________________
........................................
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૯-૨૦૦૩ જીવ સ્વંગમાં ઇન્દ્ર થાય છે. બીજા વળી ગણધરદેવ તેમજ આચાર્ય થાય છે. બીજા કેટલાક સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર્ય પામે છે. વળી કેટલાક જીવો, જેને સકલ જગતના જીવો ભકિતથી નમન અને સ્તુતિ કરે છે અને કુમુદવનને જેમ ચંદ્ર વિકસિત કરે તેમ જેઓ ભવ્ય જીવોને પ્રતિબોધ કરે છે. તેઓ જિનનામ કર્મ ઉપાર્જન કરી તીર્થંકર થાય છે. કેટલાક સેંકડો દુઃખ રૂપી ભવસમુદ્રના મોહાવર્તમાંથી પાર પામીને સિદ્ધિને પામે છે. માટે તમે તપ, સંયમ, જ્ઞાન, દર્શનને વિશે મન પરોવો, જેથી કર્મકલંકથી મુક્ત બની સિદ્ધિ નગરીને પામો.’’
(કુવલયમાળા માંથી)
ભણ્યા પણ ાણ્યા હિ
કહેલાં છે.
એવી રીતે હે દેવાનુપ્રિય! લોકને વિશે જે આત્માઓ વિષયમાં ઉં મત્ત બની જીવવધમાં આસકત બને છે તે મરણ પામી સેંકડો દુઃખાવર્ત્તથી પ્રચુર એવી નારકીમાં જાય છે. પ્રચુર મોહનીયના દયવાળા જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી આર્દ્રધ્યાન વશ બની મઃ નેિ સ્થાવર થાય છે. ક્રોધ, માન, માયા, લોભ એ કષાયોને આવીન અજ્ઞાની જીવ મરીને નરક જેવી વેદનાવાળા તિર્યંચ ભવમ જાય છે. અહીંથી કોઇક વૈમાનિક દેવ, કોઇ વ્યંતરક દેવ, કોઇ ભુ નવાસી, તેમ જ કોઇ જ્યોતિષ દેવ બને છે. માન કષાયનો નિગ્રહ કરી જિનેશ્વરની આજ્ઞાયુક્ત તપ કરીને કોઇક
તપસ્વી પૂ. સા. શ્રી સૂર્યપ્રજ્ઞાથ્રીજીનું સમાધિપૂર્ણ સ્વર્ગવાસ
જણાવવાનું કે પૂજ્યપાદ પરમશાસનપ્રભાવક પ્રચંડપુણ્યન સ્વામી વ્યાખ્યાનવાચસ્પતિ તપાગચ્છાધિરાજ આચાર્યદેવે શ્રીમદ્ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના સમુદાયના નૂતન ગચ્છાધિપતિ પ્રશાન્ત સ્વભાવિ પૂ. આ. ભ. શ્રી હેમભૂષણ સુરીશ્વરજી મ. સા. ના આજ્ઞાવર્તિની વર્ધમાન તપની ૧૫૩ ઓળી ...ા આરાધક પ્રર્વતિની પૂ. સાધ્વીજી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. સા. અષા વદ-૫, તા. ૧૮-૭-૨૦૦૩ શુક્રવાર સાંજના ૫-૨૦ કલાકે અરિહં નું શ્રવણ કરતાં સમાધિ પૂર્વક કાલ ધર્મ પામ્યા છે.
જૈન મૅના સ્થંભસમાન સ્થંભનતીર્થ જેવી પાવન ભૂમિમાં પિતા કેશવલ લ, માતા સમરથબેનની રત્નકુક્ષિએ વિ. સ. ૧૯૮૨ના કા. સુદ-૩ન મંગલ દિને જન્મ પામેલા નંદુબેને વિ. સ. ૨૦૦૭ના ૨૪ વર્ષની ૨ યુવાન વયે માગશર સુદ-૫ના ખંભાત મુકામે પૂજ્ય પાદ પરમ ાસન પ્રભાવક આ. ભ. શ્રીમદ્ વિજયભુવનતિલક સૂરીશ્વરજી . સા.ના વરદ્ હસ્તે સંયમ સ્વીકારી પૂ. પ્ર. સાધ્વીજીશ્રી રંજનશ્રીજી ।. ના શિષ્યા પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. બન્યા.
સંયમ સ્વીકાર્યું ત્યારથી જ સ્વાધ્યાયમાં મગ્ન રહેતા. સ્વાધ્યાય એમનો પ્રિય વિષય હતો. મનને હંમેશા સ્વાધ્યાયમાં વ્યાવૃત રાખતા અને આશ્રિ ને પણ સ્વાધ્યાયમાં જોડતા હતા.
