SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ oppone oapl 19કાže ye Dubs લેખકઃ ચરણ કિંકર વિભાગ-૧ વર્તમાનમાં શ્રી જૈનશાસન (અઠવાડીક) ભગવાન ઋષભદેવ સ્વામીએ સ્થાપેલી ૭૨-૬૪ કળાઓ, શતશિલ્પાદિની જીવન વ્યવસ્થા નામશેષ થતી જાય છે ત્યારે સાધુ ભગવંતોએ તે વ્યવસ્થાને પુનર્જીવિત કરવી જોઇએ એવું કેટલાક સંસ્કૃતિ રક્ષકો માની રહ્યા છે. પણ તેમની આ વાત શાસ્ર નિરપેક્ષ છે. કારણ કે અવસર્પિણીના પ્રથમ જિનનો તે કલ્પ હોય છે. લોકસ્થિતિ અને કાળમર્યાદા પ્રમાણે સ્થપાતી અને નાશ પામતી એ વ્યવસ્થાઓને અવસર્પિણીમાં પ્રથમ તીર્થંકર અને ઉત્સર્પિણીમાં કુલકરો પોતાની જવાબદારી સમજીને સ્થાપતા હોય છે. કે ભાવશ્રાવક પણ પોતાનો પુત્ર મર્યાદાભંગ ન કરે તે માટે પોતાની જવાબદારી હોવાથી લગ્ન કરાવતો હોય છે. તેથી લગ્ન ઉપાદેય બની જતું નથી. તે સાવઘ જ છે તેમ પ્રથમ તીર્થંકર જયારે લોકો અજ્ઞાન હતાં ત્યારે પ્રથમ રાજા તરીકેની પોતાની જવાબદારી સમજીને વ્યવસ્થાઓ સ્થાપતા હોય છે. તેથી વ્યવસ્થાઓ નિરવઘ બની જતી નથી. અને ‘“સાવદ્યારંભેજુ शास्नृणां वाचनिक्यप्यनुमोदना न युक्ता " અર્થાત સાવદ્ય, આરંભ ક્રિયાઓમાં શાસ્રકારોની વાચનીક પણ અનુમોદના યુકત નથી. આ શ્રાદ્ધવિધિના વિધાન દ્વારા, “તે વ્યવસ્થાની પુનઃસ્થાપના, રક્ષા કરવી જોઇએ તેમાં ધર્મ છે. શ્રાવકોનું કર્તવ્ય છે'' આવું સમજાવવું શાસ્ત્રવિરૂદ્ધ પ્રરૂપણા છે તે સ્પષ્ટ સિદ્ધ થાય છે. વળી કાલસપ્તતિકા, ત્રિષષ્ટી ચરિત્રમાં *વર્ષ: ૧૫ અંક ઃ ૨૭ * તા. ૦૬ ૫-૨૦૦૩ ૨૮મી અષ્ટકમાં પ્રથમ તીર્થંકરનો કલ્પ હોવાના કારણે વ્યવસ્થાઓ સ્થાપે છે તે સ્પષ્ટ જણાવેલ છે. અષ્ટાપદજીની પૂજાની ઢાળમાં “અવસર્પિણીમાં રે પ્રથમ જિંણદનો જીત, ઉત્સર્પિણીમાં રે કુલગરની એ રીત;’' આ ગાથા દ્વારા સ્પષ્ટ જણાવેલ છે. આ ઉપરથી સ્પષ્ટ છે કે જીવન વ્યવસ્થા આત્મ સાધનાના ઉપાય તરીકે સ્થપાયેલી નહોતી પણ તે કાળના અજ્ઞાન લોકોને વધુ અનર્થથી બચાવવા જીવન વ્યવસ્થાના અંગ તરીકે સ્થપાઇ હતી. (આ વાત ૨૮ અષ્ટકમાં સ્પષ્ટ છે.) વળી પરમ પવિત્ર આગમ નંદી સૂત્રના ૪૧માં સૂત્રમાં ૭૨ કળાને મિથ્યાશ્રુત જણાવી છે. પ્રથમ તીર્થંકરે રાજય વ્યવસ્થા સ્થાપી અને તે ઉપાદેય હોય તો, દીક્ષા લીધા બાદ કેવલ જ્ઞાન પામ્યા ત્યારે પોતાના પુત્રોને શા માટે ‘‘રાજ્યં નળાન્ત'' સમજાવ્યું ? આથી સ્પષ્ટ છે કે ભગવાને કળાઓ, શતશિલ્પ, અસિ-મસિ- કૃષિની વ્યવસ્થા સ્થાપી હોવા માત્રથી ઉપાદેય બનતી નથી. તે વ્યવસ્થાઓ પુનર્જીવિત કરવાનો ઉપદેશ / માર્ગદર્શન આપવાનું સાધુની મર્યાદામાં આવતું નથી અને શ્રાવકને પણ તે વ્યવસ્થાઓ પુનર્જીવિત કરવાનું પ્રચાર કરવો અનુચિત છે. વિભાગ-૨ શ્રાદ્ધવિધિ ગ્રંથના નામે કેટલાક કુતર્કો ચાલે છે, તેની સીમક્ષા ઃ એક જગ્યાએ સંસ્કૃતિ રક્ષકો લખે છે કે ‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથ આદિ ગ્રંથોમાં ચીંધેલા માર્ગ મુજબ જીવન જીવવાની તમામ સગવડો નાશ પામતી જતી હોય તો? ત્યારે પણ એ સુવ્યવસ્થા અને તેના અંગોની રક્ષા કરવા માટેનો ઉપદેશ / માર્ગદર્શનને સાવઘ ઉપદેશ ગણી તેની રક્ષાની ઉપેક્ષા થઇ શકે? ૧૨૬૦૪૩૯
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy