________________
તા. ૧૬-૯-૨૦૦૩, મંગળવાર
પરિમલ
- પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા
શ્રી જૈનશાસન અઠવાડીક
કદાચ તેનાથી આજ્ઞા પાલન ન થાય તે બને પણ આજ્ઞાથી વિરૂદ્ધ કામ મરી જાય તો પણ ન જ કરે, તેવો શ્રી સંઘ જ જગતનું શરણ છે!
ભગવાનનો શ્રી સંઘ એટલે ધર્મનો જ પૂજારી! રત્નત્રયીનો જ સેવ!
ભગવાનના શ્રી સંઘના વિચાર ભગવાનની આજ્ઞા મુજબના હોય! શ્રી સંઘનો વિચાર એક હોય કે અનેક? તમે બધા માતા-પિતાદીની સેવા પ્રેમ વધારવા માટે કરોને? પ્રેમ વધારી મિલ્કતના માલિક થવાની ઇચ્છા તે માતા-પિતાદિની સેવા છે કે લુચ્ચાઇની સેવા છે? ભગવાનની ગેરહાજરીમાં ભગવાનનો ધર્મ, શ્રી સંઘથી જ ટકવાનો. શ્રી સંધ જ ધર્મને સાચવે, માટે તે જગતથી જુદો છે. જગતનું જવાહીર છે, ભગવાનનો શ્રી સંઘ જગતમાં રહેનારો છતાં તે જગતની સાથે નહિં પણ ભગવાનની સાથે, ભગવાનની આજ્ઞા પાળનારા સાધુ-સાધ્વી સાથે! જે શરીરનો જ પૂજારી હોય તે સ્વાર્થી હોય! શ્રી સંઘ એટલે પ્રવચનનો સેવક! પ્રવચનને માથે હૈયામાં રાખી ચાલનારો! શકિત મુજબ આચરણા કરનારો! આજ્ઞાથી વિરૂદ્ધ નહિં કરનારો! વિરૂદ્ધ કરનારને સાથ પણ નહિ દેનારો!
તમે સંસારમાં અધિક ને અધિક આગળ વધો, ઉદ્યમ કરો તે તમારી કતલ! તમને સંસારમાં આગળ વધતાં જોઇને અમેય વખાણ કરીએ તો ભેગી અમારી ય કતલ થાય!
•
જેનું શાસન અઠવાડીક
રજી. નં. GFJ Y૧૫
આજના ભણેલા મોટાભાગે વાતો કરવા ભણે છે માટે વિલક્ષણ પાક્યા! દુનિયામાં જયારથી જ્ઞાન પેટ અને પદવી માટે થયું ત્યારથી તે જ્ઞાને સત્યાનાશ કાઢયું. જે જ્ઞાન સંસારમાં સારી રીતે જીવવાનું શીખી, સાચુંખોટું સમજાવે, ખોટું મરી જાય પણ ન કરે, અને ગમે તેવા સંયોગોમાં સારૂ કર્યા વિના ન જ રહે તે જ્ઞાને પ્રપંચાદિ શીખવ્યા!
દુઃખ ન ગમવું અને સુખ ગમવું તેનું નામ સંરાર ગમ્યો કહેવાય!
દુઃખના પર દ્વેષ તે દોષ! સુખના પર રાગ તે મહાદોષ! દુઃખમાં કાયર બને, સુખસામગ્રીની અનુકૂળતા ગમી જાય તો સમજવું કે મોક્ષ છેટો જાય છે. જન્મમરણની પરંપરા વધશે, દુઃખ નથી જોઇ, તો પણ મહાદુઃખ આવશે.
સુખ જોઇએ અને દુઃખ ન જોઇએ- તે જ મોટું ભિખારીપણું છે!
દુનિયામાં જે રિદ્ધિ-સિદ્ધિ સમૃદ્ધિ દેખાય છે તેમાં મારો રાગ થઇ ગયો, તેનો લોભ જાગી ગયો, તેની મમતા પેદા થઇ ગઇ તો મારે અહીંથી એવું. જગ્યાએ જવું પડશે, જયાં મારી કલ્પના પણ નહિં હોય. તમને દુનિયામાં જેકાંઇ લાલ-પીળા દેખાય છેતેનાથી તમારી આંખ અંજાતી નથી, તે બધું મારે જોઇએ તેમ થતું નથી, કેમ કે તમે બધા રોજ ભગવાનના દર્શન-પૂનાદિ કરો છો તેથી તે લાલ પીળાથી તમને ભય લાગે છે કે ગભરામણ થાય છે કે રખે આમાં હું ફસાઇ ન જાઉં!
. માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર વતી
તંત્રી, મુદ્રક, પ્રકાશક : ભરત એસ. મહેતા – ગેલેકસી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.