વૈયા ચ્ચ ગુણને લીધે સમુદાયમાં સૌને પ્રિય હતા. ભક્તિના અવસરે પો નું બધુ ગૌણ કરીને ભક્તિમાં તન્મય બની જતા.
પૂજ્ય પાદ જૈન શાસનના કોહીનુર પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી ।. ના વચન ઉપર અવિહડ શ્રદ્ધા હતી. જેના કારણે પૂજ્યશ્રીની નાજ્ઞા સ્વીકારવા પૂર્વક જીવનના અંત સમય સુધી સત્યના સમર્થક રહ્ય તેઓશ્રીતો ચાલ્યા ગયા. અમારું શિરછત્ર ઝુંટવાઇ ગયું અમે×િ રાધાર બની ગયા. ગુણનિધાન ગુરૂભગવંત ચાલ્યા જવાથી શાર ન તથા સમુદાયને ન પુરી શકાય તેવી ખોટ પડી ગઇ છે. છેલ્લ વર્ષોમાં શ્વાસ, કફ, ઉધરસ આદિની તકલીફ હોવા છતાં પોતે રાધનામાં મસ્ત હતા અને આશ્રિત જનોની સંયમની, તપની અને ડોગક્ષેમની પળે પળે કાળજી રાખતા હતા.
તેઓ વીના કુટુંબ પરિવારમાંથી દિક્ષિત થયેલા ભત્રિજા પૂ.
પંન્યાસજી ભગવંત ભવ્યરત્ન વિ. મ. સા. તેમજ ભત્રીજીઓ પ્ સા. શ્રી અમીપ્રભાશ્રીજી મ. સા., પૂ. સા. શ્રી અરૂણપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી કલ્યાણયશાશ્રીજી મ. આદિ તથા સા કૈવલ્યરત્નાશ્રીજી, પ્રશિષ્યા પૂ. સા. શ્રી હિરણ્યપ્રભાશ્રીજી આદિ તેઓ શ્રીનો શિષ્ય પરીવાર છે.
અંતિમ સમયે અરિહંત અરિહંતનું સ્મરણ કરતાં સાંજે ૫ ૨૦ કલાકે તેઓશ્રીનો પવિત્ર આત્મા નશ્વરદેહનો ત્યાગ કરી મુક્તિમાર્ગે પ્રયાણ કરી ગયો.
પૂજ્યશ્રીના કાળધર્મના સમાચાર મળતાજ તેઓશ્રીના અંતિમ દેહના દર્શનાર્થે સેકડો ભાવિકો ઉમટી પડયા.
મારા બેન સા. શ્રી કલ્યાણયશાશ્રીજી ત્થા લઘુગુરૂભગિની સ. કૈવલ્યરત્નાશ્રીજી અપૂર્વ વૈયાવચ્ચ દ્વારા તથા પૂ. પ્રવર્તિની સ્વ. દેવેન્દ્ર શ્રીજી મ. નો સંપૂર્ણ પરિવાર મારા પૂ. ગુરૂદેવની સમાધિ ભાવમાં ખૂબ સહાયક બન્યો છે.
ડો. ભરતભાઇ ભડિયાદ્નાએ વિનામૂલ્યે નિઃસ્વાર્થ ભાવે સુંદર ચિકિત્સા કરી પૂણ્ય ઉપાર્જન કરેલ છે.
રંગસાગર સંઘના પ્રમુખશ્રી બાલચંદભાઇ, સેવંતીભાઇ આદિ તથા ટ્રસ્ટી ગણ તેમજ સકલશ્રી સંધે ખૂબજ ભક્તિ ભાવથી સેવા કરી કર્મનિર્જરા કરી છે.
કાળધર્મના સમાચાર મળતા જ મુંબઇ, ખંભાત આદિ સ્થળોથી ભક્તજનો આવી ગયા. તેમજ અષાઢ વદ-૬ ના શનિવરિ જરિયનની સુંદર પાલખીમાં જય જય નંદાના નાદ સાથે સવારે ૯૩૦ કલાકે અંતિમ યાત્રા શરૂ થઇ અને તેઓશ્રીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન બની ગયો.
પ્રાંતે તેઓશ્રીનો આત્મા જ્યાં હોય ત્યાંથી શિઘ્રાતિશિઘ્ર મુક્તિ પંથે પ્રયાણ કરી શાશ્વત શાંતિને પામે એ જ ઇચ્છા... દર્શનાદિમાં યાદ કરશો.
લી. સા. અમીપ્રભાશ્રીજી રામચંન્દ્રસૂરી આરાધના ભવન - નૂતન શ્રાવિકા ઉપાશ્રય પનામા સોસાયટી, બં. નં. ૧૦, રંગસાગરની સામે, પાલડી, અમદાવાદ
1991
TED TO OT