________________
શ્રી ભરત ચક્ર વર્તીની વિવેકશીલતા શ્રી જૈનશાસન (અઠવાડીક) ભરસભામાં એવું સાંભળી લે કે-તમે જીતાએલા છો અને તમારા માથે ભાર વધતો જાય છે ?
બાહ્ય ષ્ટિએ તો, એ જીતેલા જ હતા અને એમને કોઇનોય ભય નહોતો, પણ સૌને એમનો ભય હતો; પરન્તુ આ તો આત્મિક દૃષ્ટિ છે. એ જાણતા હતા કે-આન્તર રિપુઓથી હું જીતાએલો છું. આથી મારે માથે ભય વધતો જાય છે અને એ માટે જ મારે અહિંસક બનવું જોઇએ. સઘળી ય હિંસાઓથી સર્વથા નિવૃત થવાની એમની ભાવના હતી, કારણ કે-ભયનું ખરૂં કારણ હિંસા છે. જે સર્વથા અહિંસક બને છે, તે બયથી પર બને છે અને તેના આન્તર રિપુઓ ભાગવા માંડે છે.
વિચાì કે-સિંહાસનારૂઢ એવા પણ શ્રી ભરત ચક્રવર્તીમાં કેવી વિવેકબુદ્ધિ હતી ? પોતે ભાનભૂલા બનવા પામે નહિ- ની તેમને પોતાને કેટલી બધી કાળજી હતી ? હૈયામ શ્રી જિનરાજ હતા, એ માટે જ - -ચક્રર નની પૂજા પહેલી કરી નહિ;
અરે, આ તો શ્રી ઋષભદેવ ભગવાનને કેવલજ્ઞાન થયા પછીની, એ તારકની અમૃતવાણી કાને પડયા પછીની વાત છે; પણ તે પહેલાંનો ય એક પ્રસંગ જૂઓ. શ્રી ઋષભદેવ યાને શ્રી આ દેનાથ ભગવાન એમના હૃદયમન્દિરમાં કેવા વસ્યા હતા, ને આપણે જોઇએ. શ્રી ઋષભદેવ ભગવાનને કેવલજ્ઞાન પ્રાપ્ત થયાના અને પોતાની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયાના-એમ બન્ને ય સમાચારો શ્રી ભરત મહારાજાને માથે મળે છે.
ચક્રરત્ન ઉત્પન્ન થાય ત્યારે પૂજા કરવી, એવો ચક્રવર્તીઓનો આચાર છે. બીજી તરફ તાતને જે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેનો મહોત્સવ કરવો, એ ધાર્મિક કર્તવ્ય છે. એક ક્ષણ માટે શ્રી ભરત મહારાજા વિચાર કરે છે કે‘આ બેમાંથી પહેલી પૂજા કોની કરૂં ?’ અને તે પછી તરત જ તાતના કેવલજ્ઞાનનો ઉત્સવ ઉજવવાની તૈયારી કરવાની આજ્ઞા આપે છે.
ચક્ર પોતાનું છે, કેવલજ્ઞાન તાતને થયું છે. ચક્રથી છ
* વર્ષ: ૧૫ * અંકઃ ૪૭ ૨ તા. ૨૧-૧૦-૨૦૦૩ ખંડ સાધવાના છે, જગતભરમાં વિજયડંકો એના યોગે વાગવાનો છે, ભોગસૃષ્ટિનો વિસ્તાર એનાથી જ થવાનો છે, પણ હૃદયનું વલણ કયી તરફ છે એ જોવાનું છે. ક્ષણભર વિચાર આવી ગયો કે-‘પ્રથમ શું કરવું ? તાતના કેવલજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ કે ચક્રની પૂજા ? પણ તરત જ થયું કેઅરે, આ વિચાર ? વિશ્વના પ્રાણીમાત્રને અભયના દાત તાત કયાં અને પ્રાણિઓનું ઘાતક ચક્ર કયાં ? એમાં પહેલ પૂજા કોની કરવી, એમાં વિચાર જ શો કરવાનો ? ચક્ર તો ઉત્પાત મચાવનારૂં છે, એનાથી મને લાભ થાય તો ય તે આ ભવ પૂરતો છે, જ્યારે પરત તારક તાતની-પ્રભુની પૂજા તો ભવોભવ સુખ આપનારી છે.
ચક્રરત્નમાં ફસાઇ જનારને, એને નહિ તજતાં એન ભોગવટામાં આજીવન ચોંટયા રહેનારને, એ ચક્ર અને એ ચક્રાદિ દ્વારા પ્રાપ્ત સામગ્રી તો નારકીનાં દુઃખોની ભેટ આપે છે. જેના હૈયામાં ભગવાન ન હોય, એને ચક્ર ચકરાવે જ ચડાવી દે. સંસારના સુખની અને જગતમાં વિજયનો ડંકો વગાડવાની હોશવાળો તો પહેલી પૂજા ચક્રની જ કરે, કેમ કે- એની બધી ય હોશ એ ચક્રના યોગે જ પૂરાય તેમ હોય છે; પણ આ તો શ્રી ભરત મહારાજા હતા. ચક્રની પૂજાને મોડુક રાખીને, ચક્રની પૂજાને પછીથી કરવાનું રાખીને, એતો પિતાની પ્રથમ દોડ્યા. પિતાની પાસે જવાને માટે માતાન પાસે ગયા અને માતાને સાથે લઇને બાદશાહી ઠાઠથી
ભગવાનની પાસે જવાને નીકળ્યા.
ભોગ સામ્રાજ્યમાં ગળાગળ ખૂંચેલા હોવા છત પણ, એમના હૃદયમાં શ્રી જિનરાજ સ્તુતિ હતી જ! જ્ય જ્યાં વીતરાગપણાનું બહુમાન છે, તેનો આદર છે, હાર્દિ પ્રેમ છે, ત્યાં ત્યાં શ્રી જિનસ્તવના છે જ. આરિસાભુવનમ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું, એટલી જ વાત યાદ રાખવા માત્રથ દિ’ ના વળે. એ શાથી થયું, તે જાણવું જોઇએ. એ હૃદયમ શ્રી જિનરાજ કેવા અંકિત હતા તે જોવું-જાણવું જોઇએ અને પોતાના હૃદયમાં શ્રી જિનરાજને અંકિત કરવા જોઇએ હૈયામાં શ્રી જિનરાજને અંકિત કર્યા વિના સિદ્ધિ મળે નહિ
| (૧૪૯૯)