અગર - મે તે સ્રીની પાસે પહોંચી જતો અને ભોગ ભોગવતો. ઘણાં રાજાઓના અન્તઃપુરોને એણે આ રીતિએ ભ્ર′ કરી નાખ્યાં હતાં. કોઇપણ સ્ત્રી સત્યકીની નજરે ચઢી અને જે એને એ ગમી ગઇ, તો ખલાસ! એ બી રીનું શીલ અખંડિત રહે જ નહિં. એ સ્ત્રીના પતિ રૂપ લઇને જ સત્યકી એ સ્ત્રીને ભોગવી આવે અને પાછળથી જ એ સ્ત્રીને ખબર પડે કે- મને ભં ગવનાર મારો પતિ નહોતો, પણ મારા પતિના રૂપને ધરીને આવેલો કોઇ બદમાશ પુરૂષ હતો!
સત્યકી અ વા પ્રકારના અનાચારથી, રાજાઓ પણ ત્રાસી ઉઠ્ય હતાં. સત્યકીનો જાન લેવાને માટે, જે કાંઇ ભોગ આપવો પડે તેમ હોય તે ભોગ આપવાને માટે અને જે કાંઇ જોખમ ખેડવું પડે તેમ હોય તે જોખમ ખેડવાને માટે પણ રાજાઓ તૈયાર હતાં; પણ કરે ?
એમાં ઉંમા નામની એક વેશ્યાએ બીડું ઝડપ્યું. ઉમા સૌન્દર્યવતી તો હતી જ અને તેમાં પાછી વેશ્યા હતી, એટલે એના હાવ-ભાવનું પૂછવું જ શું? રોજ બની-ઠણીને ૨. ઉમા વેશ્યા પોતાના મકાનની અગાશીમાં ઉભી રહેતી. સત્યકીની નજર પોતાના દેહ
જ
*વર્ષ: ૧૬ : અંકઃ ૧૫ * તા. ૨૪-૨-૨૦૦૪
સંકલન :- પૂ. આ. શ્રી પુણ્યાનંદ સૂરીશ્વરજી મ. ઉપર પડે, એની જ ઉમા રાહ જોતી હતી. ઉમાને જોતાંની સાથે જ, જોનારો કામવિષ્વલ બની જાય, એવું એનું વસ્ત્રપરિધાન પણ હતું.
થોડા જ દિવસમાં એની આશા ફળી. સત્યકીએ એને જોઇ અને જેવી એને જોઇ તેવો જ એ મોહિત થઇ ગયો. આવ્યો એ ઉમા પાસે. અહીં કાંઇ વેષબદલો કરવાની જરૂર નહોતી, કારણ કે ઉમા વેશ્યા હતી અને તેને ઇચ્છતી હતી. ઉમાએ એ સત્યકીને પોતાના ચેનચાળાથી એવો વશ કરી લીધો કે- સત્યકી વારંવાર કામી બનીને ઉમાની પાસે આવવા લાગ્યો.
ધીરે ધીરે ઉમાએ સત્યકીના હૈયામાં વિશ્વાસ જમાવ્યો. જાણે સત્યકી વગર પોતે મરી જ જાય, એવો સત્યકી ઉપર એને રાગ છે- એવી એણે સત્યકીના હૈયા ઉપર છાપ પાડી દીધી.
પછી એક વાર ઉમાએ સત્યકીને કહ્યું કે ‘તમે મરી જશો, તો મારૂં થશે શું? તમારા દુશ્મનો ઘણાં છે. રાજાઓ પણ તમને મારી નાખવાનો જ લાગ શોધી રહ્યા છે. આમાં જે તમે મરી ગયા, તો હું તો હતીનહિ હતી જ થઇ જવાની!'
સત્યકી કહે છે કે ‘તું એની ચિન્તા કરીશ નહિં. કોઇનામાં ય મને મારી નાખવાનું સામર્થ્ય નથી. જયાં સુધી મારી વિદ્યાઓ મારી પાસે છે, ત્યાં સુધી તો કોઇ મારો વાળ પણ વાંકો કરી શકે તેમ નથી.'
ઉમા કહે છે કે- ‘તો નાથ! તમે તમારી વિદ્યાઓને કદી પણ કયાંય વિસારશો નહિં, એટલી જ આ દાસીની વિનંતી છે, પણ આપ ઉધતા હો ત્યારેય આપની વિદ્યાઓ આપની પાસે હોય છે?’
BCCCCCCCCCCCCC. ૨૩૧ CCC Cemeter