SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ વીવારવાનો “ખના - આત્મજ્ઞાનની’' શ્રી જૈનશાસન (અઠવાડીક) ઝંખના – આત્મજ્ઞાનની” (ગયા અંકથી ચાલુ) એટલે, સનત્કુમારે રોગનો સાચો પ્રતિકાર શોધી કાડવો. રોમેરોમે વ્યાસી ગયેલો વ્યાધિ રોગ અસહ્ય પીડા ઉપજાવે છે, તેઓએ દેહના રૂપનું નામનિશાન બદલી નાખ્યું, બહારનું રૂપ બદલાયું અને અંતરથી સનત્કુમાર બદલાયા, હવે વ્યાધિની પીડા ન રહી, એના પ્રત્યે લક્ષ ન રહ્યું. હવે લગની લાગી આત્મભાવ રમણતામાં, આનંદમગ્ન બાવામાં, જે શરીરને રૂષ્ટ-પુષ્ટ, રૂપવાન બનાવવાના પ્રયત્ન હતા એ જ શરીર દ્વારા પાપ ખપાવવાના ચાલુ કરી દીધાં. પાપ ખપાવવાનું અમોધ સાધન શરીર જ છે, નહિં કે ભુખ ભોગવવાનું. બસ, ધૂણી ધખાવી, દુષ્માકાળ રૂપી સખ્ય ઉનાળામાં સર્વ રાખ થઇ જાવ તેમ સનત્કુમાર ચક્રી સર્વે પાપોને ખલાસ કરવા ઉદ્યમશીલ બન્યા. સમય પસાર થવા લાગ્યો, અંતરાત્મા શુદ્ધ થવા લાગ્યો, સમતા પૂર્વક આવેલા રોગોની પીડાને ભાગવતાં તે બે દેવોએ એક વખત અવધિજ્ઞાનથી જોયા. પરમોચ્ચ દશામાં અસહ્યય પીડાને ભોગવતાં સનત્ કુમારની પાસે એ બે દેવો રાજવૈદનું રૂપ લઇ હાજર થાય. બે હાથ જોડી નમસ્કાર કર્યા. પગની પાનીથી મસ્તકની શીખા સુધી વ્યાપેલા રોગને જોઇને રોગ દૂર કરવાની માંગણી કરી, સેવા-સુશ્રુષા કરવાની વિનંતી કરી. મ સર્વ સાવઘયોગના ત્યાગ પૂર્વક મન્ પ્રવૃતિને કરનારા, પાંચ મહાવ્રતો, દશ પ્રકારનો યતિધર્મ, પડિલેહણ - પ્રમાર્જમા, દર્શ પ્રકારની ચક્રવાલ રૂપ (પૃચ્છા - પ્રતિપૃચ્છાદિ) સાધુ સમાચારીનું આ સેવન કરનારા, દશવિધ વ્યાવચ્ચ કરનારા, બ્રહ્મચર્યની નવ ગુપ્તિમાં, પિંડવિશુદ્ધિમાં, * વર્ષ:૧૫૨ અંક ઃ ૨૭ ૨ તા. ૦૬-૫-૨૦૦૩ તિમિર કિરણ શિશુ ત્રણ ગુપ્તિમાં, પાંચ સમિતિમાં, યથાશકિત અભિગ્રહ સ્વીકારમાં, ઇન્દ્રિયોનું દમન કરવામાં, ક્રો-કષોયાના નિગ્રહમાં જેઓ અપ્રમત્ત હતા અને અનિત્યસ્વાદ બાર અને પાંચ મહાવ્રત સંબંધી પચીસ ભાવનાઓનું સમાગ્ પાલન કરનારા સનત્ ચક્રવર્તી હતા. દેહભાવથી મુકત હતા, ફકત આત્મ રમણનાના ભાવમાં લીન હતા, તેઓની સઘળી ચર્ચા આત્મસમનાર્થે હતી. સ્મીત લાવી સનત્ ચક્રવર્તીએ પૂછ્યું, ભાઇઓ ! “તમે ભવરોગ ટાળવાનું ઓષધ લાવ્યા છો ?’’ તમારે મારો રોગ દૂર કરવો છે તો લાવો ભવૌષધ. તે લઇને મારા ભવનો નિસ્તાર કરું. દેવો શું જવાબ આપે ? નત્મકે તે ઉપચારની લાચારી બતાવી. નથી ભાવ ઔષધ કે નથી ભવ નિસ્તારનું ઔષધ્ય. પોતે જ બંધન યુકત છે તો બીજાને ક્યાંથી બંધન મુકત કરશે. અરે ભાઈઓ ! દેહભાવનાની આળપંપાળ જ કરવી હોય તો એ સઘળી માયાજાળ છોડીને ન નીકળત, હવે તો આત્મભાવ ખીલવવો છે. તેની સારસંભાળ લઇશ તો જ મારો ભવ રોગ છૂટશે. દેહારાગ ટાળવાનો યત્ન - પ્રયત્ન નિરર્થક છે. સારભૂત તો આત્મશુદ્ધિ છે. આત્મશુદ્ધિથી સનત કુમારને કેવી કેવી લબ્ધિઓ પ્રગટ થઇ છે તેનો ખ્યાલ છે ? દેવોને ઉપદેશ - આશ્વાસન આપવા માટે તેઓએ પોતાની એક આંગળીનો અગ્રભાગ મુખમાં નાખી બહાર કાઢવો. આંગળી રોગ મુકત બની. કાબરચીતરી કાયાની વચ્ચે આ કંચન વર્ણી આંગળી સુંદર રીતે શોભવા લાગી. અનુપમ લબ્ધીનો ઉપયોગ દેહશુધ્ધિ ક્રેડલીલા ૧૨૫૮
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy