SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ 5 શ્રી શાસન (અઠવાડીક) તા. ૫-૮-૨૦03, મંગળવાર રજી. નં. GR. ૧પ પરિકલા - પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા દેરાસર-ઉપાશ્રયમાં આવવા છતાં ઘણાબધાને તો ગમતા હોય છે દુકાન ને મકાન ! આમાં પરિવર્તન આણવું, એ સાધુનું કામ છે. આ કામ સમજણ આપવા દ્વારા સિદ્ધ થતું હોય છે. શ્રોતામાં સાચી સમજણ આવી જાય, પછી કદાચ એને મકાને અને દુકાને જવું પણ પડતું હોય, પરંતુ એને ગમતા તો દહેરાસર અને ઉપાશ્રય જ હોય! શ્રોતા અને વક્તા કેવા હોવા જોઈએ, આની આપણા શાસ્ત્રોમાં વિગતવાર વિચારણા કરવામાં આવી છે. શ્રોતાએ આટા જેવી યોગ્યતા કેળવવી જોઈએ, જેથી વક્તા શાસ્ત્રોપદેશ રૂપ ઘી-ગોળ એમાં ભેળવવાનો પ્રયત્ન કરે, તો એ સફળ બને, એથી આટામાંથી મોદક તૈયાર થાય. આજની ધર્મદિશનાઓને ધારી સફળતા મળતી નથી, કારણ કે આજનો મોટા ભાગનો શ્રોતાવર્ગ રાખ જેવો છે. રાખમાં ઘી-ગોળ નાખવાથી રાખ તો મોદક ન બને, પરંતુ ઘી-ગોળ પણ રાખ જેવા બની ગયા વિના ન રહે. સંસાર દુ:ખો અને પાપોથી ભરેલો છે. આ બંનેનું મૂળ સુખનો રાગ છે. સુખ મેળવવાની લાલસા જ પાપ કરાવે છે અને પાપના કારણે જ દુ:ખ આવે છે. માટેજ જ્ઞાનીઓ સુખથી વધુ સાવચેત રહેવાનું ફરમાવે છે. સુખની લાલસા મટી જાય તો ઘણા ઘણા પાપન | કરવા પડે અને એથી દુ:ખો પણ ટળી જાય. આજના ઘણાખરા ટ્રસ્ટીઓ મંદિર-ઉપાશ્ર આદિ ધર્મસ્થાનોનો વહીવટ કરીને કેટલું પુણ્ય બાંધતા હશે? એ સવાલ છે. તેઓ મંદિરનો વહીવટ કરે છે કે માત્ર મૂડીનો-પૈસાનો જ વહીવટ કરે છે, એ પણ સવાલ છે. મંદિરનો વહીવટ કરનારે તો મંદિર ખુલેનારે અને મંદિર માંગલિક થાય, ત્યારે પણ હાજરી આપવી જોઈએ. પૂજારી આદિ આશાતનાન કરે, એનો ખ્યાલ ટ્રસ્ટીઓએ પણ રાખવો જોઈએ, આવું ધ્યાન ન રાખે, પણ એટ્રસ્ટીને માત્ર મૂડીનો વહીવટદારનગણવો જોઈએ છે શું? શાલિભદ્રજીની મહત્તા એમને ત્યાં ૯૯ દેવતાઈ પેટી ઉતરતી હતી, એથી શાસ્ત્રકારોએ આંકી નથી, પરંતુ એ૯૯ પેટીને લાત મારીને એઓ ત્યાગી બની ગયા, આ જ કારણે શાસ્ત્રકારોએ એમની નોધ લીધી છે. શાતા-સમાધિ દેવ-ગુરુના પ્રસાદથી જ મળી શકે. દેવગુરુના પ્રસાદથી મળેલી શાતાનો સદુપયોગ દેવગુરુની આજ્ઞાના પાલનમાં જેઓ કરતા હોય, એમને જશાતા પૂછવાની છે અને જવાબમાં દિવગુ પસાય” બોલવાનો અધિકાર પણ એમને જ છે. શાતા પૂછનારની અને જવાબ વાળનારની જવાબદારી આ રીતે જોઈએ તો ઘણી મોટી છે. જેને તેને શાતા પૂછી શકાય નહિ અને એ જેતે જવાબમાં દેવગુરુ પસાય” બોલી શકે નહિ. જેન માસન અઠવાડીક ૦ માલિક: શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર દ્રર૮ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિવિજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક: ભરત એસ. મહેતા - ગેલેકસી ક્રિએશનમાંથી છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્ય,
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy