________________
ચેત ચેત ચેતન! તું ચેત
* વર્ષ : ૧૫* અંકઃ 3૫* તા. ૮-૭-૨૦૦૩
અતિરાગનો સંયોગ કરીશ તો કર્મ એવો વિયોગ કરાવશે કે
|
તેને મારવા પ્રયત્ન કરવો તેનું નામ જ ધર્મ છે. જે વિભાવ દશાથી બચાવી સ્વભાવ દશાને પેદા કરનાર છે. તે માટે આ માનવભવ છે. તો તું એવો પ્રયત્ન કર જેથી તાર જન્મ મરણના ફેરા અટકી જાય અને એકવાર એવું મરણ પામ જેથી ફરી તારે જન્મવું ન પડે અને સાચા શાશ્વત સુખનો ભોકતા બની જાય. કિં બૂહના ?
ફરી ભેટો પણ નહિ થાય. સંયોગમાં જેલો સ્નેહ અનુરાગ કરીશ તો વિયોગના દુઃખ-દર્દ-પીડા ભોગવવા પડશે. માટે સુદેવગુરુ - ધર્મના સંયોગને આત્મસાત્ કરી લે જેથી સંસારનો કાયમ વિયોગ થઇ જાય.
|
શ્રી જૈનશાસન (અઠવાડીક
હે આત્મન્ ! તું એ સનાતન સત્યનો સ્વીકાર કર કે જન્મેલાને અવશ્ય જવાનું છે, મૃત્યુ નકકી છે પણ દિવસવાર-તારીખ કે સમય નકકી નથી. પળે પળે જીવનદીપનું આયુષ્ય તેલ ખૂટી રહ્યું છે અને અચાનક ખૂટી જશે, દીપકની જ્યોત પણ બુઝાઇ જશે, માટે એક ક્ષણનો પણ વિશ્વાસ રાખવા જેવો નથી. પ્રમાદ છોડ અને ધર્મની આરાધના કરી લે. જેમ લસણનો દુર્ગંધ તે દુર્ગુણ નથી પણ સ્વભાવ છુ કાળાશ તે કોલસાનો દુર્ગુણ નથી સ્વભાવ છે તેમ જન્મચરણ તે કર્મજનિત રોગથી પીડિત આત્માની સહજસ્વાભાવિક ઘટના છે તેનો સ્વીકાર કરી પંડિત મરણને સાધી રત્યુને ઉજાળી લે.
|
જ્યાં સુધી આત્મા પર કર્મનું વળગણ છે ત્યાં સુધી દુઃખ, રહેવાનું છે. કર્મ ન હોય તો દુઃખ, વેદન., વિપત્તિની વણઝાર પણ ન હોય. ‘મૂલો નાસ્તિ કુતઃ શાખા ?’ માટે તું કર્મનો મૂળમાંથી નાશ કરવા પ્રયત્ન કર. જીવો કર્મ બાંધે છે અજ્ઞાનથી, પ્રમાદના યોગથી અને પછો તેના ફળ ભોગવવા ચાર ગતિ અને ચોર્યાશી લાખ ચૌામાં ફરે છે. તેમાંથી તું ખરેખર ગભરાયો હોય તને ભવભ્રમણનો ભય પેદા થયો હોય અને હવે ભટકવું નથી. તેનું ‘ભાન’ વાસ્તવમાં જન્મ્યું હોય તો કર્મક્ષયના માર્ગે પ્રયાણ કર. કર્મક્ષયના માર્ગ છે જ્ઞાન અને ચારિત્ર, સંયમ- પ, ત્યાગતિતિક્ષા, જાગૃતિ-જયણા, ગુરુપારતંત્ર્ય, ગુરુસમર્પણ, જિનાજ્ઞા પાલન અને વફાદારી. સાચા ભાવે સાજણ પેદા થાય તો વૈરાગ્યપૂર્વકના ત્યાગનો જન્મ થાય અને જીવને આ ચકરાવાથી બચાવે. તું પણ આ માર્ગે ચાલ તેમાં જ તારું કલ્યાણ છે.
જૂનાને નવું, નવાને જૂનું કરવું તે કાળનો સ્વભાવ છે. પરિવર્તનશીલ આ સંસાર અનંતકાપથી છે. સંસારના કોઇ જ પદાર્થ સ્થિર નથી. દ્રવ્ય-ક્ષેત્ર -કાલ - લાવ, રૂપ-રંગ, વૈભવ-સંપતિ આદિ બધું અસ્થિર અને પરિવર્તનશીલ છે. સુખ-દુઃખ, હર્ષ-શોક, આનંદ-આક્રંદ, ભરતી-ઓટ, ચઢતી-પડતીનો ક્રમ સંસારમાં ચાલુ છે તો કોના ઉપર રાગ કરવો છે ? કોના પર દ્વેષ કરવો છે ? કોના પર મોહમાયા-મમતા કરવા છે ? કોની પર આસક્તિ કરવી છે ? માટે મારા આતમરાજા તમો મોહનિંદ્રાથી જાગો. આત્મ ગુણો પર રાગ કરો અને દોષો પર દ્વેષ કરી ગુણ પામવા અને દોષને કાઢવા પ્રયત્ન કરશો તો તમારું કલ્યાણ થશે. યોગ -વિયોગની ઘટમાળા સંસારમાં, જીવનમાં લાચુ રહેવાની છે. સંયોગથી સ્નેહ વધવાનો છે પછી ઇષ્ટના યોગની કાયમી ઇચ્છા પેદા થશે પણ તે આપણા હાથની સ્વાધીન વાત નથી પણ કર્મના હાથમાં છે. જેના ઉપર
૧૩૬૨
-
|
ખરેખર અનંતશક્તિના ધણી આત્માની કેવી કરૂણતા છે કે, સાચી સમજના અભાવે બિચારો ભવમાં ભટકે છે અને દુર્ગતિના જાલીમ દુઃખો વેઠે છે. સાચા સુખ ની ઇચ્છા છતાં, સદ્ગુર્વાદિનો યોગ છતાં ય ભવનો વૈરા ય જાગતો નથી. ભોગ સુખોની તીવ્ર લાલસા ના કારા) અજ્ઞાન અવસ્થામાં બાંધેલા કાર્યો જીવને દારૂણ વિપાક બતાવી, પોક પોક આંસુ પડાવી પણ થાકતા નથી. દુઃખથી બચવા અને સુખોને મેળવવા પાછા પાપકર્મો બાંધી સંસારમાં ભટકે છે. માટે હે આત્મન્ ! હવે તું તેવા કર્મો ન બંધાય તેવા પ્રયત્ન કર. જાગૃતિ કેળવી લે. જ્ઞાન દશા પ્રાપ્ત કર.
(ક્રમશઃ)