________________
4. જો
ORIS ચેત, ચેત ચેતન ! તું ચેત
DDXD!
શ્રી જૈનશાસન (અઠવાડીક)
ચેત, ચેત ચેતન ! તું ચેત
*
|
હે આત્મન્ ! જો તારી મોહનિદ્રા ઊડી હોય, તારી આત્મિક ચેતના કાંઇ જ જાગી હોય, તને તારો આત્મધર્મ પ્રગટ કરવાની ઇચ્છા પેદા થઇ હોય તો રોજ જાતને જો. જાતની સાથે વિચારણા કર કે, પુણ્યના યોગે તો દુનિયાનો મોટો માણસ ગણાતો હોય, પદ-પ્રતિષ્ઠાને પામ્યો હોય, હજારો લોકો તને ખમ્મા..ખમ્મા..કરતા હોય, તને નમવા પડાપડી કરતા હોય, તારા આર્શીવાદ લેવા તલસતા હોય તો વિચારજે કે, તારી જીવનનૈયાની સલામતી આ માનપાનાદિમાં નથી પણ તે જીવનમાં જીવેલી તારક આજ્ઞા પર છે. તું કરોડોનો ભલે સ્વામી ગણાતો હોઇશ પણ તારી સાથે તો તે ‘દઈશું તો મલશે’ તે ભાવનાથી નહિ પણ ‘દઇશું તો લક્ષ્મીની મમતાથી છૂટાશે’ તે ભાવનાથી જે દાન કર્યું હશે તે જ આવશે . દુનિયાના લોકોને આકર્ષિત કરવા તું ગમે તેટલો દંભ કરીશ, દિલમાં કાંઇ નહિ છતાં દેખાડો કરીશ, જરા બોલતા સારું આવડ્યું અને લોકોના ટોળા ભેગા કરીશ પણ જો તું ગુર્વાદિ વડિલોની આજ્ઞાનો સ્વીકાર નહિ કરે અને માત્ર તારી જ મહત્તા ગાઇશ તો તારું શું થશે તે જ્ઞાની જાણે ? *તું ગમે તેવો મોટો વક્તા બનીશ પણ વાહવાહમાં મૂંઝાઇશ તો તારી હવા ક્યારે નીકળી જશે તે જ્ઞાની જાણે ? માટે બહુ ફુલણજી દેડકો ના બનીશ. ધર્મના ઓઠા હેઠળ તારા અધર્મના કાળાં કારસ્તાનો ચલાવીશ, સાચા માર્ગના નામે તા। મનકલ્પિત માર્ગને પ્રચારીશ અને લોકોને સન્માર્ગના નામે તારા ઉન્માર્ગમાં જોડીશ તો કર્મ સમા તારી એવી ખબર લેશે કે ચોર્યાશીના ચક્કરમાં ખો ભૂલાવી દેશે. તું ગુર્વાદિ વડિલોનો સાચો ભગત બનજે પણ તારા ભગતોનો ભગત ના બનશો. માન-પાનાદિને જીતવામાં – પચાવવામાં જસાચી બહાદૂરી-શૂરવીરતા છે, બીજાને ભક્તોના ટોળાથી દબાવવામાં નહિ-આ શિખામણ તારી છાતીમાં કોતરી
રાખજે.
* વર્ષ : ૧૫* અંકુ ઃ ૨૩ * તા. ૦૮-૪-૨૦૦૩
‘પ્રજ્ઞરાજ’
પરને અહિત કરનારું થશે. તારો વર્ગ કદાચ તું વધારીશ, તારા અનુયાયીઓ તારી ‘જે’ પણ બોલાવશે પણ અંતે તો તારી હાલત ગોશાળા કરતાં ય ભૂંડી થશે તે ભૂલતો નહિ, ખોટા ભ્રમમાં પડતો નહિં.
* તું આજે માન-પાન-સન્માનનો ભિખારી બન્યો છે. આજના રાજકારણીઓની સ્ટાઇલ તે પણ બરાબર અપનાવી છે. તારા મુખપત્રોમાં તું તારી જાતને જે રીતના ચમકાવી રહ્યો છે, તારા ભક્તો આગળ તારા ફોટાઓની અનાવરણ વિધિ કરાવી રહ્યો છે. પણ તને શું ખ્યાલ નથી કે આ બધા મને લટકાવીને મારી વાહવાહ બોલાવીને તારી જાહેરમાં ફજેતી કરાવી રહ્યાં છે કે- હવે અમે તમને લટકાવી દીધા છે આમ જ લટક્યા કરજો ! આવી રીતના લટકવ થી તારા આત્મા ઉપર લાગેલાં આઠે કર્મો દૂર થવાના કે આઠ કર્મોનો ભાર વધવાનો ? આઠે કર્મોનો ભાર વધે તો જન્મમરણાદિ દુ:ખોની પરંપરા વધે કે ઘટે ? ચાર દિનની ચાંદની સમાન પ્રસિદ્ધિના લોભ-મોહેતને જાહેરમાં ફાંસીએ લટકાવી દીધો તેમ તને લાગે છે ખરું ? કે તારા આ લટકાયેલ રૂપથી તું અંદરથી આનંદ આનંદ પામે છે ? બીજાને નિસ્પૃહતાનિર્મોહી-નિર્દંભી બનવાનો ઉપદેશ આપનાર તું તે તે ગુણોને પામ્યો છે કે માત્ર તેના મહોરા પહેયા છે ? વિચાર આવે છે ખરો ?
*
હે આત્મન્ ! મહા પુણ્યોદયે આ સંસાર સમુદ્રમાં રખડપટ્ટી કરતાં તને આવી લોકોત્તમ દેવ-ગુરુ-ધર્મની સામગ્રી સંપન્ન દોહિલો માનવભવમલ્યો, ઇન્દ્રિયોની પતા, બુદ્ધિનો બાદશાહી મલી. તો માત્ર માન-પાન, વૈભવ વિલાની પાછળ મદોન્મત્ત બનવું છે કે જેનો યોગ તારા આત્માનો ઉદ્ધાર કરવો છે કે તું આ કર પણ ચો
米
તો શું હાલત થશે તે વિચાર તો ગાન કાણે અંશે ! હે જીવ! ‘મારે તરવું છે, મારે બચવું છે, ધારી જાતને બચાવવી છે’ આવા ગાના તો તું સૂફીયાણોથી બીજની આગળ ગાય છે. પણ એકાન્તમા તારી જાત સાથે પ્રેમથી વાત કરી કે-આ સંસારની અસારતા, લક્ષ્મીની ચંચલતા,
*
તું શાસ્ત્રોના વેત્તા અને વક્તા ગણાતો હોઇશ પણ તેના પરમાર્થને પામ્યા વિના માત્ર તારા માર્ગને, તે માનેલા સાચાને જે સાચું ઠરાવવા પ્રયત્ન કરીશ તો તારું જ્ઞાન સ્વ
૧૨૧૩