SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ચેત ચેત ચેતન! તું ચેત બૈલની જેમ જિંદગી પૂરી કરી જાય છે. તારે તારા જીવનને આબાદ કરવું તો ખોટી આશામાં ન મુંઝાઇશ પણ વાસ્તવિક વાતોનો સ્વીકાર કરી પગલું ભરજે. શ્રી જૈનશાસન (અઠવાડીક | હે ચેતન ! તારે તારું આ માનવજીવન સફળ કરવું હોય, જીવનમાં કાંઇક સાધવું હોય તો વ્યવહારમાં નીતિ રાખજે, જીવનમાં સદાચાર-પવિત્રતા રાખજે તથા સ્વભાવમાં સહિષ્ણુ બનજે. તો તું સફળ બનીશ. ધૂળની તાકાત છે કે કપડાં પર ચોંટયા વિના રહે નહિ અને સ્નિગ્ધ પદાર્થવાળા કપડા પર તો એકમેકને વળગીને રહી જાય તે અપેક્ષાએ અનિષ્ટો પણ ધૂળ જેવા છે. જેના પ્રત્યે હૈયાની કુણી લાગણી-આત્મીયતા-પોતાપણું માનો તે તમારા જીવનને વળગ્યા વિના રહેતા નથી. રાગનું બીજું નામ જ વળ પણ છે. તે કયારે કયા રૂપે વળગી જીવને પોતાના બનાવી દે ઇં તે જ ખબર પડતી નથી. તેમાંથી જન્મેલી વાસના-વિશ્વાસ - મોજ -મજાદિની આકાંક્ષા સમય, શક્તિ, સંપત્તિ અને જીવનને બરબાદ કરે છે. છતાંય જગતના જુવો તેની જ પુષ્ટિમાં રાચી માચી દુર્ગતિમાં ચાલ્યા જાય છે. તારે દુર્ગતિના ખાડામાં ન પડવું તો આ વળગાડ-વળગણથી બચવાનો પ્રયત્ન કર. * વર્ષ : ૧૫ * અંક ઃ 3૭ * તા. ૨૨-૭-૨૦૦ રસ્તો લાંબો છે, કઠીન છે, પરાધીન છે, તૃપ્તિની અનુભૂતિ સંદિગ્ધ શંકિત છે. જ્યારે ઇચ્છાની બાદબાકીનો રસ્તો ટૂંકો, સરળ અને સ્વાધીન છે. પ્રસન્નતાની અનુભૂતિનો આનંદ આપે છે. છતાંય મન ઇચ્છાપૂર્તિની પાછળ જ પાગલ બની દોડયે જ જાય છે આ કેવું આશ્ચર્ય ! તું તારી જાતને બચાવી લે ! ખોટ સ્વપ્નોની અસરમાંથી મુકત થવા જાગૃતિ જરૂરી છે. 1મ આ સંસારના સુખાભાસ રૂપ સુખોની અસરમાંથી મન અને જીવનને મુકત કરવાનો શ્રેષ્ઠ ઉપાય છે સાચી સમજણના સ્વામી બનો. સમજણ જ તેનું નામ કે જીવન ચૂંટી ખણ્યા જ કરે કે ‘આ થાય અને આ ન થાય'. વાસનાના વિકાર-વિલાસો તારા જીવનને બરબાદ કરશે, સદાચ રની સાધના-ઉપાસના તારા જીવનને આબાદ કરશે. વાસા એટલે લાચારીનું વરવું પ્રદર્શન. ઉપાસના એટલે ખુમારીનો પમરાટ. વાસના મનને નિર્બલ-ભયભીત બનાવે, ઉપ સના જીવનને નિર્મલ અને નિર્ભીક બનાવે. માટે રાગન. બંધનોથી બચી, વિરાગનો આશ્રય કરી વીતરાગના માર્ગે આગળ વધ. ઇચ્છાઓ આકાશ જેવી અનંત છે. ઇચ્છાપૂર્તિનો તારે તારા આત્માની સિદ્ધિ વરવી હોય તો સંઘર્ષથી જરા પણ ડરતો નહિ. જિંદગીના કોઇપણ ક્ષેત્રમાં સંઘર્ષ વિના ઉત્કર્ષની સિદ્ધિ -સફળતા નથી તો આત્મિકક્ષેત્રમાં તો કયાં મળે ? ‘મારે મોહ ન જોઇએ, મોક્ષ જ જોઇએ' આ મંત્રને આત્મસાત્ કરી તેને સફળ કરવા હૈયામાં હામ, પગમાં જામ, આંખમાં તેજ અને જીવનને ઉત્સાહથી ભરી કદમ પર કદમ ચલાવ સિદ્ધિને તારા ચરણોમાંઆળોટવું જ પડશે. તારે સાચું સુખ પામવું છે તો બીજાના સુખ માટે, દુઃખ સહીને પણ તું હસતા રહેવાનું શીખી જા તો સાચું સુખ તને મળવાનું છે. બીજાના સુખને માટે સહન કરે તે સાચો સુખી બને. બે આંગળી વચ્ચે ટૂથ પેસ્ટ રાખવામાં જેટલી સાવગિરિ જરૂરી તે અનુભવજન્ય છે. કારણ કે ભૂલથી પણ પેસ્ટ દબાય તો પેસ્ટ બહાર નીકળ્યા પછી લાખ પ્રયત્ને પણ અંદર ન જાય. તેમ મન આ પેસ્ટ જેવું છે. ઇચ્છા કરવી કે ન કરવી તે આપણા પોતાના હાથની વાત છે. પણ એકવાર ઇચ્છાનો જન્મ થયા પછી વાસનાગ્રસ્ત મનને વાસનાથી મુકત કરવું ખૂબ જ કઠીન-કપરું છે. તે માટે પહેલા નંબરે મોહજન્ય ઇચ્છાઓ ન જન્મે તેની કાળજી રાખો અને બીજા નંબરે તે મોહજન્મ ઇચ્છાઓને મારતા કાબૂમાં રાખતા શીખો. બાહ્ય દૃષ્ટિએ હરણફાળ ભરતાં આ વિજ્ઞાનયુગમાં, ભૌતિક સુખ સામગ્રી સગવડોની અનુકૂળતામાં, કોમ્પ્યુટર, કેલક્યુલેટર, મોબાઇલના જમાનામાં પણ આંતર જીવનમાં ખળભળાટ મચાવનાર ક્રોધાદિ કષાયો, રાગાદિ સંકલેશો, ૧૩૭૯
SR No.537268
Book TitleJain Shasan 2002 2003 Book 23 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year2002
Total Pages302
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy