________________
અ નાહારીઓ માંસાહાર તરફ...
•$$$$$$$$$$$$$$*$$$$$$$
a po2 કે માસ્ટરસ્ટ્સ 20182
શ્રી જૈનશાસન (અઠવાડીક) * વર્ષ: ૧૫ * અંકઃ ૪૧ * તા. ૧૯-૮-૨૦૦૩ - પૂ. મુનિરાજશ્રી હિતવિજયજી મ. ઇન્દ્રિયોને છૂટો દોર આપીને આપણા આત્માએ વારંવાર દુર્ગતિના દારુણ દુઃખો ભોગવ્યાં છે. આપણાં આત્માને એ દારુણ દુઃખોથી બચાવી લેવા માટે ગહિત ચિંતક ઉપકારી પૂજ્ય પુરૂષોએ ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનો આપણને ઉપદેશ આપ્યો છે. એ હિતકર ઉપદેશની અવગણના કરીને આજનો માનવી પોતાની ઇન્દ્રિયોને વધુને વધુ છૂટો દોર આપી રહ્યો છે, એને વધુને વધુ બહેકાવી રહ્યા છે, એના ઉપરના સંયમને સર્વથા ગુમાવી રહ્યો છે.
પાંચ ઇન્દ્રિયોમાં સૌથી બળવાન રસના (જીભ) ઇન્દ્રિય છે. જેની રસના ઇન્દ્રિય બેકાબુ હોય તેની બધી જ ઇન્દ્રિયો બેકાબુ બને. જે માણસ પોતાની રસના ઇન્દ્રિયને કાબુમાં રાખી શકે તે માણસ બહુ સહેલાઇથી પોતાની બધી જ ઇન્દ્રિયોને કાબુમાં રાખી શકે છે. એટલાં જ માટે મહાપુરૂષોએ કહ્યું છે કે ‘નિતે સે નિતં નાત્' અર્થાત જેણે એક માત્ર રસનાને જીતી છે, તેણે આખા જગતને જીતી લીધું છે. અને જે રસનાનો ગુલામ છે, તે આખા જગતનો ગુલામ છે.
રસાસ્વાદમાં અતિશય લોલૂપ બનેલો આજનો માનવી રસોઇના ક્ષેત્રે સંશોધનમાં ઉતરીને ર ભરપૂર, ચટાકેદાર, મસાલેદાર અને અત્યંત સ્વાદિષ્ટ એવી અનેક નવી નવી વાનગીઓનું સર્જન કરી રહ્યો છે, એનાથી એનારોજિંદી ખોરાકમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. નિર્દોષ, આરોગ્યપ્રદ, સાદા, સુપાચ્ય અને સાત્વિક ખોરાકને બદલે દોષભરપૂર, રોગોત્પાદક, પચવામાં અતિશય ભારે, શરીરને ક્ષણ કરનારી અને બળની હાનિ કરનારી, ચટાકેદાર ને મસાલેદાર એવી સ્વાદિષ્ટ વાગનીઓનો આહાર કરવા તરફ એ વધુને વધુ ઢળી રહ્યો છે, એનાથી અનેક રોગોનો ભોગ બક્ષીને પોતાના શરીરની બરબાદી કરવા સાથે આજનો માનવી પોતાના આત્માની પણ અધોગતિ કરી રહ્યો છે.
નવી નવી વાનગીઓના સંશોધનમાં પડેલાં માનવીએ વિવેકભ્રષ્ટ અને ધર્મભ્રષ્ટ બનીને, કેટલીક માંસાહારી
૧૧૪૩૦
વાનગીઓના આધારે પણ ધાન્યની વાનગીઓ બનાવીને સ્વાદ માણવા પૂર્વક આરોગવાનું શરૂ કર્યું છે, એટલું જ નહિં એ વાનગીઓ બનાવવાની રીત, એનો આકાર અને એનાં નામ પણ માંસાહારી વાનગીઓ પ્રમાણે જ રાખે છે.
ભારતની અન્નાહારી (મનુષ્ય અન્નાહારી છે, શાકાહારી નથી) પ્રજાએ અને ખાસ કરીને જૈનોએ માંસાહારી વાનગીઓના નામ સાંભળવા પણ હિતકર નથું, તો પછી એવી જરીતથી, એવા જ આકારથી અને એવા જ નામ આપીને બનાવેલી વાનગીઓ આરોગવી હિતકર કેમ હોઇ શકે?
આ એક નોધપાત્ર બાબત છે કે માંસાહારી વાનગીઓના નામ પણ વારંવાર સાંભળવાથી આપણા મનમાં રહેલી માંસાહાર પ્રત્યેની સૂગ અવશ્ય ઓછી થાય છે.
પોતાના મુખ વડે માંસાહારી વાનગીઓના નામ વારંવાર બોલવાથી માંસાહાર પ્રત્યેની આપણી સૂગ ધણી વધારે માત્રામાં ઓછી થતી રહે છે.
માંસાહારી વાનગીઓના આકાર મુજબની, ધાન્યમાંથી બનાવેલી વાનગીઓ વારંવાર નજરે જોવાથી માંસાહાર પ્રત્યેની આપણી સૂગ નહિંવત જ રહે છે.
માંસાહારી વાનગીઓના જેવા જ આકારવાળી અને એવી જ રીતથી ધાન્યમાંથી કે શાકભાજીમાંથી બનાવેલી વાનગીઓ, વારંવાર આસ્વાદપૂર્વક આરોગવાથી આપણા હૃદયમાંથી રહેલી માંસાહાર પ્રત્યેની સુગ સંપૂર્ણપણે નાશ પામી જાય છે અને પછી માણસ જાણ્યે- અજાણ્યે પ. માંસાહાર તરફ ઢળી જાય છે, મરીને નરકમાં ચાલ્યો જાય છે.
કાંદા-લસણ - ડુંગળી નહિ ખાતા જૈનં, માટે પૂર્વે જેમ જૈન ભેળ વખણાતી હતી, એમ આજે હવે માંસાહારી વાનગીઓના આધારે બનાવવામાં આવતી જૈન પીઝા, જૈન હેમ્બરગર, જૈન ફાસ્ટફુડ, જૈન આમલેટ વગેરે વાનગીઓ શરૂ થઇ છે અને એ ખૂબ રસપૂર્વક ખાવાનું શરૂ થયું છે. જે આજની શરીરની બરબાદી અને આત્માની અધોગતિ કરવા તૈયાર થયેલી પેઢીની ખાણીપીણીની જ બલિહારી છે. નોંધઃ શાક એટલે વનસ્પતિ. વનસ્પતિ એ મનુષ્ય નો ખોરાક નથી, પણ પશુઓનો ખોરાક છે. મનુષ્યોનો ખોરાક અન્ન (ધાન્ય) છે, માટે મનુષ્યો શાકાહારી નથી, પણ અન્નાહારી છે. માંસાહાર શબ્દની સામે અન્નાહારને બદલે શાકાહાર શબ્દ ખોટી રીતે પ્રચારમાં આવેલો છે.
***