________________
શ્રી જેનશાસન (અઠવાડીક)
ક વર્ષ : ૧પ જ અંક: ૩૧
તા. ૧૦--૨૦૦૫
)
Late Mt. Meghji Virji Dodhia જૈન ધર્મના કાર્ય કર્તા દાનેશ્વરી શ્રી મેઘજી વીરજી દેઢીયા – નાઈરોબી શ્રી મેઘજી વીરજી દોઢીયા દેશમાં કનસુમરાના વતની હતા. શ્રી મેઘજીભાઈ અને વેલજીભાઈની જોડી પ્રસિધ્ધ હતી તેમણે ધર્મના અનેક સત્કાર્યો કર્યા છે. જામનગરથી પાલિતાણા સંઘમાં મુખ્ય દાતા હતા. ભીવંડી ઉપધાન, અંજનશલાક ઈ સૌ પ્રથમ તેમણે કરાવ્યા હતા. શંખેશ્વર હાલારી ધર્મશાળામાં તથા ત્રણ માળના ભવ્ય જિનાલયના તેઓ મુખ્ય દાતા હતા તેમની ભાવનાથી જ આ બંને આયોજન થયા હતા. જામનગર ગ્રુત જ્ઞાન ભવન તેમના પ્રયત્નથી થયુ અને વેલજીભાઇન સ્વર્ગવાસ પછી તે નિમિત્તે મેઘજીભાઇ તથા ડાહીબેન શ્રત જ્ઞાન ભવનના મુખ્ય દાતા બન્યા હતા.
શ્રી મેઘજીભાઈ સરળ, ઉદાર અને ધર્મપ્રેમી તથા ઉદાર દાતા હતા. તેમણે ઘણા સત્કાર્યો કરીને રવિવાર તા. ૯-૨-૨૦૩ સવારે ૧૧-૪૫ કલાકે જીવનને પૂર્ણ કરી પરલોકની વાટ પકડી.
સમયે કોઈ તકલીફ પડી ન હતી. અશકિત રહેતી હતી. તબિયત નરમદગરમ રહેતી. પોતે પોતાનું કાર્ય કરી લેતાં હતા. રવિવારે સવારે જાતે ઉઠી ગયા અને કહે મને સારું છે. નાસ્તો કરી ૧૦-૦વાગ્યા સુધી બેઠા પછી આરામ કરવાનું કહ્યું. જયંતિ ભાઈએ કહ્યું જયુસ લો. તે પી પછી રૂમમાં સૂઇ ગયા. ૧૧-૩૦ કલાકે જયંતિભાઇને બોલાવ્યા. બાથરૂમ જવું છે. જઈને પાછા વળતાનમી ગયા. જયંતિભાઈ પૂત્ર પ્રશૂલને બોલાવ્યો. વજન ઓછું થયેલતેથી તેમને પલંગમાં સૂવડાવ્યા હાથ પગ ઠંડા પડવા લાગતા ડાહીબેન વેલજી તથા જયંતિભાઈ મેઘજી આદિ સૌ ઘરના ભેગા થઇ ગયા. અને નવકાર મહામંત્રસંભળાવવા લાગ્યા. ૧૧-૪૫ થઇ તેમનું માથું જયંતિભાઇના હાથમાંજ હતું લાંબા ચત્તા થઇ ગયા. ડો.ને બોલાવ્યા તેમણે તપાસીને કહ્યું, બાપુજીએ રજા લઈ લીધી છે.
આમ તેમનો આત્મા માત્ર ૧૫ મીનીટમાં જ શાંતિથી નવકાર મહામંત્ર સાંભળતા દેહનો ત્યાગ કરી સ્વર્ગની વાટે ચાલ્યા ગયા અને પરીવારમાં વેલજીભાઇના પત્ની તપસ્વી ધર્મમય શ્રી ડાહીબેન તથા સાત પૂત્ર-પુત્રવધુઓ અને મોટ પરીવારને મૂકી ગયા.
તેમના જીવનમાં અનેકાનેક ધર્મ કૃત્યો કર્યા છે અને જીવનની સુવાસ ફેલાવી છે. તેઓ જ્યાં હોય ત્યાં જૈન ધર્મ પામી મોક્ષને માર્ગે આગળ વધે એજ તેમના પ્રત્યે હાર્દિક શ્રધ્ધાંજલી છે.
જ છે
છે
છે