________________
0000000000000000000000000000000000000000
T પ્રકીર્ણક ધર્મોપદેશ
શ્રી જૈનશાસન (અઠવાડીક)* વર્ષ: ૧૫ * અંકઃ ૪૩ * તા. ૯-૯-૨૦૦૩
સાધુની સેવા કરો તો સાધુ થવાનું મન થાય ? સામાન્ય માણસને ધર્મ કરતો જૂઓ સારુ દાન આપતો કે સારી શીલ પાડતો કે સારો તપ કરતો જૂઓ તો તમને થાય કે, આ આટલું કરે છે તો હું કેમ ન કરું ? આજે ધર્મ મધ્યમ લોકો જેટલો કરે છે તેટલો સુખી લોકો નથી કરતા. આગળના મહાભાગો કેવા હતા ? પોતે સારામાં સારું ધર્મનું કામ કરે, ધર્મ પણ કરે છતાં પણ સામાન્યને ધર્મ કરતો જૂએ તો થાય કે, આનો નંબર પહેલો આવે. હું મારી શક્તિમુજબ નથી કરતો તેમ લાગે.
માત્ર
|
આ મનુષ્યજન્મમાં ન મોક્ષસાધક સાધુપણાનો ધર્મ મળી શકે છે. તે લેવાનું મન પણ ન થાય તો સમજી લેવું કે, મિથ્યાત્ત્વ ગાઢ લાગે છે. તે કાઢવા ખૂબ ખૂબ પ્રયત્ન કરવો પડશે. મોક્ષની ઈચ્છા જ નથી જન્મી એટલે આવા બધા વિચારો આવતા નથી. આ વિચાર નથી તે જ ખરેખર ભય
છે.
આપણા જ કર્મનો ઉદય તે જ મોટો દોષ છે. કર્મના ઉદયનો સામનો કરવાની તાકાત હોય તો કોઇ અંતરાય ન કરે. આપણે મૂળમાં ઢીલા... ! આજનો ધર્મી વર્ગ એટલો ઢીલો છે કે સાધુ પણાનું મન જ થતું નથી. એટલું જ નહિ શ્રાવકના પણ વ્રત લેવાનું મન થતું નથી. શ્રાવકવર્ગમાં બાર વ્રતધારી કેટલા ? સમ્યક્ત્વને ઉચ્ચરનારા કેટલા ? ઉચ્ચરનારામાં પણ જે મજબૂતી જોઇએ તે પણ છે ? સુદેવસુગુરુ અને સુધર્મની પરીક્ષા કરીને લેનારા-માનનારા કેટલા ? બધાને થાય કે, આવી ભાંજગડમાં કયાં પડીએ. આપણે તો બધાય સાધુ સરખા. સાધુમાત્રને હાથ જોડીએ. આજના ધર્મી તો જેમ ભગવાનને માને તેમ બીજા દેવાદી નેય માને ઘણાંતો ભગવાનની પૂજા-ભક્તિ જેવી-જેટલી ન કરે તેવી કે તેથી અધિક દેવ-દેવીની કરે. આવા બધાને શેનો ઉદય કહેવાય ? ગાઢ મિથ્યાત્ત્વનો જ ને ? અમે પણ તમારામાં હા.. એ હા... કરીએ તો તમારા કરતાં પણ વધારે ગુનેગાર ગણાઇએ.
પરમાર્થ ભયની વાત કરવી છે. પણ આપણી શી હાલત છે તે વાત સમજાવવી છે. હજી આપ ગે મોક્ષ જોઇએ છે? વહેલા જવાનું મન છે ખરું ? આપણ બધા ભગવાન મોક્ષમાં ગયા છે. બીજા પણ અનંતા આ માઓ મોક્ષમાં ગયા, પણ આપણો નંબર કેમ ન લાગ્યો ? સાધુ પણ ઘરબારાદિ છોડી કેમ નીકળ્યા ? શાસ્ત્રે કહ્યું કે, દેવલોકના કે સંસારના સુખ માટે નીકળ્યા હોય તો તે સાચુ, ઉપાધ્યાય કે આચાર્ય નથી તે બધા નામના વેષધારી છે. મોક્ષની ઇચ્છા કેવી છે? મોળી છે કે જોરદાર છે? મોક્ષની ઇચ્છા છે પણ તાલાવેલી નથી તો તેને સુખમાં જ મજા છે તેમ કહેવાય. પૈસા સારા લાગે તો પૈસા માટે શું શું કરે છે' વ્યસન પડેલો વ્યસન પાછળ હજારો ખર્ચે છે, માને ય - બાપને ય ન માને તેમ પણ બને છે ને ? તેમ જેને મોક્ષની ઇચ્ચ ગ થાય તો કેવી થાય ? મોક્ષે જવાની ઈચ્છા છે’ પણ ‘જવાશે ત્યારે જવાશે’ આવું જ મોટોભાગ માને છે. મારે ઝટ મોક્ષે જ જવું છે - આવી ઇચ્છાવાળા કેટલા ? મોક્ષે જવાશે ત્યારે જઇશું આવુંમાનનારને આ સંસાર સુખમાં મજા આવે. ખાસુખ મળેથી ભોગવે તે મરીને ક્યાં જાય? પછી આવો જનમ ક્યારે મળે?
તમારા આત્મા સાથે વાત કરો ખરા કે, મને ખરેખર ધર્મ કરવાનું મન થાય છે કે નહિ ? પછી બીજાના અંતરાયની વાત. આજે તો મા-બાપ, છોકરાઓને ધર્મ કરવાનું કહે તો ઘણા કહે છે કે - ‘‘તમારે અમારી પંચાત ન કરવી. તમારે કરવો હોય તો કરો.’' બીજા તો અંતરાય કરશે ત્યારે કરશે પણ આપણા પોતાના જ કર્મો અંતરાય કરે છે. તમે સાધુપણું કે શ્રાવકપણું લેતા નથી, સમ્યક્ત્વ પામવાનું મન થતું નથી, તે અંતરાય કોનો ? દા'ડામાં મોક્ષ કેટલીવાર યાદ આવે છે ? મંદિરમાં મોક્ષ યાદ આવે ? અહીં ઉપાશ્રયમાં સાધુપણું યાદ આવે ? ભગવાનની પૂજા કરો તો ભગવાન થવાનું મન થાય ? ૦ ૧૪૩૮
જ્ઞાનિઓએ આ મનુષ્યજન્મને કિંમતી કહ્યો છે. આપણને તેની કિંમત નથી. ‘સાધુપણું આ જન્મ વિનામળે તેમ નથી’. આ જાણવા છતાં દાડા જાય છે, જવાની તૈયારી છે, ક્યારે જવું પડે તે નક્કી નથી. આયુષ્ય પુરું થાય તો જવું જ પડે, છતાં મને ફરી આવો જન્મ ક્યારે મળે આવી ચિંતા
M
000000000000000