________________
શ્રી જૈનશાસન (અઠવાડીક
સ્તુતિ વર્ષ
પન્યાસ અને ઉપાધ્યાય પદ પાટણમાં રાધનપુરમાં આજ્ઞાનું ઉલ્લંઘન જેના જીવનને સ્પર્યું પણ ના ગુરુ સેવાથી ગુરુકૃપાથી ગુરુવરથીય સવાયા થયા રામચંદ્ર સૂરિવરના ચરણો અંતરમાં મે અવધાર્યા ...૪૭
સંયમનું આરાધન એવું આળસનું જયાં નામ નહિં આત્મિક સુખને તે આસ્વાદું કલિયુગમાં સંસારે રહિ મોક્ષલનો તું ઉદ્દગાતા શિષ્યોની છે ગુરુમાતા રામચંદ્રસૂરિવરના ચરણો નમન કરી લહીએ શાતા ...૪૮
ગુરુ આજ્ઞાનું બંધન પાળ્યું જીવનભર તે ખંત ધરી એ બંધનના પુન્યપ્રતાપે સર્વશકિત તુજમાં ઉતરી નિજ શકેતના ધોધ લહીને તે ઉપકાર કર્યા છે ઘણાં રામચંદ્ર સૂરિવરના વચનો ભાવ થકી મેં ચિત્ત ધર્યા ...૪૯ તન દ્વારા તે શ્વાસે શ્વાસે સંયમનું સેવન કીધું મન ધારા તે જિન વચનોનું શાસ્ત્રોનું મંથન કીધું જીવનને ફેસાન કરીને શાસનનું રક્ષણ કીધું સૂરિજી તમારા વચનોનું મેં પ્રેમ ધરીને પાન કીધું .
...૫૦
શોભી રહ્યા છે સંઘ મહિ જે સૂરિચક્રમાં ચક્રપતિ મિથ્યામતના ગાત્ર ધ્રૂજાવે શાસનના સેનાધિપતિ ભારતભરમાં તમને પહોંચે એવું આજે કોઇ નથી રામચંદ્ર સૂરિવરના ચરણે નમન કરૂં હું તન-મનથી ...પર
મધ અને માખણથી પોચી નિર્મળ છે તારી કાયા એ કાયાને તેહ બનાવી શાસનની શીળી છાયા એ છાયાની માયા જેને લાગી તેના ભાગ્ય ખુલ્યાં રામચંદ્ર સૂરિવરના વચનો સુણતાં મારા દિલ પિગળ્યાં ... ૫૩
બુંદ-બુંદમાં જિનની આજ્ઞા સંરક્ષવા દાનત જાગી પગલે પગલે પ્રભુ શાસનના જયરવની નોબત વાગી ગુરુજી તમારા પ્રવચન રસની ખૂબ મને સોબત લાગી રામચંદ્ર સૂરિવરને નમતાં થાશું અનેરા બડભાગી ...૫૪
* વર્ષ : ૧૫* અંકઃ ૩૫ * તા. ૮-૭-૨૦૧૩ ભારતની પ્રત્યેક દિશામાં લહેરાવી તે ધર્મધજા તારા ચરણોમાં વસવાની હું માંગું છે એક મજા વીતરાગ પ્રભુના વિરહે લાગો છો વીતરાગ સમા રામચંદ્ર સૂરિવરની કીર્તિ વ્યાપી છે ભારતભરમાં ... એક
વાણીમ. વાચસ્પતિ બેઠાં ધર્મસભાના ચિત્ત હરે બુદ્ધિમાં બૃહસ્પતિ બેઠાં તત્ત્વાતત્ત્વ વિવેક કરે બત્રીસ બદ્ધ કરેય નાટિકા રસનાએ જસ બ્રહ્માણી રામચંદ્ર સૂરિવરના વચનો લાગે જિનવરની વાણી ...૫૫
જિન આજ્ઞાનો તું ધારક છો મારક છે મિથ્યામતનો શિષ્યોનો તું નિયામક છે નિસ્તારક છે ભવિજનનો સકળ સંઘનો તું નાયક છે દાયકદીક્ષા જીવનનો રામચંદ્ર સૂરિવરનો આજે માનું છું ઉપકાર ઘણો શાસનની ધગધગતી નિષ્ઠા જન્માંતરથી લઇ જનમ્યાં સંયમનું અધુરૂં આરાધન કરવા પૂરણ જે જનમાં બ્રાહ્મીનું વરદાન લઇને શ્રુત મહોદધિ જે જનમાં રામચંદ્ર સૂરિવરના વચને મિથ્યામત સઘળા વિરમ્યા...૧૮
...
દેજો કરુણા ને સંયમની પુન્ય ભાવના અમ મનમાં સત્ય અને શાસ્ત્રોની નિષ્ઠા ભરો અમારી રગ રગમાં કરજો યોગક્ષેમ અમારૂં ઉદ્ધારો ઓ ગુરુમાતા રામચંદ્ર સૂરિવરને નમતાં તન-મન મારા હરખાતા ...૨૯ ભવસાગરમાં હું રઝળ્યો છું યાનપાત્ર બનીને આવો વિષયાગ્નિમાં હું સળગ્યો છું જલવૃષ્ટિ બનીને આવો અજ્ઞાનોના ધનમાં અટકયો જ્ઞાનરવિ બનીને આયો રામચંદ્રસૂરિ કરૂં વિનંતિ મુજ મન મંદિરમાં આવો ....૩૦
નામ સ્મરૂં ને આંસુ ઉમટે પાપણ પર ગુરુજી આજે તારા કાર્યો કથા બનીને ભારતમાં ગાજે આજે વ્યાપ્યો છે સૂનકાર ભીંતરમાં ઓ ગુરુવરજી તારા વિના રામચંદ્ર સૂરિવરના ચરણે લાખો ને ક્રોડો વંદના ....૧ નામ સ્મરૂં ને ઘાયલ દિલમાં સાત્ત્વિકતાનો ધોધ ટે લાખ નિરાશા લાખ હતાશા તારા નામે દૂર ટે પ્રાં ભિક્ષા ગુરુચરણોમાં સત્ત્વ સમર્પી સારગમાં રામચંદ્ર સૂરિવરના વચનો પડઘાશે હર ઘટ ઘટમાં ...કુર સમવસરણમાં આરૂઢ બનીને જય જય તીર્થંકર ભગવત વરસાવે પીયૂષની ધારા કરતાં ઉન્માર્ગોનો અંત પ્રતિબિંબ એ પરિદ્રશ્યનું તારી પ્યારી જિનવાણી રામચંદ્ર સૂરિવરના ચરણે સર્વ સિદ્ધિ નિવસી જાણી ... ૩ (ક્રમશઃ)
૧૩૫૯૫