________________
sebi nilimet
elimelin
શ્રી જૈનશાસન (અઠવાડીક)
*
*
તમે બધા સુખ ઇચ્છો છો, છતાં એ મળતું નથી, તમે બધા દુ:ખથી દૂર ભાગવા મથો છો, છતાં એ ટળતું નથી. આવો વિપાક ક્યા કારણે આવે છે, એ તમારે જાણવું છે ? આનું કારણ એક જ છે કે, સંસાર તમને ખૂબ ખૂબ ગમે છે. ધર્મનું ફળ બધાને જોઇએ છે, પણ ધર્મ કરવો કેટલાને ગમે છે. એ સવાલ છે. પાપનું ફળ કોઇને ભોગવવું નથી, પણ પાપ છોડવાની તૈયારી કેટલાની છે, એ સવાલ છે. હવે સૌને સુખ ક્યાંથી મળે અને સૌનું દુ:ખ ક્યાંથી ટળે ?
તા. ૧૦-૨-૨૦૦૪,
પરિમલ
પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
*
*
* આપણે ત્યાં દાન માટે સાત ક્ષેત્રો ઉત્તમ મનાયા છે. ક્ષેત્ર એટલે ખેતર ! ખેતર એટલે વાવણીને યોગ્ય ભૂમિ ! ખેડૂત જેમ ખેતર ઉપર ઉપકાર કરવા નહિ, પણ પોતાની ઉપર ઉપકાર કરવા વાવણી કરે છે, આ જ રીતે દાનધર્મ સ્વોપકાર માટે કરવાનો છે. પરિગ્રહના પાપનું પ્રાયશ્ચિત કરવા દાન કરવાનું છે. અનાજ વાવતી વખતે | ખેડૂતનાં મનમાં ધરતી પર ઉપકાર કરવાની બુદ્ધિ હોતી નથી, પણ ધરતી આ ધાન્યકણ સ્વીકારીને મને ઉપકૃત કરે, એવી ભાવના હોય છે. આ જ રીતે દાન કરનારે દાતારનો ઉપકાર માનવાનો છે કે, સામાએ દાન સ્વીકાર્યું, તો મને દાનધર્મનો * લાભ મળવા પામ્યો. આમ થાય, તો પછી દાતાને દાન માટે પાત્રની શોધ કરવા નીકળવાનું મન
મંગળવાર
*
રજી. નં. GRJ ૪૧૫
થાય. આજે તો યાચક દાતાની પાછળ પાછળ ફરતો હોય છે, પણ પછી તો દાતાને યાચકની શોધ માટે નીકળવું પડે.
by
સ્વર્ગમાં સુખની સામગ્રી જરૂર અઢ ક છે, પણ ત્યાંય બધા જ દેવો સુખી જ હોય, એવો એકાંતે નિયમ ન બાંધી શકાય, સ્વર્ગમાં પણ જે દેવો ધર્મવાસિત હોય, એ જ સુખી રહી શકે. બાકી બીજા તો સુખની સામગ્રી વચ્ચેય રડ । જ હોય ! સાધુતા તો પરમાત્માનાં શાસનનું ઝવેરાત છે. સાધુ આ ઝવેરાતથી ઝગમગતો હોય. નાનીમોટી કોઇ પણ ધર્મ-ક્રિયા કરનાર શ્રાવક આ ઝવેરાતનો જ અર્થી હોય.
બીજા હજી બહુ બહુ તો દુ: ખીની દયા ચિંતવવાનું કહે, પણ જૈન શાસન ૪ એક એવું છે કે, જે દુ:ખીની દયા ચિંતવવા પૂર્વક સુખીની પણ દયા ચિંતવવાનો માર્ગ દર્શાવે ! સુખ સામગ્રી મેળવીને ભોગવાતા સુખ કરતાં એ બધી જ સામગ્રીને છોડીને અનુભવાતું સુખ કેઇ ગણું ચડિયાતું છે. સુખસામગ્રી છોડીને સાધુપણાને સ્વીકારતો મુમુક્ષુ નાનું પ્રત્યક્ષ દૃષ્ટાંત છે.
જૈન શાસનમાં નિર્જરા થઇ જાય એની બહુ કિંમત નથી, પણ નિર્જરાની બુદ્ધિથી નિર્જરા કરીએ, એની જ ખરી કિંમત છે.
જૈન શાસન અઠવાડીકર માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિશ્વિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.
Vis